Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ અનિત્ય છે. બાલ્યાદિ ત્રણે અવસ્થામાં આત્મા નિત્ય એક છે. તેથી જ ત્રણે અવસ્થાનું જ્ઞાન એકને થાય છે. II ૬૮ આત્મા દ્રવ્યથી નિત્ય છે. ત્રૈકાલિક ધ્રુવ છે. નથી તેની ઉત્પત્તિ કે નથી તેનો વિનાશ / નથી તેને કોઈએ બનાવ્યો કે નથી કદાપિ ભસ્મી ભૂત થવા વાળો | સદા છે અને સદા રહેશે / પર્યાયની અપેક્ષાએ પલટાતો દેખાય છે. જે બાલ્યાવસ્થા વાળો આત્મા હતો તે જ આત્મા બાલ્યાવસ્થાને છોડીને યુવાવસ્થા સ્વરૂપ બને છે. ત્રણે અવસ્થાઓ પલટાય છે. પરંતુ ત્રણે અવસ્થાઓમાં રહેનારો આત્મા સર્વથા નવો બનતો નથી. જો સર્વથા નવો જ બનતો હોત તો વૃધ્ધાવસ્થામાં વર્તતા આત્માને ભૂતકાળની બે અવસ્થાનાં કાર્યોનું સ્મરણ કેમ થાય ? માટે આત્મા નિત્ય છે. ॥ ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર । વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર ॥૬॥ અથવા જે ક્ષણિકનું જ્ઞાન કરે છે. જ્ઞાન કરીને બોલે છે. તે બોલનારો કદાપિ ક્ષણિક હોતો નથી. આ અનુભવથી પણ આત્મા નિત્ય છે એમ નિર્ધાર એટલે કે નિશ્ચય કરવો. ॥ ૬૯ અથવા આ જગતના બધા પદાર્થોને ક્ષણિક-ક્ષણિક છે. એમ જે આત્મા જાણે છે. અને બધા જ પદાર્થો ક્ષણિક જાણીને જગતની સામે પ્રકાશે છે. તે જાણનાર અને પ્રકાશ કરનાર ક્ષણિક હોઈ શક્તો નથી. કારણ કે પહેલા સમયે તો પદાર્થો ક્ષણિક છે એમ અનુભવ કર્યો તે અનુભવ કરવામાં જ પ્રથમ સમય વીતી ગયો. હવે જગત સામે તે પદાર્થોનું વર્ણન કરે ત્યારે બીજો ક્ષણ થઈ જાય છે. જો વર્ણન કરનાર પણ ક્ષણિક જ હોય તો બીજો ક્ષણ બેસતાં જ તે વર્ણન કરનાર નાશ પામવાથી કોણ વર્ણન ક૨શે ! માટે વર્ણન કરનાર આત્મા ક્ષણિક નથી પરંતુ નિત્ય છે. આવી આવી અનુભવ ગમ્ય દલીલોથી પણ આત્મા ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90