________________
નથી. ૩૪.
જે આત્મામાં સાચુ આત્મજ્ઞાન-સંવેગ-વૈરાગ્ય વસ્યાં છે. કષાયોની અતિશય ઉપશાન્તિ છે. ભદ્રિ પ્રકૃતિ છે. વિષયભોગોનો અંતર પરિણામથી ત્યાગ છે. ત્યાં જ સાચુ મુનિપણું છે. તે જ સાચા સદ્ગુરુ છે. તેવા ગુરુથી જ ભવનો છેદ થાય છે. તેનાથી બાકીના એટલે કે ઉપરોક્ત ગુણો વિનાના ગુરુમાં ગુરુપણાની જે કલ્પના છે. તે માત્ર કુળગુરુની કલ્પના જાણવી.
ગામડાઓમાં આવા કુલગુરુને કલગર પણ કહેવામાં આવે છે. જે માત્ર કુળની વંશપરંપરાને સાચવે. આશિષ આપે. ભક્તો તેમને વંદે પૂજે. તેવી જ રીતે આચાર-અને વૈરાગ્ય વિનાના આ ગુરુ પણ માત્ર કુલગુરુ તરીકે જાણવા. તેમનાથી ભવનો વિચ્છેદ થતો નથી. તેથી આત્માર્થી આત્માઓ આવા ગુરુમાં સદ્ગુરુ તરીકે દૃષ્ટિ કરતા નથી. અર્થાત આવા આત્માઓને સદ્ગુરુ તરીકે માનતા નથી. ૩૪
પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકારી ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર ઉપા
સાક્ષાત્ સદગુરુપ્રાપ્તિનો પરમ ઉપકાર માને, તથા મન-વચન અને કાયા એમ ત્રણે યોગોની એકાગ્રતાથી ગુરુની આજ્ઞામાં વર્તે રૂપા.
સાક્ષાત્ સદ્ગુરુની પ્રાપ્તિનો શાસ્ત્રાદિની પ્રાપ્તિ કરતાં વધુ પરમ ઉપકાર માને, કારણ કે કેવળ શાસ્ત્રમાત્રથી પ્રશ્નોનું સમાધાન જે થઈ શક્યું નથી. તથા દોષોની નિવૃત્તિ જે થઈ શકતી નથી. તે સાક્ષત સદ્ગુરુના યોગથી થાય છે. કારણ કે સગુરુ જીવંત વ્યક્તિ હોવાથી શિષ્યોને શાસ્ત્રાર્થનો બોધ કેમ થાય? તે ભાવે વાણી પ્રકાશે છે. તથા ૧. ભવનો વિચ્છેદ = સંસારનો અંત ૨. એકત્વ = એકમેકતા ૩. આજ્ઞાધાર = આશા એ જ આધાર ૪. દોષોની નિવૃત્તિ = દોષોનું દૂર થવું તે
ર૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org