________________
વૈરાગ્યવાસિત બનવું જોઈએ. અને સંસાર ઉપરથી નિર્વેદ અને મોક્ષ પ્રત્યેનો સંવેગ થવો જોઈએ. તેને બદલે પોતાની જાતને શ્રેષ્ઠ શ્રુતજ્ઞાની માની પૂજાવા લાગે). તથા પોતે માનેલા પક્ષનો જ અને વેષનો જ આગ્રહ રાખે. આ મત જ અને આ વેષ જ મુક્તિનું કારણ છે. એમ માને તે મતાર્થીનું પાંચમુ લક્ષણ જાણવું.
૨૭ાા
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું', ગ્રહ્યું વ્રત અભિમાન । ગ્રહે નહી પરમાર્થને, લેવા લૌકિક માન ॥૨૮॥
વૃતિઓનું સ્વરૂપ જાણે નહિ, ધારણ કરેલ વ્રતોનું અભિમાન કરે,લૌકિક માન-સન્માન લેવા માટે સાચા પરમાર્થને પકડે નહિ.॥૨૮॥ મનમાં ઉત્પન્ન થતી પાંચે ઇન્દ્રિયોના વિષયસુખોની લાલસા એ વૃત્તિઓ છે. તે વૃત્તિઓ આ આત્માને સંસારમાં ડુબાડે છે. ભમાવે છે. આવું ભયંકર વૃત્તિઓનું સ્વરૂપ છે તે જાણે નહીં અને બાહ્ય માત્રથી લીધેલાં વ્રતોનું અભિમાન ધારણ કરે, અને તે વ્રતો દ્વારા લોકોમાં પૂજાતો ફરે, માન-સન્માનનો જ અ થઈને વિચરે, સાચો આત્મલક્ષી જે પરમાર્થે છે તેને પિછાણે નહિ. આવું મતાર્થીનું આ છઠ્ઠું લક્ષણ જાણવું. ૨૮॥
“અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય ।
લોપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય ॥૨૯॥ અથવા સમયસારાદિ ગ્રંથો ભણી એકાન્ત નિશ્ચયનય જ ગ્રહણ કરે, અને તે પણ શબ્દોથી બોલવા પૂરતો જ, અંતરંગ સ્પર્શના તો બિલકુલ નહીં જ, આ કારણે જ સદ્ગુરુની સેવા-વિનયાદિ સર્વ્યવહારનો
૧ વૃત્તિ = પરિણતિ-આત્માના પરિણામ, પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ, ૨. સદ્વ્યવહાર = ઉત્તમ એવો વ્યવહાર, ૩.સાધનરહિત કારણો વિનાનો
૧૯
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org