Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ માન-સત્કારાદિનો ત્યાગ, કષાયોની લઘુતા, માત્ર મોક્ષાભિલાષ, સંસારનો નિર્વેદ અને પ્રાણીમાત્રની દયા. ઇત્યાદિ ગુણોવાળી દશા આવે નહિ) ત્યાં સુધી મોક્ષમાર્ગ હાથમાં આવે નહિ. અને અંતરમાં રહેલો મોટાઈ-મોભો માન-સત્કારની લાલસા, ઇત્યાદિરૂપ રોગ મટે નહિ || ૩૯ || આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય । તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય ॥૪૦॥ જ્યારે આવી ઉત્તમ દશા આત્મામાં પ્રગટ થાય છે ત્યારે જ સદ્ગુની વાણી આત્મામાં પરિણામ પામે છે. અને સદ્ગુરુ પાસેથી સમ્યગ્ જ્ઞાનદશા મળે છે તે સુખદાયક એવી ઉત્તમ વિચારણા પ્રગટે છે ।।૪૦ના આ આત્મામાં જ્યારે જ્યારે ઉપર કહેલા ગુણોવાળી ઉત્તમદશા પ્રગટે છે ત્યારે જ સદ્ગુરુએ આપેલ ઉપદેશ આત્મામાં પરિણામ પામે છે. જેમ જેમ સદ્ગુરુની વાણી આત્મામાં પરિણામ પામતી જાય છે. અને આત્મા નવપલ્લવિત થતો જાય છે. તેમ તેમ આત્માના મોક્ષ સુખને આપનારી ઉત્તમ વિચારણાઓ આ જીવમાં પ્રગટે છે. ૪૦॥ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન । જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ II૪૧॥ જ્યારે સુવિચારદશા પ્રગટ થાય ત્યારે આ આત્માને આત્મજ્ઞાન પ્રગટ થાય છે. અને તે આત્મજ્ઞાન પ્રગટ થવાથી મોહનો ક્ષય થઈ જાય છે. અને અન્ને નિર્વાણ પદ જીવ પ્રાપ્ત કરે છે. I૪૧॥ આ આત્મામાં જેમ જેમ સુવિચારોવાળી દશા પ્રગટ થતી જાય છે. તેમ તેમ તેમાં આત્મજ્ઞાન વધતું જાય છે અને જેમ જેમ આત્મજ્ઞાન વિકસતું જાય છે. તેમ તેમ આ જીવ મોહનો ક્ષય કરવા દ્વારા પરમપદ રક For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90