________________
એટલે કે પદાર્થ છેજ નહિ ૪પો.
અહીં કોઈ શિષ્ય ગુરુને પુછે છે કે જીવ નામનો પદાર્થ દૃષ્ટિથી દેખાતો નથી, તથા જીવનું કોઈ સ્વરૂપ પણ દેખાતું નથી. વળી બાકીની સ્પર્શનાદિ શેષ ઈન્દ્રિયોથી પણ આત્મા અનુભવાતો નથી. માટે “આત્મા” જેવું તત્ત્વ ન હોય એમ જ લાગે છે. I૪પી
“અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણી મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ ૪૬ll
અથવા શરીર એ જ આત્મા છે. અથવા ઇન્દ્રિયો એ જ આત્મા છે. શ્વાસોશ્વાસ એ જ આત્મા છે. એમ માનીએ તો શું વાંધો? શરીરઈન્દ્રિય-અને પ્રાણોથી આત્મા જુદો માનવો જોઈએ નહિ, કારણ કે આત્માનું જુદુ એંધાણ કોઈ દેખાતું નથી. ૪૬
વળી શિષ્ય ગુરુજીને પ્રશ્ન કરે છે કે શરીરને, અથવા ઇન્દ્રિયોને અથવા પ્રાણને જ આત્મા માનીએ તો શું ખોટું ? આ ત્રણેથી જુદો આત્મા છે એમ માનવું તે ખરેખર મિથ્યા છે. કારણ કે શરીર ઇન્દ્રિયો, અને પ્રાણથી આત્મા તે ખરેખર મિથ્યા છે. કારણ કે શરીર, ઇન્દ્રિયો અને પ્રાણથી આત્મા જુદો હોય એવાં જુદા પણાનાં કોઈ એંધાણ = ચિહ્નો દેખાતાં નથી ૪૬
વળી આત્મા હોય તો, જણાય તે નહિ કેમાં જણાય જો તે હોય તો, ઘટ-પટ-આદિ જેમા૪૭
વળી જો આત્મા આ જગતમાં હોય તો કેમ જણાય નહીં? જો આત્મા આ જગતમાં હોય તો ઘટ-પટની જેમ જણાવો જ જોઈએ ૪૭
વળી શિષ્ય ગુરુજીને પૂછે છે કે જો આત્મા જેવું તત્ત્વ આ જગતમાં ખરેખર હોય તો તે કેમ જણાય નહિ? કોઈક ઇન્દ્રિયથી તો જણાવું જ જોઈએને? જેમ ઘટ(ઘડો),અને પટ (વસ્ત્ર), આ જગતમાં
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org