________________
છે શ્રી પાદલિપ્તસૂરિ છે
સાધનાના બળે સર્જાતા ચમત્કાર અને કલ્પનાના બળે રચાતી કૃતિઓનો વિરલ સંગમ જોવા મળશે આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીના જીવનમાં.
કોશલ નામના નગરમાં ધર્મમાં અગ્રેસર વિજય નામે રાજા હતો. તેને નયવિક્રમસાગર નામે મંત્રી હતો. ને કલ્લ નામે બુદ્ધિશાળી ચતુર એવો જૈન શેઠ હતો. તેને “પ્રતિમાણા” નામે શ્રેષ્ઠ સ્ત્રી હતી. પુત્ર નહિ હોવાથી પુત્રને માટે ખેદ કરતી એવી તેણી ઘણું ધન આપી ઘણા લોકોને પૂછતી હતી.
એક વખત “પ્રતિમાણા” એ વૈટયા દેવીને ભક્તિપૂર્વક તેવી રીતે આરાધી કે તે જલદી પ્રત્યક્ષ થઈ. અને બોલી કે હે પુત્રી ! તે શા માટે અહીં મને યાદ કરી ? તું પોતાનું કાર્ય મને કહે. પ્રતિભાણાએ કહ્યું કે હમણાં મારે પુત્ર જોઈએ. વૈરુટયાએ કહ્યું કે હે પુત્રી ! વિદ્યાધર નામના વંશને વિષે સર્વવિદ્યારૂપી સમુદ્રના પારગામી શ્રી કાલિકાચાર્ય છે. તે વિદ્યાધર ગચ્છમાં બીજા શ્રેષ્ઠ આચારવાલા શ્રી આર્યનાગહસ્તિ આચાર્ય છે તે હમણાં અહીં આવ્યા છે, તે આચાર્યના પગનું પાણી જો તું હમણાં પીવે તો તારું ચિંતવેલું ચિંતવન કરતાં નિશ્ચયે અધિક થશે.
તે પછી હર્ષ પામેલી એવી તે જઈને બળાત્કારે શિષ્યના હાથમાં રહેલા પાત્રમાંથી ગુરુનાં ચરણના પાણીને ઉત્તમ ભક્તિથી ભાવિત એવી તેણીએ પીધું. તે પછી ગુરુનાં ચરણોને નમીને શ્રેષ્ઠી પત્નીએ કહ્યું કે વૈરુટયાના વચનથી મારા વડે તમારા ચરણનું પાણી પિવાયું છે. ગુરુએ કહ્યું, કે મારાથી દશ હાથને આંતરે રહેલી છે ધર્મશાલિની ! તે અમારા ચરણનું પાણી પીધું છે તેથી તારો પ્રથમ પુત્ર દશ યોજનમાં રહેલો શ્રેષ્ઠ મોટો વિદ્યારૂપી સમુદ્રનો પારંગત થશે. એમાં સંશય નથી. પછી બીજા શ્રેષ્ઠ નવ પુત્રો અનુક્રમે થશે. શ્રેષ્ઠી પત્નીએ કહ્યું કે પહેલો પુત્ર તમને આપશે. ગુરુએ કહેલું પતિની આગળ તેણીએ કહ્યું હતું તે વખતે આદરથી હર્ષ પામેલા શેઠે કહ્યું કે ગુરુએ કહેલું જલદી સારું થશે.
કાલ પ્રાપ્ત થયે છતે સારા દિવસે શેઠાણીએ નાગેન્દ્રના સ્વપ્નથી શોભતાં શ્રેષ્ઠ લક્ષણથી લક્ષિત પુત્રને જન્મ આપ્યો. પિતાએ જન્મોત્સવ કરીને પુત્રનું નાગેન્દ્ર નામ આપ્યું. તે પછી તે શરીરના અવયવો વડે અને ગુણો વડે પુષ્ટિ પામ્યો. માત્ર આઠ વર્ષની વયે વિદ્યાધર ગચ્છના આચાર્ય નાગતિ પાસે દીક્ષા લઈને મુનિ નાગેન્દ્ર બન્યા. અને મહાબુદ્ધિશાળી તેને ભણવા માટે સોમમુનિની આગળ મૂક્યો. તે નાના સાધુ બાલકપણામાં પણ અર્થ ને સૂત્રની સાથે લક્ષણ-છંદ-અલંકાર અને કવિતા આદિ ઘણાં શાસ્ત્રો ભણ્યો. તે પછી તે ક્ષુલ્લક (બાલસાધુ) શ્રી કાલિકાચાર્યની પાસે વિશેષ શાસ્ત્રોને ભણતાં ગુરુના વિનયને કરે છે.
Padliptsuri Vol. VIII Ch. 53-D,
Pg. 3689-3695
Shri Padliptsuri
-
308
-