________________
Shri Ashtapad Maha Tirth
શોષણ કરવા ઈચ્છે તેમ જગતને બળવાની ઈચ્છા કરતો તે પૃથ્વીમાંથી બહાર નીકળ્યો અને વજાનળની જેમ ઊંચી જ્વાળાવાળો તે નાગરાજ નાગકુમારોની સાથે વેગથી રસાતળમાંથી નીકળીને ત્યાં આવ્યો. પછી દૃષ્ટિવિષ સર્પના રાજાએ તત્કાળ કોપાયમાન દૃષ્ટિ વડે સગરપુત્રોને જોયા, એટલે તત્કાળ ઘાસના પુળાની જેમ અગ્નિથી તે સર્વે ભસ્મરાશિ થઈ ગયા. તે વખતે લોકોમાં આકાશ અને પૃથ્વીને પૂરી દે એવો એક મોટો હાહાકાર શબ્દ થયો, કારણ કે અપરાધી માણસનો નિગ્રહ પણ લોકોને તો અનુકંપાને માટે જ થાય છે. આ પ્રમાણે નાગરાજ સગરચક્રીના સાઠ હજાર પુત્રોને મૃત્યુ પમાડી સાયંકાળે સૂર્યની જેમ નાગલોક સહિત પાછો રસાતળમાં ચાલ્યો ગયો.
-છ 293
-
- Sagar Chakravarti's sons