________________
Shri Ashtapad Maha Tirth
Setting up Ashtapad Maha Tirth in New York is creating history. It will be a spiritual bridge between India & USA/East & West. which will globadise the Jinwani.
કલ્પનામાં પણ કલ્પી ન શકાય તેવા હૈયે વસેલા નાથની અજબ સુંદર મુર્તિ ધડનાર કલાકારની કલા કારીગીરી હૈયું હચમચાવી દે તેવી રમ્ય છે. આવી અજબ સુંદર મૂર્તિનાં દર્શન કરવાથી અનંતા પાપ કર્મોનો નાશ થઈ ગયો. એવું લાગે છે કે સાક્ષાત્ દેવાધિદેવના દર્શન થઈ રહ્યાં હોય. આ પ્રતિમાના ધડનારા કલાકારો પણ ધન્ય છે. જે ની કલાકારીગરીથી આપણે આવી પ્રતિમાજીનાં દર્શન કરી શક્યા છીએ.
ભરત મહારાજાએ શ્રી અષ્ટાપદજી પર્વત ઉપર રત્નપ્રતિમાઓ ભરાવી હતી અને જે ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કર્યું હતું. તેનો આંશિક અનુભવ હૃદયને આજે પુલકિત કરી ગયો. ભવ્યાતિભવ્ય પ્રતિમાઓના દર્શનનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું એ પ્રાપ્ત થયું એ અમારા જીવનની સાર્થકતા.
અષ્ટાપદજી પર્વત ઉપર ચક્રવર્તી ભરત મહારાજાએ ૨૪ જિન પ્રતિમાઓ મણિમય ભરાવી હતી. જે સ્તુતિ-સ્તવનમાં ઘણી વખત ગાયું છે આજે એનો સાક્ષાત્કાર થતાં જીવન કૃતકૃત્ય બન્યું એવી અદ્ભુત અનુભૂતિ
| થઈ.
હે મહાન સુશ્રાવક... તમારું સ્વપ્ન જદીમાં જલ્દી સાકાર બને અને કઈ આત્માઓનાં હૃદયમાં ધર્મનાં બીજનાં આરોપણ થાય અને જૈન શાસનથી શોભા અને જૈન શાસનનું સત્ય વિશ્વમાં ચારે દિશામાં પ્રસરે એ જ અભ્યર્થના.
ભારત આપણો આર્યદેશ છે. તેની ગૌરવગાથા અખંડિત બને તે રીતે આ મહાન તીર્થની ભાવના રાખજો.
આ ખૂબજ સુંદર પ્રતિમાઓ છે તેના દર્શનનો લાભ લેવાથી અનંતા ભવો સુધરી જાય છે. મનમાં વસી મૂર્તિ મારા દિલમાં વસી મૂર્તિ મને હટવું ના ગમે, ખસવું ના ગમે, જુદાં સવારના, જુદાં બપોરના, સાંજે દેખાવો જુદા સ્વરુપમાં, હરખે ન્યારી તારી મૂર્તિ જુદા સમયે હો પ્યાર જીનવર.
Unique collection. Wonderful presentation. Excellent art and great idea. can be forwarded for "Guiness World Record" competition.
Reflections .
$ 465
-