________________
Shri Ashtapad Maha Tirth
ઉદ્યાનમાં અમૃતની નીક જેવી શિક્ષામય દેશના આપી, એટલે જાણે મોક્ષ પ્રાપ્ત થયો હોય એમ માનતી તે મહામના સાધ્વી મોટાઓની પાછળ વ્રતિનીગણ (સાધ્વીઓના સમૂહ) ની મધ્યમાં બેઠા. પ્રભુની દેશના સાંભળી તેમના ચરણકમળને નમી મહારાજા ભરતપતિ હર્ષ પામી અયોધ્યા નગરીમાં ગયા.
ત્યાં પોતાના સર્વ સ્વજનોને જોવાની ઈચ્છાવાળા મહારાજને અધિકારીઓએ જે આવ્યા તેને બતાવ્યા અને ન આવ્યા તેમને સંભારી આપ્યા પછી પોતાના ભાઈઓ જેઓ અભિષેક ઉત્સવમાં પણ આવ્યા નહોતા તેમને બોલાવવાને ભરતરાજાએ એક એક દૂત મોકલ્યો. દૂતોએ જઈ તેમને કહ્યું- “તમે રાજ્યની ઈચ્છા કરતા હો તો ભરત રાજાની સેવા કરો.' દૂતોના કહેવાથી તેઓ સર્વે વિચાર કરી બોલ્યા- “પિતાએ અમને તથા ભરતને રાજ્ય વહેંચી આપેલું છે તો ભરતની સેવા કરવાથી તે અમને અધિક શું કરશે ? શું તે કાળ આવ્યું કાળને રોકી શકશે? શું દેહને પકડનારી જરારાક્ષસીનો તે નિગ્રહ કરશે? શું પીડાકારી વ્યાધિરૂપી વ્યાધોને મારી શકશે ? અથવા શું ઉત્તરોત્તર વધતી જતી તૃષ્ણાને ચૂર્ણ કરશે? જો આવી જાતનું સેવાનું ફળ આપવાને ભરત સમર્થ ન હોય તો સર્વસામન્ય મનુષ્યપણામાં કોણ કોને સેવવા યોગ્ય છે? તેને ઘણું રાજ્ય હોવા છતાં પણ તેટલાથી અસંતોષી હોવાને લીધે પોતાના બળથી જો અમારાં રાજ્ય ગ્રહણ કરવાની ઈચ્છા કરે તો અમે પણ એક પિતાના જ પુત્રો છીએ, તેથી તે દૂતો ! અમે પિતાજીને વિદિત કર્યા સિવાય તમારો સ્વામી કે જે અમારો મોટો ભાઈ છે. તેની સાથે યુદ્ધ કરવાને ઉત્સાહ ઘરતા નથી'. એ પ્રમાણે દૂતોને કહી ઋષભદેવજીના તે ૯૮ પુત્રો અષ્ટાપદ પર્વત ઉપર સમવસરણની અંદર બિરાજેલા ઋષભસ્વામીની પાસે ગયા. ત્યાં પ્રથમ ત્રણ પ્રદક્ષિણા કરી પરમેશ્વરને તેમણે પ્રણામ કર્યા. પછી મસ્તકે અંજલિ જોડી તેઓ નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
“હે પ્રભુ ! દેવતાઓ પણ તમારા ગુણોને જાણી શકતા નથી તો તમારી સ્તુતિ કરવાને બીજું કોણ સમર્થ થાય ? તથાપિ બાળકની જેવી ચપળતાવાળા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જેઓ હંમેશાં તમને નમસ્કાર કરે છે તેઓ તપસ્વીથી પણ અધિક છે અને જેઓ તમારી સેવા કરે છે તેઓ યોગીથી પણ અધિક છે. તે વિશ્વને પ્રકાશ કરનાર સૂર્ય ! પ્રતિદિવસ નમસ્કાર કરનારા જે પુરુષના મસ્તકમાં તમારા ચરણનખનાં કિરણો આભૂષણરૂપ થાય છે તે પુરુષોને ધન્ય છે ! હે જગત્પતિ ! તમે કોઈનું કાંઈ પણ સામ વચનથી કે બળથી ગ્રહણ કરતા નથી તથાપિ તમે રૈલોકયચક્રવર્તી છો. હે સ્વામિનું ! સર્વ જળાશયોના જળમાં ચંદ્રના પ્રતિબિંબની જેમ તમે એક જ સર્વ જગતુના ચિત્તમાં રહેલા છો. હે દેવ ! તમારી સ્તુતિ કરનાર પુરુષ સર્વને સ્તુતિ કરવા યોગ્ય થાય છે, તમને પૂજનાર સર્વને પૂજવા યોગ્ય થાય છે અને તમને નમસ્કાર કરનાર સર્વને નમસ્કાર કરવા યોગ્ય થાય છે, તેથી તમારી ભક્તિ મોટા ફળવાળી કહેવાય છે. દુઃખરૂપી દાવાનળથી તપ્ત થયેલા જનોમાં તમે મેઘ સમાન છો અને મોહાંધકારથી મૂઢ થયેલા જનોને તમે દીપક સમાન છો. માર્ગમાં વૃક્ષની છાયા જેમ રાંકના, સમર્થના, મૂર્ખના અને ગુણીજનના એક સરખા ઉપકારી છો. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી ભ્રમરની પેઠે પ્રભુના ચરણ કમળમાં પોતાની દૃષ્ટિ રાખી સર્વ એકઠા થઈ વિજ્ઞપ્તિ કરવા લાગ્યા“હે સ્વામિન્! આપે અમને અને ભરતને યોગ્યતા પ્રમાણે જુદા જુદા દેશના રાજ્યો વહેંચી આપેલાં છે. અમે તો તે રાજ્યથી સંતુષ્ટ થઈને રહીએ છીએ, કારણ કે સ્વામીએ બતાવેલી મર્યાદા વિનયી લોકોને અનુલ્લંધ્ય છે; પરંતુ હે ભગવાન્ ! અમારા મોટા ભાઈ ભરત પોતાના રાજ્યથી અને હરણ કરેલા બીજાનાં રાજ્યોથી વડવાનળની જેમ હજી સંતોષ પામતા નથી. જેમ બીજા રાજાઓનાં રાજ્ય તેણે ખેંચી લીધાં, તેમ અમારાં રાજ્યોને પણ ખુંચવી લેવાને તે ઇચ્છે છે. એ ભરત રાજા અપર રાજાઓની પેઠે અમારી પાસે પણ પોતાના દૂતો મોકલી આજ્ઞા કરે છે કે તમે રાજ્યને છોડી દો અથવા મારી સેવા કરો. હે પ્રભુ ! પોતાને મોટો માનનારા ભરતના વચનમાત્રથી અમે નપુંસકની જેમ તાતે આપેલા રાજ્યને કેમ છોડી દઈએ? તેમજ અધિક
- 286 રે
Sundari & 98 Brothers