________________
સમજાય.ll૧૪
રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ ! પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિનનિર્દોષ' ૧પો
જો આ આત્મા સ્વચ્છંદતાને રોકે તો અવશ્ય મોક્ષપદ પામે. અને આ પ્રમાણે જ અનંત જીવો મોક્ષપદ પામ્યા છે. એમ નિર્દોષ એવા વીતરાગભગવન્તોએ કહ્યું છે. ઉપરા
અનાદિકાળથી આ જીવ મિથ્યાત્વમોહના ઉદયથી અવળી દૃષ્ટિવાળો છે. સાચા તત્ત્વથી પરામુખ છે. છતાં હું જ સાચો, મારું જ સારું એમ માની અહંકારથી સ્વચ્છંદીપણે જ વર્તે છે. જો તે તેવા પ્રકારની સ્વચ્છંદતાને ત્યજી દે તો અવશ્ય મોક્ષપદ પામે. અને આ જ પ્રકારે અહંકાર તથા સ્વચ્છંદતાને ત્યજવા વડે જ અનંતા જીવ સિધ્ધિપદને પામ્યા છે. આવું જેમના જીવનમાંથી રાગ-દ્વેષ-મોહ-આદિ દોષો ચાલ્યા ગયા છે. એવા નિર્દોષ તીર્થંકર પરમાત્માઓએ જણાવ્યું છે. ll૧પ
પ્રત્યક્ષ ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાયા અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય ૧દા
સાક્ષાત્ સદ્ગુરુજીના સંયોગથી આત્મામાં જે સ્વચ્છંદતા છે તે તેઓની અમૃતવાણીથી રોકાઈ શકે છે. બાકી સદ્ગુરુના સંયોગના વિના બીજા-બીજા ઉપાયો કરવાથી તો તે પ્રાયઃ બમણી થાય છે. [૧૬]
આ આત્મામાં અનાદિકાળથી સ્વચ્છંદતા રૂઢ થયેલી છે. સ્વમતિકલ્પના પ્રમાણે ચાલવું તે અતિખારું છે. તેને સદ્ગુરુનો સંયોગ જ અમૃતસરખી મધુર વાણીથી રોકી શકે. બાકી સદ્ગુરુના ૧. નિર્દોષ = દોષ વિનાના
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org