________________
ખરેખર તે જ સાચો દૌર્ભાગ્યશાળી છે. ૩૨.
જે આત્માઓમાં ક્રોધ-માન-માયા-લોભાદિ કષાયો પાતળા થયા નથી. જેમનું અંતર વૈરાગ્યથી વાસિત બન્યું નથી. જેમનામાં ગુણો ગ્રહણ કરવા રૂપ સરળપણું હજું આવ્યું નથી. તથા સત્યા સત્યને યથાર્થ જાણવા વાળી પક્ષપાત વિનાની તટસ્થ દૃષ્ટિ જેમને હજુ આવી નથી. તે જીવો મતાથજાણવા. આવા જીવો મોક્ષ પ્રાપ્ત કરવામાં દૌભાગ્યવાળા મજવા.૩૨/l.
લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ' Iકડા
આત્મામાંથી આવો મતાર્થ દૂર કરવા માટે જ મતાર્થનાં આ લક્ષણો કહ્યાં છે. હવે આત્માર્થના સુખસામગ્રીના સાધનભૂત એવાં આત્માર્થીનાં લક્ષણો કહીએ છીએ. ૩૩
અત્યાર સુધી મતાથનાં લક્ષણો કહ્યાં છે. તે કહેવાનું કારણ એ છે કે આત્મામાંથી આવો મતાર્થ જાય, એટલે કે મતાર્થ દૂર કરવા માટે જ આ લક્ષણો કહ્યાં છે. હવે આત્માર્થીનાં લક્ષણો કહીએ છીએ. જે ખરેખર મોક્ષના સુખસાજનું કારણ છે. આત્માર્થીનાં લક્ષણો ગાથા ૩૪ થી ૪૨
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય ! બાકી કુળગુરુ કલ્પના, આત્માથી નહિ જોય ૩૪
જ્યાં સાચું આત્મજ્ઞાન હોય છે ત્યાં જ સાચું મુનિપણું હોય છે. અને તે જ સાચા સદગુરુ કહેવાય છે. બાકી આત્મજ્ઞાન વિનાના ગુરુમાં ગુરુપણાની કલ્પના એ ફક્ત “કુલગુરુની કલ્પના” જાણવી. જેનાથી ભવનો છેદ ન થાય તેવા ગુરુને આત્માર્થી સદ્ગુરુ તરીકે જોતો ૧ સુખસાજ = સુખસામગ્રી
- રર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org