________________
આ જીવમાં મોહની વાસના અનાદિની સહજ હોવાથી અહંકાર પૂજા-પ્રતિષ્ઠા-માન-સન્માન મેળવવાનો લોભ, મોટા દેખાવાની મનોવૃત્તિ એ જ આન્તરિક મહાશત્રુઓ છે. પોતાની ઈચ્છા પ્રમાણે ચાલીએ તો જંગલી હાથીની જેમ માથે અંકુશ ન હોવાથી આત્માના આ શત્રુઓની વૃદ્ધિ થાય છે. પરંતુ રોકી શકાતા નથી. જો સદ્ગુરુના ચરણકમળની સેવા લેવામાં આવે તો શુભમાં પ્રવર્તક અને અશુભથી નિવર્તક એવા સદગુરુ હોવાથી અલ્પ પ્રયાસમાત્રથી જ આ મહાન દોષો આત્મામાંથી ચાલ્યા જાય છે. ૧૮
જે સદગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન ! ગુરુ રહ્યો છઘસ્થ પણ, વિનય કરે ભગવાન ૧૯ાા
જે જે મહાત્માઓ છદ્મસ્થ એવા સદગુરુનો ધર્મોપદેશ સાંભળીને ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પામ્યા છે અને ઉપદેશ આપનાર સદગુરુજી હજુ છવાસ્થ રહ્યા તો પણ કેવળજ્ઞાન પામેલા ભગવંતો તે છબસ્થ ગુરુજીનો પણ વિનય કરવાનું ચાલુ રાખે છે. I/૧૯ો.
ગુરુ ગૌતમસ્વામી જેમને દીક્ષા આપતા હતા તે તમામ કેવળી થતા હતા. અને ગુરુજી ગૌતમસ્વામી છદ્મસ્થ જ રહ્યા હતા. શીતલાચાર્યના ચારેય ભાણેજ સાધુઓ પ્રથમ કેવળી બન્યા અને ગુરુજી તે વખતે છબસ્થ હતા. તથા પુષ્પચૂલા સાધ્વીજી કેવલી હોવા છતાં ગુરુની આહારાદિ ગોચરી લાવી આપવા વડે વિનય કરતાં હતાં, મૃગાવતી-ચંદનબાળામાં પણ આ પ્રમાણે હતું. એટલે સદગુરુનો ઉપકાર એટલો બધો છે કે તેમના ઉપદેશથી કેવળ જ્ઞાન થાય અને સદ્ગુરુને હજુ ન થયું હોય તો પણ કેવળજ્ઞાન પામેલા તે કેવલીભગવંતો ગુરુનો વિનય મુક્તા નથી. ૧૯ો.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org