________________
પાંચ રૂપ ઇંદ્ર કરે બહુ લાભ લેવા, જોઈ જોઈ ચિત્ત હરખાય છે રે ॥ જેનાં૦ ॥ ગ્રહે પ્રભુ એક રૂપ વળી રૂપે ચમર એક, રૂપે છત્રને ધરાય છે રે ॥ જેનાં૦ ॥૨॥
Shri Ashtapad Maha Tirth
રૂપ એકથી ગ્રહી વજ્રને ઉલાળે, પ્રભુને આગળ ઉજાય છે રે ।
શું કામ કરે દેવરાજ દેવ ઉપરે, સુકૃત લાભ કમાય છે રે ।
જેનાં૦ ॥
જેનાં ૫ગા
કળશા એક કોડ સાઠ લાખ સંખ્યા, તે સહુ નીરથી ભરાય છે રે જેનાં૦ ॥ અઢીશે વાર અભિષેક પ્રભુ ઉપરે, દેવનાં જીત એ જણાય છે રે ॥ જેનાં૦ ॥૪॥ બહુ ચિરંજીવ માન મરૂદેવી જાયા, ઇમ આશિષ કહાય છે રે ।
જેનાં૦ ॥ ચાર ઘડી શેષ રાત પાછલી જે વારે, મરૂદેવી માત પાસ લાય છે રે ॥ જેનાં૦ ॥ અંગૂઠડે તે અમૃત ઠવાય છે રે, જેનાં માંગલિક નામ ગવાય છે રે પા નાભિ નૃપતિ ઇંદ્ર મળી પ્રભુજીનાં, ઋષભદેવ તે ઠામ ઠવાય છે રે । જેનાં૦ ॥ રાણી સુનંદા સુમંગલાની જોડલી, સો બેટા દો બેટડી થાય છે રે ॥ જેનાં૦ ॥૬॥
-
ભાઈ બેનના સંભોગ નિવારી, યુગલા ધર્મને હરાય છે રે, જેનાં૦ ॥ બાહુબળી બ્રાહ્મી ને ભરતને સુંદરી સગપણ વિવાહ ઠરાય છે રે ॥ જેનાં ૫ગા આરા અવસર્પિણીના અનંતા, એહ રીત જીત તે લખાય છે રે । જેનાં૦ ॥ દીપવિજય કવિરાજ ધર્મ નિત્યએ, ઋષભ પ્રભુના પસાય છે રે । જેનાં૦ ॥૮॥
અર્થ ચૈત્ર મહિનાની વદી આઠમ હતી તે રાત્રિના મધ્ય સમયમાં ઋષભદેવ ભગવાનનો જન્મ થાય છે તે વખતે કોડા-કોડી દેવો મળીને પ્રભુનો અભિષેક કરવા મેરુગિરિ ઉપર આવે છે. ઇંદ્ર મહારાજા પાંચ રૂપ કરે છે. એક રૂપથી પ્રભુને ખોળામાં ગ્રહણ કરે છે. બે રૂપથી બે બાજુ ચામર ઢાળે છે. એક રૂપથી છત્ર ધારણ કરે છે. એકરૂપથી વજ્ર હાથમાં લઈને ઉછાળે છે. પછી મેરૂ પર્વત ઉપર એક ક્રોડ અને સાઠ લાખ સંખ્યાવાળા બહોળા પ્રમાણવાળા અભિષેકથી પ્રભુનો જન્મ મહોત્સવ કરે છે. આ બાબતમાં આઠ જાતિના ચોસઠ હજાર કળશ અને અઢીશે અભિષેકથી પ્રભુને સ્નાત્ર થતું હોવાથી ચોસઠ હજારને અઢીશેએ ગુણીએ તો કળશાના અભિષેકની સંખ્યા બરાબર મળી રહે છે. અઢીશે
. 337 -
Ashtapad Tirth Pooja