________________
માટે ત્યાં સુધી આત્મવિચાર = આત્મજ્ઞાન આ આત્મામાં ઉત્પન્ન થતું નથી. [૧૧
સગુરુના ઉપદેશ વણ, સમજાય નજિનરૂપ
સમજ્યાવિણ ઉપકાર શો, સમયે જિનસ્વરૂપ ll૧૨
સદગુરુના ઉપદેશ વિના તીર્થંકર ભગવન્તોનું સાચું સ્વરૂપ સમજાય નહિ, અને તીર્થંકરભગવત્તાનું સ્વરૂપ સમજ્યા વિના તેઓનો આપણા ઉપર શો ઉપકાર છે તે કેમ સમજાય ? માટે સદ્ગુરુ પાસેથી તીર્થંકરભગવન્તોનું સ્વરૂપ, અને તે દ્વારા તેમનો ઉપકાર સમજવાથી સમજનારનો આત્મા જિનસ્વરૂપ = પરમાત્મા સ્વરૂપ બને છે. ૧૨ા
સરુનો યોગ થાય તો જ તેઓના ઉપદેશ વડે તીર્થંકરભગવન્તોનું સ્વરૂપ સમજાય છે. અને આ મહાત્મા પુરુષોએ આપણને સંસારમાંથી તારવા માટે કેવા અમોઘ ઉપદેશ અને શાસ્ત્રો પ્રકાશ્યા છે. તે સમજાય છે. જેમજેમ તે ઉપદેશ અને શાસ્ત્રો સમજાતાં જાય છે તેમ તેમ આ આત્માની પરિણતિ નિર્મળ બનતી જાય છે રાગાદિ મોહના વિકારો નાશ પામતા જાય છે અને આ આત્મા પણ જિનસ્વરૂપ (વીતરાગ પરમાત્મા) બને છે. ૧ર.
આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્રી પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્રFI૧૩
આત્મ-પૂર્વભવ-પરભવ-નિગોદ-નરકાદિના અસ્તિત્વને (હોવાપણાને) સમજાવનારાં જે જે જૈનાગમો છે તે તે શાસ્ત્રો ૧. જિનરૂપ = તીર્થંકરભગાનું સ્વરૂપ ૨. અમોઘ = બહુ કીમતી, સફળ જ થાય તેવો ૩. પરિણતિ = પરિણામ, વિચાર ૪. નિરૂપક = જણાવનાર-સમજાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org