________________
Shri Ashtapad Maha Tirth
ઉતારી. પછી અંજલિ જોડીને શક્રસ્તવડે વંદના કરી ઋષભસ્વામી વગેરેની આ પ્રમાણે તેઓ સ્તુતિ કરવા લાગ્યાઃ
“હે ભગવંત! આ અપાર અને ઘોર એવા સંસારરૂપી સમુદ્રમાં વહાણ સમાન અને મોક્ષના કારણભૂત એવા તમે અમને પવિત્ર કરો. સ્યાદ્વાદરૂપી મહેલની પ્રતિષ્ઠામાં સૂત્રધાર (સુતાર) પણાને નય પ્રમાણથી ધારણ કરતા એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. યોજન સુધી પ્રસાર પામતી વાણીરૂપી નીકથી સર્વ જગતરૂપી બાગને તુમ કરનાર એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. તમારા દર્શનથી સામાન્ય જીવિતવાળા અમારી જેવા જીવો પાંચમા આરા પર્યત પણ જીવિતનું પરમફળ પ્રાપ્ત કરશે. ગર્ભ, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મુક્તિરૂપ પાંચ-પાંચ કલ્યાણકોથી નારકીઓને પણ સુખ આપનાર એવા તમોને અમે નમસ્કાર કરીએ છીએ. મેઘ, વાયુ, ચંદ્ર અને સૂર્યની જેમ સમદૃષ્ટિ રાખનારા એવા તમે અમને કલ્યાણને અર્થે થાઓ. આ અષ્ટાપદ પર્વત પર રહેલાં પક્ષીઓને પણ ધન્ય છે કે જેઓ પ્રતિદિવસ નિરંતરપણે તમને જુએ છે. તમારા દર્શન અને પૂજન ઘણીવાર કરવાથી અમારું જીવિત અને વૈભવ કૃતાર્થ થયેલ છે.”
એવી રીતે સ્તુતિ કરીને ફરીથી અતિને નમસ્કાર કરી તે સગરપુત્રો હર્ષ પામી પ્રાસાદમાંથી બહાર નીકળ્યા. પછી ભરતચક્રીના ભ્રાતાઓનાં પવિત્ર પગલાંઓને તેમણે વંદના કરી.
પછી કાંઈક વિચારીને જન્દુકુમારે પોતાના નાના ભાઈઓને કહ્યું – “હું ધારું છું કે આ અષ્ટાપદના જેવું બીજું કોઈ ઉત્તમ સ્થાન નથી, માટે આપણે આ ચૈત્યના જેવું બીજું ચૈત્ય અહીં કરાવીએ. અહો! ભરતચક્રીએ જો કે આ ભરતક્ષેત્ર છોડ્યું છે, તો પણ આ પર્વત કે જે ભરતક્ષેત્રમાં સારભૂત છે તેની ઉપર ચૈત્યના મિષથી કાયમ રહીને ભરતક્ષેત્રને જાણે અત્યારે પણ તેઓ ભોગવે છે.” વળી ફરી વિચાર કરીને બોલ્યો- “હે બંધુઓ ! નવું ચૈત્ય કરાવ્યા કરતાં ભવિષ્યમાં લોપ થવાના સંભવવાળા આ ચૈત્યનું આપણે રક્ષણ કરીએ તો આ ચૈત્ય આપણે જ કરાવેલું છે એમ સમજી શકાય, કારણ કે જ્યારે દુઃષમકાળ પ્રવર્તશે
ત્યારે અર્થમાં લુબ્ધ, સત્ત્વ રહિત અને કૃત્યાકૃત્યના વિચાર વિનાના પુરુષો થશે, તેથી જૂનાં ધર્મસ્થાનોનું રક્ષણ કરવું તે નવા ધર્મસ્થાન કરાવ્યાથી પણ અધિક છે.” આ પ્રમાણે સાભળીને સર્વ નાના ભાઈઓએ : રક્ષણનિમિત્તે તેની ફરતી ખાઈ કરવા સારું દંડરત્ન ગ્રહણ કર્યું. પછી જાણે તીવ્ર તેજથી સૂર્ય હોય તેવો જન્દુ પોતાના ભાઈઓ સાથે નગરની જેમ અષ્ટાપદની ચોતરફ ખાઈ કરવાને માટે દંડરત્નથી પૃથ્વી ખોદવા લાગ્યો. તેમની આજ્ઞાથી દંડરબ્બે હજાર યોજન ઊંડી ખાઈ ખોદી, એટલે ત્યાં આવેલાં નાગકુમારના મંદિરો ભાંગવા લાગ્યા. પોતાનાં ભુવનો ભાંગવાથી, સમુદ્રનું મંથન કરતાં જેમ જળજંતુઓ ક્ષોભ પામે તેમ સર્વ નાગલોક ક્ષોભ પામવા લાગ્યો. જાણે પરચક્ર આવ્યું હોય, જાણે અગ્નિ લાગ્યો હોય અથવા જાણે મહાવાત ઉત્પન્ન થયો હોય તેમ નાગકુમાર આમ તેમ ત્રાસ પામવા લાગ્યા. એવી રીતે આકુળ થયેલો નાગલોક જોઈ
જ્વલનપ્રભ નામે નાગકુમારોનો રાજા અગ્નિની જેમ ક્રોધથી બળવા લાગ્યો. પૃથ્વીને ખોદેલી જોઈને “આ શું ?” એમ સંભ્રમથી વિચારતો તે બહાર નીકળી સગરચક્રીના પુત્રોની પાસે આવ્યો. ચડતા તરંગવાળા સમુદ્રની જેમ ચડાવેલી ભૃકુટિથી તે ભયંકર લાગતો હતો, ઊંચી જ્વાળાવાળા અગ્નિની જેમ કોપથી તેના હોઠ ફરકતા હતા, તપેલા લોઢાના તોમરની શ્રેણી જેવી લાલ દૃષ્ટિ તે નાખતો હતો અને વજાગ્નિની ધમણ જેવી પોતાની નાસિકા ફુલાવતો હતો. એવા તેમ જ યમરાજની જેમ ક્રોધ પામેલા અને પ્રલયકાળના સૂર્યની જેમ સામું ન જોઈ શકાય તેવા તે નાગપતિ સગરપુત્રોને આ પ્રમાણે કહેવા લાગ્યા – “અરે ! પોતાને પરાક્રમી માનનારા અને દુર્મદ એવા તમે ભીલ લોકોને જેમ કિલ્લો મળે તેમ દંડરત્ન મળવાથી આ શું કરવા માંડ્યું
– 291 –
Sagar Chakravarti's sons