Book Title: Ashtapad Maha Tirth Part 01
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 499
________________ Shri Ashtapad Maha Tirth સૂર્યોર્ક શહેરમાં ગરૉરાજ અષ્ટાપતંજીનું રજમોઢેર ! લંકાપતિ રાવણ-મંદોદરી પ્રભુ સમક્ષ નૃત્ય દરમ્યાન ભાવવિભોર થયા અને તિર્થંકરનામ કર્મ બાંધ્યું. પ્રાચીન ગ્રંથોમાંથી મળતા વર્ણનને આધારે આ અર્વાચીન, અદ્યતન સમયમાં સ્ફટિક પથ્થરમાંથી કોતરીને અષ્ટાપદ પર્વત તૈયાર કરાયો. આ રત્નમંદિરનો સ્ફટિક કુદરતી, પારદર્શક અને પ્રકાશ પસાર થાય તેવા રંગનો છે ! ન્યુયોર્કની અથાગા સ્ટ્રીટમાં આવેલા જૈન સેન્ટર ઓફ અમેરિકા (ન્યુયોર્ક)ના ભવ્ય દેરાસરમાં શ્રી અષ્ટાપદજી મહોત્સવ ઊજવાયો. ૨૦મી જૂન, રવિવારે યોજાયેલો આ પ્રતિષ્ઠા મહોત્સવ એ એક આગવો પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને એનાં બે કારણ છે. એક છે હિમાલયની ગોદમાં ક્યાંક લુપ્તા થયેલા શ્રી અષ્ટાપદ મહાતીર્થનું પાવન સ્મરણ અને એનું બીજું કારણ છે આ અષ્ટાપદ રત્નમંદિરની અત્યંત મૂલ્યવાન એવી ૨૪પ્રતિમાઓ.. હિમાલયની ગોદમાં આવેલો આ અષ્ટાપદ પર્વત આજે મળતો નથી. એ પર્વત તે જૈન ધર્મના પ્રથમ તીર્થક ૨ ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીએ અહીં પિતૃસ્મૃતિ રૂપે સિંહનિષદ્યા નામનો અસલી રત્નજડિત મહેલ બનાવ્યો હતો. આ પર્વતનું નામ અષ્ટાપદ એ માટે પડ્યું કે તેના પર જવા માટે અષ્ટ એટલે આઠ પગ કે ચરણ છે. પ્રાચીન ગ્રંથોમાં એના રજતાદ્રિ, સ્ફટિકાચલ, હરાદિ જેવાં નામો પ્રાપ્ત થાય છે. પવિત્ર કે લાસ પર્વતની પાસે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં અભૂત રત્નમંદિરનો સ્ફટિક અષ્ટાપદ માન સરોવર ન જી ક આવે લ એ પર્વત જેમાં ૨૪ તિર્થંકરોની મણી-માણેકની મૂર્તિ બિરાજમાન છે.. અષ્ટાપદતીર્થ આજે અસ્તિત્વમાં નથી. આજે જૈન સેન્ટર ઓફ અમેરિકા (ન્યુયોર્ક)ના આરાધના ભવનમાં શ્રી અષ્ટાપદ મહાતીર્થ રત્નમંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે. ક્યાં હિમાલયની ગોદમાં, ધરતીની અંદર છુપાયેલું અષ્ટાપદ અને ક્યાં અમેરિકાના ન્યુ યોર્ક શહેરની ઇથાકા સ્ટ્રીટમાં સર્જન પામેલું અષ્ટાપદ. એ પ્રાચીન અષ્ટાપદ તીર્થ કેવું હશે, તેની પ્રાર્ટીન ગ્રંથને આધારે કલ્પના કરવામાં આવી. ન્યુયોર્કના રત્નમંદિરનો સ્ફટિક કુદરતી, પારદર્શક અને પ્રકાશ પસાર થઈ શકે તેવા રંગમાં પ્રાપ્ત થયો. પરિણામે પર્વત બરફથી છવાયેલો હોય તેવો દેખાવ ઊભો કરી શકાયો. વળી જૈન સેન્ટરના સૌથી ઉપરના માળે બારીઓ અને તેમાંથી આવતા પ્રકાશને કારણે પાછળ ખુલ્લા આકાશનો અનુભવ થઈ શકે તેવી રચના થઈ. એ પછી ઉપલબ્ધ સ્થાન અનુસાર વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ વાસ્તવિક પ્રમાણમાં અષ્ટાપદ મહાતીર્થનો નકશો તૈયાર કરવામાં આવ્યો. પ્રાચીન અષ્ટાપમાં ચૌમુખી પ્રતિમાઓ હતી, પરંતુ અહીં ન્યુયોર્કમાં જગ્યાની મર્યાદાને કારણે એક દિશામાં પ્રતિમાઓ રાખવામાં આવી. પર્વતની ઊંચાઈ અને પહોળાઈનું પ્રમાણ પણ ઉપલબ્ધ સ્થાન અનુસાર કરવામાં આવ્યું. પ્રાચીન ગ્રંથોના વર્ણનને આધારે ન્યુ યોર્કના આ અષ્ટાપદ રત્નમંદિરમાં એક પછી એક ચાર હરોળમાં તીર્થકર ભગવાનોની મૂર્તિઓ ગોઠવવામાં આવી અને પર્વતમાં એને માટેના ગોખલાઓ કોતરીને એમાં મૂર્તિ મૂકવામાં આવી. ન્યુયોર્કના આ અષ્ટાપદ મહાતીર્થના સમગ્ર અષ્ટાપદપર્વતનું વજન ૧૦ ટન જેટલું થાય છે. આ અષ્ટાપદપર્વતબિલીરપથ્થરમાંથી બનેલો છે. એને જદાદાસાઠભાગથી જોડીને બનાવવામાં આવ્યો છે. તેમાં પણ અષ્ટાપદપરનાં સૂર્યકિરણો દર્શાવવા માટે લેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પર્વતના ઢોળાવનો આકાર અને એની આસપાસનું જીવંત વાતાવરણ પણ રચવામાં આવ્યું છે અને હવે એ અષ્ટાપદપર્વતનો મનોરમ શિખર પર સુંદર અને કળામય કળશ તેમ જ ધ્વજ મૂકવામાં આવશે. આ પર્વતનાવિભિન્ન આકારના ચોવીસ ગોખલા છે, જે બિલ્લોર, રોઝક્વાર્ટસ, નૈલ અકીક અને મરગજવગેરે કીમતી પથ્થરોના બનેલા છે. આમાં બે ઘણા મોટા છે. ચાર મોટા, આઠ મધ્યમ પ્રમાણના અને દસ નાના છે. એક ગોખલામાં બે સ્તંભ અને એક છત્રી છે. આગળના સ્તંભોમાં ચામરધારી પ્રભુભક્તની પ્રભાવક દશ્યાવલિ ઉપસાવવામાં આવી છે.ગોખલાઓમાં અત્યંત કમનીય રીતે અષ્ટપ્રતિહાર્યની કોતરણી છે.. ચોવીસ તીર્થકરોની ચોવીસ મૂર્તિઓની સાથે એમનાં લાંછનો (પ્રતીકો) પણ કોતરવામાં આવ્યાં છે. આમ જુદા જુદા ચોવીસ રંગના રત્નો જડેલા અમૂલ્ય ચોવીસ મૂર્તિઓ દૃષ્ટિગોચર થાય છે. આ ઉપરાંત કટેલા, સુનેલા, ધુનેલા, પાના, માણેક, મગજ અને અકીક જેવાં રત્નોથી પણ મૂર્તિઓ 'બનાવાઈ છે. રંગીન રત્નોમાં રચિ રાખનાર આટલાં બધાં વૈવિધ્યમય રત્નો જોઈને તાજુબ થઈ જાય છે. વળી આ રંગીન રત્નોમાં થયેલી મૂર્તિઓની કારીગરીમાં ભારતના જયપુરના કળાકારોનો અનેરો કસબ જોવા મળે છે. આમાં અષ્ટાપદ તીર્થને લગતી આઠ પ્રાચીન કથાઓની અલગ અલગ ત્રિઆયામી (થ્રી-ડાયમેન્શન) ધરાવતી શિલ્પાકૃતિ મળે છે, જેમાં ભગવાન ઋષભદેવનું જન્મકલ્યાણક, એમનાં પારણાં, એમનું સમોવસરણ, ચક્રવતી ભરતદેવ, અરીસાંમહેલની કથા, ગીર્તમસ્વામી દ્વારા તાપસીને ખીરનાં પારણાં, ઉપદેશ આપતા ગૌતમસ્વામી અને નાગકુમારની કથા અહીં શિલ્પમાં જીવંત કરવામાં આવી છે. - ડૉ. કુમારપાળ દેસાઈ માઠું-માર્સ-અપ પાટણ - 459 – What Newspaper Says ?

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528