________________
Shri Ashtapad Maha Tirth
અજિત પ્રભુ જિન ચક્રી સગરજી, બાંધવ દોયે ગુણકર
રાજ ! આજ0 na એક જિનપતિ એક ચક્રી બિરાજે, જોડી જગત બિરાજે
રાજ આજ૦ | દીપવિજય કવિરાજ સવાઈ, જેઠની જગત વડાઈ રાજ
છે આજ૦ ૪ો. અર્થ – શ્રી ઋષભપ્રભુની પરંપરામાં મોક્ષગતિ અને અનુત્તર વિમાનમાં અસંખ્ય જીવોએ દેવનાં સુખ અને મુક્તિનાં સુખો અનુભવ્યાં છે. આવા ત્રણ ભુવનના ઠાકોર શ્રી આદીશ્વર ભગવાનના ગુણ હું ગાઉં છું, ગુણગાથાનો દિવસ પણ મારો સફળ જાણવો. શ્રી પ્રભુજીનો વંશ ગુણરૂપી રત્નોની ખાણ છે. અંસખ્ય પાટ સુધી અસંખ્ય નરપતિઓએ આત્માની દિવ્યપ્રભા ચકચકિત બનાવી છે. શ્રી ઋષભદેવ પ્રભુના વખતમાં શ્રી ભરત ચક્રવર્તી અને અજિતનાથ ભગવાનના સમયમાં સગર ચક્રવર્તી શોભતા હતા. જિતશત્રુ રાજાના પુત્ર તીર્થની આરાધનાને લઈને પુણ્યબળમાં અધિક અધિક સવાયા કહેવાયા. અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યની પ્રકૃતિઓ મેળવીને તેના તે જ ભવમાં મુક્તિપદ મેળવનારા થયા. વળી, જગતના પરમેશ્વર એવા શ્રી અજિતનાથ તીર્થંકર પ્રભુ માહ સુદિ આઠમને દિવસે જન્મ્યા. અજિતનાથ પ્રભુ અને સગર ચક્રવર્તી એક જ કુટુંબવાળા થઈ ગુણના ભંડારરૂપ બાંધવ કહેવાયા. તેમાં એક અજિતનાથ તીર્થંકર થયા અને બીજા સગર નામે ચક્રવર્તી થયા. તેમની જોડી જગતને શોભાવનારી થઈ. જગતની અંદર જેમની યશ તથા ગુણની વડાઈ સવાઈ કવિરત્ન શ્રીદીપવિજયજી મહારાજે મુક્તકંઠથી ગાઈ અને ગવરાવી. આજનો દિવસ મારે તો સફળ અને રૂડો પ્રગટ્યો ૧-૪
| મંત્ર પૂર્વવતુ જાણવો. ..
| |
શ્લોક |
ભવિકનિર્મલબોધદિવાકર, જિનગૃહે શુભઅક્ષતઢોકનમ્ |
સુગુણરાગવૃત્તિસમન્વિત, દધત નાથપુરોડક્ષતસ્વસ્તિકમ્ ૧ અર્થ – ભવિ જીવોને નિર્મલ બોધ કરવામાં સૂર્ય સમાન, વળી સુગુણનો જે રાગ તેની પ્રવૃત્તિ વડે કરીને સહિત એવું શુભ અક્ષતનું મૂકવું તે રૂપ અક્ષતનો સાથિયો જિનેશ્વર ભગવાનના મંદિરમાં પ્રભુ આગળ કરો
છે સપ્તમ ફલ પૂજા પ્રારંભ છે
(દોહા) પૂજા ફલની સાતમી, મહાફળ કારણ હેત છે
કીજે ભવિ ભાવે કરી, પુણ્ય તણા સંકેત ના અર્થ – હે ભવ્ય જીવ ! મહાફળના કારણભૂત અને પુણ્યના સંકેતરૂપ ભાવપૂર્વક સાતમી ફલપૂજા કરો ના
Ashtapad Tirth Pooja
-
350
-