________________
Shri Ashtapad Maha Tirth
આવે એવી અપૂર્વ શિલ્પ શાસ્ત્રની શૈલી પ્રમાણે એક જૈન મંદિર બંધાવ્યું, તે પ્રથમ તીર્થંકરની નિર્વાણભૂમિ જાણવી. આ વાત જંબૂદ્વીપપત્તિ અને આવશ્યક સૂત્રની નિયુક્તિમાં પ્રગટ રીતે બતાવેલ છે. ઈચ્છાવાળાએ આ સૂત્રો જોવાં અથવા તો સાંભળવાં. એવી રીતે જળ, ચંદન, પુષ્પ અને ધૂપ એ નામની ચાર પૂજાની ઢાળોમાં પ્રભુ ઋષભદેવ ભગવાનની આચરણા એટલે ચ્યવન, જન્મ, દિક્ષા, જ્ઞાન, અને નિર્વાણ, એમ પાંચ કલ્યાણકનું વર્ણન કરી હવે પછીની ઢાળોમાં અષ્ટાપદગિરિનું વર્ણન કવિરત્ન શ્રી દીપવિજયજી મહારાજ કહેશે અને આ ચરિત્રની વાત સુર અને મનુષ્યવર્ગમાં પણ નિરંતર કહેવાશે. આવી મહાપુરુષોની કૃતિથી કવિરાજ કહે છે કે જગતમાં યશરૂપ પડહ (ઢોલ) વાગે છે. આવા જગતના જીવનરૂપ પ્રથમ તીર્થકર જયવંતા વર્તો.
| મંત્ર પૂર્વવત્ જાણવો. તે
શ્લોક છે. સકલકર્મ મહેન્ધનદાહન, વિમલભાવસુગંધસુધૂપનમ્ |
અશુભપુદ્ગલસંગવિવર્જિત, જિનપતેઃ પુરતોડસ્તિ સહર્ષિતમ્ |૧| અર્થ – સકલ કર્મરૂપી મોટાં જે ઈંધણાં તેને બાળનાર, અને અશુભ પુલના સંગનું નિવારણ કરનાર નિર્મળ ભાવરૂપી સુગંધીને આપનાર છે, એવા ધૂપનું પૂજન જિનેશ્વર ભગવાનની આગળ હર્ષસહિત
પંચમ દીપ પૂજા પ્રારંભ છે
(દોહા) પૂજા પાંચમી દીપની, કીજે મંગલ હેત .
દ્રવ્ય ભાવ દીપક થકી, ઈચ્છિત ફળ સંકેત અર્થ – પાંચમી દીપકની પૂજા દ્રવ્ય અને ભાવ એમ બે ભેદવાળી છે. આ પૂજા ઈચ્છિત ફળ (મોક્ષરૂપ) તેના સંકેતવાળી હોવાથી માંગલિક હેતુને માટે કરવી. તેના
| ઢાળ છે (કપૂર હોયે અતિ ઉજળો રે- એ દેશી) તાતનું નિર્વાણ સાંભળી રે, ભરતજી શોક કરાય છે. આવ્યો ગિરિ અષ્ટાપદે રે, પરિકર લેઈ સમુદાય રે ના પ્રભુજી દીયો દર્શન મહારાજ, ઈક્વાકુકુલની લાજ રે; પ્ર0 કાશ્યપવંશ શિરતાજ રે, મોક્ષ વગરની પાજ રે, પ્ર0
તારણતરણ જહાજ રે | પ્ર0 | એ આંકણી | વંદી ઘૂંભને પગલાં પ્રભુનાં, બેસે તેહને તીર છે વિનતિ કરે સંભારી, નયને ઝરતે નીર રે | પ્રવ કેરા શૂભ પરે પ્રાસાદ કરાવે, તિહાં નિષેધા નામ છે મંડપે ચોરાસિ ચિહું પાસે, ચૌમુખ જિનના ધામ રે | પ્રવ શા
- 345 a
- Ashtapad Tirth Pooja