________________
જે જે સંયોગો છે તે તે સર્વે અનુભવ વડે (આત્મા વડે) દૃશ્ય છે. આત્મા સંયોગોનો જ્ઞાતા છે પરંતુ સંયોગોથી જન્ય નથી. માટે આત્મા નિત્ય છે એમ પ્રત્યક્ષ સમજાય છે. ॥ ૬૪ ।।
તંતુઓના સંયોગથી પટ જન્મે છે. કપાલના સંયોગથી ઘટ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જે જે પદાર્થો જે જે સંયોગથી ઉત્પન્ન થાય છે તે તમામ પદાર્યો અને તમામ સંયોગો આત્માના અનુભવ વડે દૃશ્ય છે, દેખવા લાયક છે. આત્મા તે સંયોગોને જાણે છે. તે સંયોગોમાં એવો એક પણ સંયોગ નથી કે જે સંયોગ વડે આત્મા ઉત્પન્ન થાય, માટે આત્મા સંયોગોનો જ્ઞાતા છે. પરંતુ સંયોગોથી ઉત્પન્ન થવાવાળો નથી, દેહાદિ પૌદ્ગલિક સ્વરૂપ છે. માટે સંયોગ વડે ઉત્પન્ન થનારા છે, એટલે અનિત્ય છે. જ્યારે આત્મા સંયોગ વડે ઉત્પન્ન થનાર નથી. એટલે નિત્ય છે.આમ સાક્ષાત્ સમજાય છે. ૫ ૬૪ ।।
જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય
એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય ॥૫॥
જડ એવા દેહાદિમાંથી ચેતન ઉત્પન્ન થતો હોય, અને ચેતન એવા આત્મામાંથી જડ એવું દેહાદ થતું હોય એવો અનુભવ કોઈ પણ વ્યક્તિને ક્યારે કોઈ પણ દિવસ થતો નથી. ॥ ૬૫।
જડ એવા દેહમાંથી આત્મા ઉત્પન્ન થાય અથવા ચેતન એવા આત્મામાંથી જડ પદાર્થો ઉત્પન્ન થાય એવો અનુભવ કોઈને ક્યારે પણ થતો નથી. થયો નથી અને થશે પણ નહીં. જો જડમાંથી ચેતન ઉત્પન્ન થતો હોત તો મડદામાં પણ જીવ આવત, પથ્થરમાં પણ જીવ પ્રગટે, ઘટ-પટ પણ ચેતનવંતા બની જાય અને જો ચેતનમાંથી જડ પ્રગટતું હોત તો ચેતન આત્મામાંથી જડ પદાર્થો ઉત્પન્ન થતા દેખાવા જોઈએ આવું ક્યારે કોઈને પણ અનુભવાતું નથી. માટે આત્મા એ સ્વતંત્ર પદાર્થ છે. કદાપિ ઉત્પન્ન થયો નથી. અને નાશ પામનાર નથી. સદા ત્રિકાળ
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org