________________
Shri Ashtapad Maha Tirth
છવ્વીસ્સો વર્ષ પૂર્વે ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ પોતાની વિશેષ લબ્ધિથી આ તીર્થની યાત્રા કરી હતી અને એના પર રાત્રિનિવાસ કર્યા બાદ પૂજા કરી
હતી. છે. ગુરુ ગૌતમસ્વામીએ “જગચિંતામણિ સૂત્ર'ની પ્રથમ બે ગાથાની રચના અષ્ટાપદ તીર્થ પર કરી હતી. (‘પ્રબોધ ટીકા': ભાગ ૧) “પડાવશ્યક બાલાવબોધ' ગ્રંથમાં લખ્યું છે કે તેમણે
જગચિંતામણિ સૂત્ર'ની પહેલી બે ગાથાઓની રચના સાથે તીર્થ પર ચૈત્યવંદન કર્યું હતું. ૧૧. “વસુદેવ હિંડી' ગ્રંથ (૨૧માં અધ્યયન)માં ઉલ્લેખ છે કે આ પર્વત વૈતાઢયગિરિ સાથે
સંબંધિત છે. એની ઊંચાઈ આઠ માઈલ છે અને એની ઘાટીમાં નિયડી નદી વહે છે. ૧૨. “જંબૂદ્વીપ પ્રજ્ઞમિ'માં લખ્યું છે કે અષ્ટાપદગિરિ કોશલ દેશની ઉત્તર દિશામાં આવેલો
છે. ભગવાન ઋષભદેવના નિર્વાણના સ્થળે દેવરાજ ઇન્દ્રએ ત્રણ સ્તૂપની રચના કરી હતી.
(સૂત્ર-૩૩) ૧૩. જુદા જુદા ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અષ્ટાપદ અયોધ્યાથી ૧૨.૫ યોજન ઉત્તર દિશા
તરફ આવેલો હતો અને સ્વચ્છ આકાશ હોય ત્યારે અયોધ્યાના વૃક્ષની ટોચ ઉપરથી તે
જોઈ શકાતો અને દર્શન થઈ શકતાં હતાં. ૧૪. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર (સિદ્ધસ્તવ સૂત્રોમાં અષ્ટાપદમાં જે ક્રમમાં તીર્થકરોની પ્રતિમા છે,
તે ક્રમનું વર્ણન મળે છે.- “ચત્તારિઅઠ-દસ-દોય, વંદિયા જિણવરા-ચઉવ્વીસ.' ૧૫. શ્રી પૂર્વાચાર્ય-રચિત “અષ્ટાપદ કલ્પ” (પ્રાચીન)માં આ તીર્થનું મહત્ત્વ તથા અહીં થયેલી
મંગલકારી ઘટનાઓનું વિસ્તૃત વર્ણન ઉપલબ્ધ છે. ૧૬. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યએ ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રમાં અષ્ટાપદ તીર્થનું વિગતે
વર્ણન કર્યું છે. એના દસમા અધ્યયનના પ્રારંભે ઉલ્લેખ મળે છે કે જે અષ્ટાપદ પર્વત પર પોતાની આધ્યાત્મિક શક્તિ (લબ્ધિ)થી ચઢે છે અને તીર્થ પર એક રાત્રિ વસે છે
તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. ૧૭. “અભિધાન ચિંતામણિ પ્રમાણે કૈલાસ પર્વત રજતાદ્રિ, અષ્ટાપદ, સ્ફટિકાચલ, હરાદ્રિ,
હિમાવત અને ધવલગિરિ જેવાં નામોથી ઓળખાય છે. (૪-૯૪) * અન્ય ઉલ્લેખો : ૧. પૂજ્ય સહજાનંદઘનજી પોતાના પત્રોમાં લખે છે કે ૭૨ બિંબોની ત્રણ ચોવીસીઓ અહીં
બરફમાં દટાયેલી છે. તેઓ નોંધે છે કે કેટલાંક જિન બિંબો બૌદ્ધ ભિક્ષુઓ પાસે છે. એક મંગોલિયન ભિક્ષના મત પ્રમાણે તીર્થંકર શ્રી ઋષભદેવે અષ્ટાપદગિરિ પર ધ્યાન અને
પ્રાર્થના કર્યા હતાં. આ ઉલ્લેખ કંજૂદ અને તંજૂદ પુસ્તકોમાં મળે છે. ૩. તિબેટમાં આવેલા પોતાલા મહેલ (દલાઈ લામાનો પૂર્વ નિવાસ)માં કેટલાક પ્રાચીન તાડપત્રીય
ગ્રંથ છે, જેમાં ઋષભદેવના અષ્ટાપદ કેલાસ પરના નિર્વાણનું વર્ણન મળે છે. ૪. કાંગારી કરચ્ચક (Kangari Karochak) જે ગ્રંથ તિબેટી કેલાસ પુરાણ તરીકે પ્રસિદ્ધ છે,
તે દર્શાવે છે કે કલાસ આખી સૃષ્ટિનું કેન્દ્ર છે. ૫. ગંગકારે તેશી (Gangkare Teashi) શ્વેત કેલાસ (White Kailas) નામના પુસ્તકમાં
દર્શાવે છે કે અહીં બૌદ્ધ ધર્મીઓ પૂર્વે જૈનો વસતા હતા. તેઓ ગ્યાલ ફાલ પા અને Shri Ashtapad Maha Tirth
– 108 દે