________________
પક્ષપાત વિનાનાં યથાર્થ લક્ષણો આ પ્રમાણે કહ્યાં છે. રક્ષા
જે જે આત્માઓને સત્ય કરતાં પણ પોતાનો પક્ષ જ વધારે વહાલો છે અને પોતાના પક્ષના અતિશય આગ્રહી છે, એવા મોહાધીન જીવોને આત્માનું લક્ષ્ય કદાપિ થતું નથી. તેઓ તો માન-બહુમાન અને મોટાઈમાં જ માગતા હોય છે. આવા મતાર્થીને ઓળખવાનાં પક્ષપાત વિનાનાં સાચાં લક્ષણો આ પ્રમાણે છે. /ર૩|| મતાર્થીનાં લક્ષણો ઃ ગાથા ૨૪થી ૩૩ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય ! અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ રજા
(૧) જે વ્યક્તિમાં માત્ર બાહ્યથી જ વિષયભોગોનો ત્યાગ હોય એટલે કે અંતરંગથી જેનું મન વિષય ભોગોમાં જ ભટકતું હોય, તથા આત્મજ્ઞાન તો બિલકુલ હોય જ નહિ, એવા ગુરુને પણ જે “આ જ સત્યગુરુ છે.” એમ માને તે મતાથનું પહેલું લક્ષણ છે.
(૨) અથવા પોતાના કુળધર્મના (સંપ્રદાયના) જે ગુરુ હોય તે ગમે તેવા હીન હોય તો પણ “આ જ સત્ય ગુરુ છે” એમ માને તે મતાર્થીનું બાજું લક્ષણ છે. ર૪
જે વ્યક્તિઓ પોતપોતાના પક્ષના (પછી તે પક્ષ સાચો હોય કે જૂઠો હોય - પરંતુ મારો પક્ષ છે, માટે આ જ સાચો છે એવા આગ્રહવાળા છે તે મતાર્થીને ઓળખવા માટે શાસ્ત્રોમાં આવાં લક્ષણો કહ્યાં છે.
(૧) બાહ્યથી દેખીતી રીતે વિષય ભોગોનો ત્યાગ હોય. પરંતુ અંતરથી મન વિષયભોગોનું જ ઇચ્છુક હોય, તથા જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org