________________
અર્થાત્ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. I૪૧
ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય । ગુરુ-શિષ્ય સંવાદથી, ભાખું ષપદ આંહી ॥૪૨॥
જ્યારે આવી ઉત્તમ સુવિચારધારા આત્મામાં ઉત્પન્ન થાય છે ત્યારે જ મોક્ષમાર્ગ સમજાય છે. તે યથાર્થ મોક્ષમાર્ગ આત્માના અસ્તિત્વાદિ છ પદોથી ગુરુ-શિષ્યના સંવાદરૂપે અહિ કહું છું ॥ ૪૨॥
જ્યારે આત્મા કંઈક અંશે પણ ગુણીયલ બને છે. ત્યારે જ તેને પુણ્યયોગે સદ્ગુરુનો યોગ, તેમના તરફ ૠચિ, તેમના ઉપદેશ ઉપર પ્રીતિ અને તે દ્વારા ઉત્તમ વિચારધારા ઉત્પન્ન થાય છે. અને તેનાથી મોક્ષમાર્ગ પ્રગટે છે. તે મોક્ષમાર્ગ સમજવા માટે શિષ્ય જાણે ગુરુને પુછતા હોય અને ગુરુ જાણે શિષ્યોને સમજાવતા હોય તેમ શિષ્ય-ગુરુના સંવાદ રૂપે આત્માના અસ્તિત્વ-નિત્યત્વ ત્વ વિગેરે છ પદોથી આ વિષય હું તેમને કહું છું. ॥ ૪૨ ॥
ષપદ નામ કથન ગાથા. ૪૩-૪૪ “આત્મા છે,” “તે નિત્ય છે,।” “છે કર્તા નિજકર્મ” | ‘‘છે ભોક્તા,’’‘‘વળી મોક્ષ છે,’“મોક્ષ ઉપાય સુધર્મ” ૪૩॥ ષટ્સ્થાનક સંક્ષેપમાં, ષટ્દર્શન પણ તેહ સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ ૪૪॥
(૧) આત્મા છે. (૨) તે આત્મા નિત્ય છે. (૩) તે આત્મા પોતાના કર્મોનો કર્તા છે. (૪) તે આત્મા પોતાના કર્મોનો ભોક્તા છે (૫) વળી મોક્ષ છે. (૬) તથા મોક્ષના ઉપાયભૂત ‘“સદ્ધર્મ’ પણ છે.૪૩)
પરમાર્થને સમજાવવા માટે જ્ઞાની મહાપુરુષોએ સંક્ષેપમાં આ ષસ્થાનક (છ સ્થાનકો) કહ્યાં છે. પ્રાય એ જ એકેક વિચારોને છ દર્શન
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org