Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ સંયોગને છોડી મરજી મુજબ બીજા ઉપાયો કરવાથી તો તે સ્વચ્છંદતા નામનો દુર્ગુણ બમણો વધે છે. ઉપર અંકુશ ન હોવાથી મોહનું જોર ઘણું જ વધે છે. ૧૬ સ્વચ્છેદ મત આગ્રહ ત્યજી, વર્તે સગુરુ લક્ષા સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ /૧૭ જે આત્માઓ સ્વચ્છંદતા અને પોતપોતાના મતના કદાગ્રહોને ત્યજીને ફકત એક સદ્ગુરુના લક્ષ્યમાં વર્તે છે તે આત્માઓને સદગુરુની આજ્ઞાને અનુસરવા સ્વરૂપ સમ્યકત્વનું કારણ છે. એમ ગણી જ્ઞાની ભગવંતોએ સમ્યકત્વ ભાખ્યું છે../૧૭ જે જે આત્માઓ અનાદિકાલીન પોતાની સ્વચ્છંદતા તથા સ્વમતિકલ્પના તથા પોતપોતાના મતોનો અતિશય આગ્રહ ત્યજી દે છે, મધ્યસ્થહૃદયી બને છે અને સદગુરુ જે વાણી પ્રકાશે તેને અનુસરે છે તે જ સાચો સમ્યકત્વનો પ્રત્યક્ષ ગુણ હોવાથી તે આત્માઓમાં અવશ્ય સમ્યકત્વ છે. એમ જ્ઞાની ભગવંતો જણાવે છે. સદગુરુની આજ્ઞાને અનુસરવું અને અનાદિકાલીન સ્વછંદતા (મિથ્યાત્વોનો ત્યાગ કરવો તે જ સમ્યક્ત્વ છે. I૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય ૧૮ માન=અભિમાન, તથા પૂજા સત્કાર-સન્માન-બહુમાનનો લોભ ઇત્યાદિ આત્માના મહાશત્રુઓ છે. પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવાથી તે શત્રુઓ મરાતા નથી. (પરંતુ અનેકગણા વધે છે.) પરંતુ સગુરુના ચરણકમળમાં જતાં તેઓએ આપેલા દૃષ્ટિઉઘાડથી, અલ્પ પ્રયત્નથી ચાલ્યા જાય છે. ||૧૮૫ ૧ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90