________________
Shri Ashtapad Maha Tirth
અનેક મુનિ મહારાજાનો ઘણી જ મોટી સંખ્યામાં તથા ૨૫॥ આર્ય દેશોના દેશ-પ્રદેશ અને નગરોગામો વગેરેના શ્રી શ્રાવકસંઘોના પરિવારો ઘણી જ મોટી સંખ્યામાં બૃહદ આર્યાવર્તમાં જ શ્રી વીતરાગ ધર્મની આરાધના દ્વારા આત્મહિત સાધી રહ્યા છે.
આ રીતે જ, શ્રી અષ્ટાપદજી મહાતીર્થ, શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ, શ્રી અપાપાપુરી મહાતીર્થ, શ્રી ચંપાપુરીજી મહાતીર્થ તથા અન્ય કલ્યાણક ભૂમિરૂપી મહાતીર્થો પણ બૃહદ્ આર્યાવર્તમાં જ વિદ્યમાન છે, જેમાં (શ્રી અષ્ટાપદજી તીર્થ તથા વિનીતા (અયોધ્યા નગરી) આશરે ચાર લાખ માઈલ દૂર છે. માત્ર શ્રી ગિરનાર તીર્થ આપણા આર્યપ્રદેશથી નજદીકમાં છે. આપણો આ દ્વીપસમુહ સ્વરૂપ આર્યપ્રદેશનો લગભગ બધો જ વિસ્તાર શ્રી સિદ્ધાચળ તીર્થભૂમિ વિસ્તારોમાંથી સમુદ્રનાં ખારાં પાણીના ધસારાથી છૂટી પડેલી ભૂમિ, તેના વિસ્તારનો એક વિભાગ હોય તેમ જણાય છે. શ્રી ઋષભદેવ પ્રભુનાં સમયના શ્રી શત્રુંજય તીર્થની ૫૦ યોજન વિસ્તારની તીર્થભૂમિમાંથી ચોથા આરાને અંતે ૧૨ યોજન તીર્થભૂમિ શેષ રહી. જ્યારે બાકીના છૂટા પડેલા ૩૮ યોજન વિસ્તારની ભૂમિ ઉપર જ આપણો આ આર્યપ્રદેશ માનવ વસાહતો રૂપે વિકાસ પામ્યો હોય તેમ જણાય છે. આ ભૂમિ પર શ્રી નેમિનાથ પ્રભુના શાસનકાળના સમયથી જ માનવ વસવાટ શરૂ હોય તેમ જણાય છે.
આ માનવ વસવાટમાં સહુપ્રથમ દ્રવિડ અને યાદવ પ્રજાનો વસવાટ થયો હોય તેમ જણાય છે. આરબ અને યહૂદી પ્રજા યાદવોની વંશજો છે. જ્યારે ગુર્જર તામિલ વગેરે દ્રવિડ પ્રજાના વંશજો છે. બીજી અનેક પ્રજાઓએ ત્યાર બાદ, અનુક્રમે આ ભૂમિ પર આવીને વસવાટ કર્યો છે.
શ્રી નેમિનાથ પ્રભુ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના આંતરાના કાળમાં આ પાર્વતિક ઉચ્ચ ભૂમિએ માનવ વસવાટથી સમુદ્ધ બનીને સંસ્કૃતિનો વિકાસ સાધેલો છે. બીજી આગંતુક, પ્રજા જોવા કે કુશસ્થળથી આવેલ સૂર્યવંશી પ્રજા ભારત, ચીન, જાપાન, અને ઇરાનમાં પથરાયેલી છે. પાંડવકાલીન મનાતી મય સંસ્કૃતિ પ્રશાંતના ટાપુઓથી છેક અમેરિકા સુધી પથરાયેલી છે. જ્યારે ભારતમાં વસતા યાદવો (રા ‘ગૃહરિપુ’ રા'ખેંગાર વગેરે)ના પૂર્વજોએ આફ્રિકામાંથી નીકળીને તારાતંબોળ નગરના રસ્તેથી આફ્રિકા, ઈજિપ્તમાં વસવાટ કર્યા બાદ ભારતમાં પ્રવેશ કર્યો છે. આ ઈતિહાસ ઘણો લાંબો છે. જેનું સંક્ષિપ્ત સ્વરૂપ અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
Where is Ashtapad?
B 130 ta