________________
ધર્માનુષ્ઠાનોની ક્રિયા આવે તો તે સફળ થાય અર્થાત્ મોક્ષહેતુ બને. અને કદાચ આવું વિશિષ્ટ આત્મજ્ઞાન હજુ આવ્યું ન હોય તો પણ તેવા જ્ઞાની ગુરુની નિશ્રામાં રહીને તેવા આત્મજ્ઞાનને મેળવવા માટે વૈરાગ્યાદિ સેવાતા હોય તો પણ સફળ છે. અર્થાત્ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણ છે. દા
ત્યાગ અને વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન । અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન III
જે આત્માઓના ચિત્તમાં ત્યાગ-વૈરાગ ન હોય તેઓને આત્મજ્ઞાન થતું નથી, અને જે આત્માઓના ચિત્તમાં ત્યાગ-વૈરાગ ઉત્પન્ન થયો છે, પરંતુ તેઓ તેના વડે સંતુષ્ટ થઈ ત્યાં જ અટકી ગયા છે. તેઓ પણ આત્મજ્ઞાન ભૂલે છે. અર્થાત્ તેઓને પણ આત્મજ્ઞાન થતું નથી. (કારણ કે અપૂર્ણમાં જ પોતે પૂર્ણ બુદ્ધિ કરી છે) ॥૭॥
જે આત્માઓના ચિત્તમાં સંસારના ભોગોનો ત્યાગ વસ્યો નથી. અને એટલે જ જીવનમાં ભોગોનો ત્યાગ-તપ-સંયમ કદાપિ આવતાં નથી તેમજ ભોગો અસાર છે, તુચ્છ છે, નાશવંત છે, અન્ને પણ દુ:ખદાયી છે એવો વૈરાગ જેના ચિત્તમાં આવ્યો નથી. તેઓને સાચું આત્મજ્ઞાન થતું નથી.
તથા વળી જેઓને ત્યાગ-વૈરાગ પ્રાપ્ત થયો છે. પરંતુ તેનાથી જ અતિસંતુષ્ટ થઈ ગર્વિષ્ઠ બને છે, અને જાણે આપણે તો તરી ગયા, કૃતકૃત્ય થઈ ચૂક્યા એમ માને છે તેઓ પણ
૧. ત્યાગ – સાંસારિક સુખો છોડી દેવાં તે, ૨. વિરાગ=વૈરાગ્ય સુખ ઉપરની પ્રીતીનો ત્યાગ ૩. નિજભાન = આત્મજ્ઞાન
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org