________________
સાચું આત્મજ્ઞાન પામી શક્તા નથી. (આત્મજ્ઞાન વિના મોક્ષ થતો નથી.) ગા
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. તિહાં સમજવું તેહ । ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ ॥૮॥
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે જ બરોબર યોગ્ય છે એમ સમજે અને ત્યાં ત્યાં તે તે જ આચરે. એ જ મનુષ્ય આત્મજ્ઞાની છે. એટલે કે આત્માર્થી છે. આત્માર્થીનાં આ જ લક્ષણો છે. ૮
નિરોગી હોય ત્યારે જે દુધ પેય છે. તે જ દૂધ રોગીને અપેય બને છે. વધુ ઝાડા થયા હોય તેને જે દહીં ભક્ષ્ય છે. તે જ દહીં શરદીવાળાને અભક્ષ્ય બને છે. આ પ્રમાણે ધર્માનુષ્ઠાનો પણ જ્યાં જ્યાં જે જે ઉપકારી બને ત્યાં ત્યાં તે તે આદ૨વા યોગ્ય કહેવાય છે એમ સમજવું જોઈએ અને એમ જ આચરવાં જોઈએ. અને તો જ તે સાચો આત્માર્થી કહેવાય છે. સેવાભક્તિનો પ્રસંગ હોય ત્યારે તપનો આગ્રહ રાખે તપનો પ્રસંગ હોય ત્યારે જ્ઞાનનો આગ્રહ રાખે, અને જ્ઞાનનો પ્રસંગ હોય ત્યારે સેવાનું બહાનું કાઢે તે બરાબર ઉચિત નથી. આવા મતાર્થી, માનાર્થી. અને કદાગ્રહીને આત્માર્થી કહેવાતા નથી. I૮॥
સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ૪ । પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ શી
જે મહાત્માઓ પોતાના પક્ષને (પોતાના આગ્રહને) ત્યજી દઈને સદ્ગુરુના ચરણને સેવે છે તે જ સાચો પરમાર્થ પામે છે. ૧. પેય=પીવા જેવું. ૨. ભક્ષ્ય=ખાવા જેવું. ૩. મતાર્થી પોતાના મતનો અતિશય આગ્રહી. ૪. નિજપક્ષ પોતાનો પક્ષ ૫. નિજપદ પોતાના આત્માનું સાચું સ્થાન = આત્માર્થતા
દ
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org