________________
લોપ કરી પોતે જ પૂર્ણજ્ઞાની છે એમ માની કારણો રહિત થઈને વર્તે.ર૯ો
જે આત્માઓ અંતર્દષ્ટિ વિનાના છે અને કેવળબાહ્ય વ્યવહારમાં જ અને આડંબર-દેખાવ-મોટા-માન-પાનમાં જ રાચ્યા-માગ્યા છે. એવા એકાન્ત વ્યવહારવાદીને ઉપરના શ્લોકોથી મતાર્થી કહીને ગ્રંથકારે જેમ ઠપકો આપ્યો તેમ હવે બાહ્યઉત્તમ વ્યવહારનો લોપ કરી એકાન્ત નિશ્ચયમાર્ગનો જ આશ્રય કરનારાને પણ ઠપકો આપે છે કે સમયસાર-યોગવાસિષ્ઠ આદિ નિશ્ચયનયના પ્રતિપાદક ગ્રંથો ભણી આત્મા અકર્તા-શુદ્ધમાત્ર જ છે. ઇત્યાદિ મનથી કલ્પી બોલવામાં શબ્દોથી એટલી બધી ઊંચી વાતો કે જાણે સાક્ષાત્ આ જ વીતરાગ પરમાત્મા છે તેવું પરંતુ વર્તનમાં કંઈ જ નહિ. કારણ કે જડએવું શરીર ભોગો ભોગવે તેમાં આત્માને કંઈ કર્મબંધાદિ થતા નથી. તેવું મનથી માને અને સરુનો વિનય-સેવા-ભક્તિ આદિ સવ્યવહારનો લોપ કરે. અને પોતે પૂર્ણજ્ઞાની છે એમ માની ગુરુનિશ્રા આદિ મોક્ષનાં જે અનન્ય કારણો છે તે કારણો વિનાનો થઈને વર્તે તે પોતે જ પૂર્ણ છે એમ માને. આ મતાર્થીનું સાતમું લક્ષણ જાણવું. રિલા
જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ
પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી.૩૦
જે આત્માઓ આવા એકાન્ત નિશ્ચયવાળા છે. તેઓ સાચુ જ્ઞાન પામે નહિ, પોતાના આત્મામાં મોક્ષનું અનન્ય સાધન-વૈરાગ્ય, તે વૈરાગ્યવાળી દશા પણ પામે નહી. એટલે પોતે તો સંસારમાં ડુબે પરંતુ જે બીજા આત્માઓ પણ આવાનો જો સંગ પામે તો તે પણ સંસારમાં ડુબે.
૧. ગુરુનિશ્રા = ગુરુની કૃપા, તેમને આશ્રય. ૨. અનન્ય = અજોડ
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org