________________
ઋદ્ધિમાં ઇચ્છારહિત એવા અમે તેની સેવા પણ કેમ કરીએ ? જે અતૃપ્ત માણસ હોય તે જ માનને નાશ કરનારી પર સેવા અંગીકાર કરે છે. રાજ્ય છોડવું નહીં અને સેવા કરવી નહીં ત્યારે યુદ્ધ કરવું એ સ્વતઃસિદ્ધ થાય છે; તથાપિ આપને પૂછયા સિવાય અમે કાંઈ પણ કરવાને સમર્થ નથી.’'
Shri Ashtapad Maha Tirth
પુત્રોની આવી વિજ્ઞપ્તિ સાંભળી જેમના નિર્મળ કેવળજ્ઞાનમાં સર્વ જગત સંક્રાંત થયેલું છે એવા કૃપાળ ભગવાન્ આદીશ્વેર તેઓને આ પ્રમાણે આજ્ઞા કરી- “હે વત્સો ! પુરુષવ્રતધારી વીર પુરુષોએ તો અત્યંત દ્રોહ કરનાર વૈરીવર્ગની સાથે જ યુદ્ધ કરવું જોઈએ રાગ,દ્વેષ, મોહ અને કષાયો જીવોને સેંકડો જન્માંતરમાં પણ અનર્થ આપનારા શત્રુઓ છે. રાગ સદ્ગતિએ જવામાં લોઢાની શૃંખલા સમાન બંધનકારક છે, દ્વેષ નરકાવાસમાં નિવાસ કરવાને બળવાન માનરૂપ છે, મોહ સંસારસમુદ્રની ઘુમરીમાં નાખવાને પણ રૂપ છે અને કષાય અગ્નિની જેમ પોતાના આશ્રિત જનોનું દહન કરે છે; તે માટે અવિનાશી ઉપાયરૂપ અસ્ત્રોથી નિરંતર યુદ્ધ કરીને પુરુષોએ તે વૈરીને જીતવા અને સત્યશરણભૂત ધર્મની સેવા કરવી, જેથી શાશ્વત આનંદમય પદની પ્રાપ્તિ સુલભ થાય. આ રાજ્યલક્ષ્મી અનેક યોનિમાં પાત કરાવનારી, અતિ પીડા આપનારી, અભિમાનરૂપ ફળવાળી અને નાશવંત છે. હે પુત્રો ! પૂર્વે સ્વર્ગના સુખથી પણ તમારી તૃષ્ણા પૂરી થઈ નથી તો અંગારા કરનારી પેઠે સંબંધી ભોગથી તો તે કેમ જ પૂરી થાય ? અંગારા કરનારનો સંબંધ આ પ્રમાણે
મનુષ્ય
કોઈ અંગારા કરનાર પુરુષ જળની મસક લઈને નિર્જળ અરણ્યમાં અંગાર કરવાને માટે ગયો. ત્યાં મધ્યાહ્નના અને અંગારાના તાપથી ઉત્પન્ન થયેલી તૃષાથી તે આક્રાંત થયો તેથી સાથે લાવેલી મસકનું સર્વ જળ પી ગયો; તો પણ તેની તૃષા શાંત થઈ નહીં, એટલે તે સૂઈ ગયો. સ્વપ્નમાં જાણે તે ઘેર ગયો અને ઘરની અંદર રહેલા કલશ, ગોળા અને ગાગર વિગેરેનું સર્વ જળ પી ગયો, તથાપિ અગ્નિને તેલની પેઠે તેની તૃષા શાંત થઈ નહીં એટલે એણે વાવ, કૂવા અને સરોવરનું જળ પીને શોષણ કર્યું, તેવી જ રીતે સરિતા અને સમુદ્રનું જળપાન કરી તેનું પણ શોષણ કર્યુ. તોપણ નારકીના જીવોની તૃષાવેદનાની જેમ તેની તૃષા ત્રુટી નહીં. પછી મરુદેશમાં જઈને રજ્જાથી દર્ભનો પૂળો બાંધી જળને માટે તેમાં નાંખ્યુ આર્ત માણસ શું ન કરે ? કૂવામાં જળ બહુ ઊંડુ હતું તેથી દર્ભનો પૂળો કૂવામાંથી કાઢતાં મધ્યમાં જ જળ ઝમી ગયુઃ તોપણ ભિક્ષુક તલનું પોતું નીચોવીને ખાય તેની પેઠે તે તેને નીચોવીને પીવા લાગ્યો; પણ જે તૃષા સમુદ્રના જળથી પણ ત્રુટી નહીં તે પૂળાના નીચોવેલા જળથી કેમ તૂટે ? તે પ્રમાણે તમારી પણ સ્વર્ગના સુખથી નહીં છિન્ન થયેલી તૃષ્ણા રાજ્યલક્ષ્મીથી કેમ છેદાશે ? માટે હે વત્સો ! વિવેકી એવા તમોએ અમંદ આનંદમાં ઝરારૂપ અને મોક્ષપ્રાપ્તિનું કારણ એવું સંયમરૂપી રાજ્ય ગ્રહણ કરવું ઘટે છે.’’
આવાં સ્વામીનાં વચન સાંભળીને તે અઠ્ઠાણું પુત્રોને તત્કાળ સંવેગરંગ ઉત્પન્ન થયો અને તે જ વખતે ભગવંતની પાસે તેમણે દીક્ષા લીધી ‘અહો ! કેવું આમનું ધૈર્ય ! કેવું સત્વ અને કેવી વૈરાગ્યબુદ્ધિ!’ એમ ચિંતવન કરતા દૂતોએ આવીને તે સર્વ વૃત્તાંત ચક્રીને નિવેદન કર્યો પછી તારાઓની જ્યોતિ જેમ જ્યોતિઃ પતિ (ચંદ્ર) સ્વીકાર કરે, અગ્નિઓના તેજનો જેમ સૂર્ય સ્વીકાર કરે અને સર્વ પ્રવાહોના જળનો સમુદ્ર સ્વીકાર કરે તેમ તેમનાં રાજ્યો ચક્રવર્તીએ સ્વીકાર્યાં.
૧ પણ-પ્રતિજ્ઞા (મોહે એવી પ્રતિજ્ઞા કરી છે કે સર્વ પ્રાણીઓને સંસારરૂપ ઘુમરીમાં નાખવા.)
૨ પાડનારી. ૩. કોયલા. ૪ નદી. ૫. મારવાડના.
.4287 ..
Sundari & 98 Brothers