________________
Shri Ashtapad Maha Tirth
પર ચડીને, ખભા પર ધનુષ ભરાવીને વનપ્રદેશમાં સ્વેચ્છાપૂર્વક ભ્રમણ કરી રહ્યો હતો. મહાશિકારરૂપી ભૂત-ગ્રહથી વ્યાકુળ બનેલા તે રાજાને, અષ્ટાપદ તીર્થે જતો સાર્થ મળ્યો. તે સાર્થને વિષે વિચિત્ર વેષ ધારણ કરનાર, વિવિધ પ્રકારનાં વાહનોમાં બેઠેલા, સ્તુતિપાઠકોથી વખાણવા લાયક એવા ઘણા ભવ્ય પુરુષો હતા. દાણ (જગાત) આપનારા તે સર્વને છોડી દઇને અનીતિરૂપી નદીમાં રહેતા ગ્રાહ (જળજંતુ, હસ્તીને પણ પકડી લેનાર) સરખ તે મમ્મણ રાજાએ સાર્થની મધ્યમાં રહેલા મુનિવરને પકડી લીધા. મુનિવરને મુક્ત કરાવવાને માટે કોઈ પણ શક્તિમાન થઈ શકયું નહિ. હંમેશાં શક્તિ-પરાક્રમ સમાન બળવાળા પ્રત્યે દાખવી શકાય છે, પરન્તુ પોતાના કરતાં અત્યંત બળવાન પ્રત્યે કોણ બળ દાખવી શકે ? બળપૂર્વક તે સાર્થને તે સ્થળમાંથી બહાર કાઢી મૂકીને ક્રોધ યુક્ત દૃષ્ટિવાળા તે રાજાએ ઝેરી દૃષ્ટિથી તે મુનિને લાંબા સમય સુધી નિહાળ્યા.
પૃથ્વી પર શય્યા (સંથારો) કરવાના કારણે તે મુનિને બેડોળ અને કઠોર શરીરવાળા જોઇને “આ મુનિ બીભત્સ (ગંદા-મલિન) છે.' એમ બોલીને તેણે તે મુનિવર પ્રત્યે કૂતરાઓ છોડી મૂકયા. જેમ કુહાડા વડે વૃક્ષને છેદી નાખવામાં આવે તેમ તે રાજાએ કૂતરાઓના વજ્ર જેવા કઠોર દાંતોથી મુનિના શરીરને ફાડી નખાવવાનું શરૂ કર્યું, પરંતુ વજઋષભનારાચ સંઘયણવાળા તે મુનિએ સમતાભાવથી તેમજ ઉત્સાહપૂર્વક તે દુઃખ સહન કર્યું. શાપને બદલે ઘાયલપણાને-કોઈ પોતાને ઘાયલ કરતો હોય ત્યારે મૃત્યુને સમયે સંયમની રક્ષાને ઇચ્છતા સાધુપુરુષો લાભને જ પ્રાપ્ત કરે છે. મનુષ્યોથી વંદાયેલા મુનિવર પ્રત્યે કૂતરાઓને છોડીને મમ્મણ રાજવી પણ વૃક્ષની નજીકમાં રહેલા પોતાના તંબૂમાં બેઠો તે સમયે તેની રાણી વીરમતી પોતે ભેરી વગાડતા અનેક શખ્સોની સાથે તે સ્થળે આવી પહોંચી. રાજા ભોજન કરી રહ્યા બાદ, નીચે બેઠેલી તેમજ ખંજન નામના પક્ષીની જેવી આંખોવાળી વીરમતીએ પોતાની નજર સમક્ષ તેવા પ્રકારની અવસ્થામાં તે મુનિવરને નિહાળ્યા. તે મુનિવરને જોઈને જાણે જલ્દી પોતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય તેવી, વ્યગ્ર ચિત્તવાળી, જલ્દી ઊભી થયેલી, પવિત્ર આચરણવાળી તેણીએ કૂતરાઓને દૂર કરીને, રુધિરથી ખરડાયેલા શરીરવાળા તે મુનિવરને પડેલા કષ્ટ માટે લાંબા સમય સુધી અત્યંત શોક કર્યો. આ કઈ જાતની મનુષ્ય-મૃગયા (શિકાર) ! આ પ્રમાદને ધિક્કાર હો ! હે દેવ ! કોણ આવી દુર્બુદ્ધિવાળો હશે ? અત્યંત પવિત્ર કલ્પવૃક્ષના ટુકડા કરી નાખવામાં આવ્યા છે અને ચિંતામણિ રત્ન સમાન આ મુનિને કઠણ પત્થરો વડે ચૂર્ણ કરી નાખવામાં આવ્યા છે. જો ક્રોધે ભરાયેલા આ મુનિવરે આપને શાપ આપ્યો હોત તો આ અવસરે આપની શી સ્થિતિ થાત ? તો ચાલો, વિશ્વજનથી વંદાવા લાયક, નિષ્કલંક યશવાળા, ક્ષમાને ધારણ કરનાર આ પૂજ્ય મુનિવરને અંતઃકરણપૂર્વક પ્રણામ કરો.''
ઉપર પ્રમાણે વીરમતીથી પ્રતિબોધાયેલો હિમગિરિશૃંગનો રાજા (મમ્મણ), મુનિવર પ્રત્યે અધિક ભક્તિયુક્ત બનીને, કૂતરાના સમૂહે ભરેલા બટકાઓની પીડાને દૂર કરવાને માટે પ્રયત્નશીલ બન્યો.
ત્યારબાદ શાંત બનેલા રાજાને નમસ્કાર કરીને વીરમતીએ પોતાની લબ્ધિથી પોતાના થુંક વડે જ તે મુનિવરના શરીરને પૂર્વે જેવું હતું તેવું જ બનાવી દીધું. તે પ્રકારના આશ્ચર્યને જોઈને મનમાં વિસ્મય પામેલ મમ્મણ રાજા પોતાના કર્તવ્યથી પોતાની મૂઢતાનો શોક કરવા લાગ્યા. બાદ વિલાપ કરતા રાજાને તે નિર્મોહી મુનિવરે જણાવ્યું કે— “હે રાજન્ ! તમે ખેદ ન પામો. હું હવે પીડા રહિત બન્યો છું. મારા તરફ જુઓ. તારા જેવો રાજા મનુષ્યરૂપી વૃક્ષના ધર્મરૂપી ફૂલને જાણતો નથી તે જ હકીકત મને ખેદ ઉપજાવી રહી છે. મહાત્મા પુરુષ દ્વારા સર્વને ધર્મની પ્રાપ્તિ થાય છે, જ્યારે
a 299 a
Rani Virmati