________________
છે વસુદેવ હિંડી (પ્રિયંગુસુંદરી સંભક-વિવરણ)
પ્રસ્તાવના :
શ્રી સંઘદાસગણિ વિરચિત (વિ.સં.૭૩૨) “વસુદેવ-હિંડી' ગ્રંથ જૈન સાહિત્યની સર્વ ઉપલબ્ધ આગમોત્તર કથાગ્રંથોમાં પ્રાચીન છે. આ ગ્રંથનો પ્રથમ ખંડ પ્રાકૃત ગદ્યમાં રચાયેલો પ્રાયઃ સાડા દસ હજાર શ્લોકપ્રમાણ છે.
વસુદેવ હિંડી” એટલે વસુદેવનું પરિભ્રમણ. શ્રી કૃષ્ણના પિતા વસુદેવ પોતાની યુવાવસ્થામાં ગૃહત્યાગ કરીને ચાલી નીકળ્યા. તેમના અનેક વર્ષોના પરિભ્રમણ દરમ્યાન થયેલ ચિત્રવિચિત્ર અનુભવોનો વૃત્તાંત આ ગ્રંથમાં દર્શાવવામાં આવ્યો છે.
વસુદેવની આત્મકથારૂપ મુખ્ય કથાના વિભાગોને સંભ-લંભક નામ આપવામાં આવ્યું છે. પ્રિયંગુસુંદરી લંભક એ ૧૮મું લંભક છે. તેમાં અષ્ટાપદ તીર્થની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનું વિશિષ્ટ વર્ણન દર્શાવામાં આવ્યું છે. (પૃ. ૩૯૨ થી ૪૦૧)
- વસુદેવ હિંડી, પ્રથમ ખંડ, પ્રિયંગુસુંદરી સંભક.
સગરના પુત્રોએ અષ્ટાપદમાં ખાઈ ખોદાવી :
સાકેત નગરમાં ઇક્વાકુ વંશમાં જન્મેલા બે ભાઈઓ જિતશત્રુ અને સુમિત્ર એ રાજાઓ હતા. તેમની બન્નેની બે ભાર્યાઓ હતી-વિજયા અને વૈજયંતી, તે બન્નેએ આ પ્રમાણે ચૌદ મહાસ્વપ્નો જોયાં. તે જેમકેગજ, વૃષભ, સિંહ, લક્ષ્મી, માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પાસર, સાગર, વિમાન અને ભવન, રત્નોનો સમૂહ અને અગ્નિ, તે રાજાઓએ સ્વપ્નપાઠકોને એ સ્વપ્નો કહ્યા. તેઓએ એ સ્વપ્નો સમજાવ્યાં કે, “પુત્રોમાંથી એક તીર્થંકર થશે, બીજો ચક્રવર્તી થશે.” કાળે કરીને તે સ્ત્રીઓને પ્રસૂતિ થઈ. બાર દિવસ થતાં જિતશત્રુએ પુત્રનું નામ અજિત પાડયું, અને સુમિત્રે સગર પાડયું. અનુક્રમે ઊછરેલા તેઓ યોવનમાં આવ્યા, અને તેમને ઉત્તમ રાજકન્યાઓનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું.
અન્યદા જિતશત્રુ રાજાએ પોતાના પુત્ર અજિતને રાજ્યગાદી ઉપર બેસાડ્યો, અને ભાઈના પુત્ર સગરને યુવરાજપદે સ્થાપિત કર્યો. પછી જિતશત્રુ રાજા શ્રી ઋષભદેવના તીર્થમાં સ્થવિરોની પાસે સંયમ સ્વીકારીને સિદ્ધિમાં ગયો. પછી અજિત રાજા પણ ઘણા કાળ સુધી રાજ્યનું પાલન કર્યા પછી તે રાજ્યનો ત્યાગ કરીને તીર્થકર થયા. સગર પણ ચૌદ રત્નો અને નવ નિધિનો અધિપતિ એવો ચક્રવર્તી થયો. તે સગરના જહુનુકુમાર આદિ સાઠ હજાર પુત્રો હતા. હાર અને મુકુટને ધારણ કરનારા તેઓ સર્વે પિતાની રજા માંગી, ચક્રવર્તીનાં રત્નો અને નિધિઓને સાથે લઈને વસુધામાં વિચારવા લાગ્યા. સર્વ જનોને હિરણ્ય-સુવર્ણ આદિ સંપત્તિ આપતા અને યશ તથા કીર્તિ ઉપાર્જન કરતા તેઓ અષ્ટાપદ પર્વત આગળ પહોંચ્યા. ત્યાં સિદ્ધોને વંદન કરીને
૧. જે ઉર્વલોકમાંથી આવે છે તેની માતા વિમાન જુએ છે અને અધોલોકમાંથી આવે છે તેની માતા ભુવન જુએ છે.
Vasudev Hindi Vol. XIII Ch. 96-B, Pg. 5840-5841
-
23
-
Vasudev Hindi