________________
Shri Ashtapad Maha Tirth
વિશેનાં વર્ણનોમાં દેવતાઓએ અહીં ત્રણ સ્તૂપ (દેરીઓ) કર્યા એવી નોંધ છે. જ્યારે ભરતરાજાએ શ્રી ઋષભદેવનાં સંસ્કાર-સમર્પણની ભૂમિ પર ત્રણ ગાઉ ઊંચો અને જાણે મોક્ષમંદિરની વેદિકા હોય તેવો સિંહનિષદ્યા નામે પ્રાસાદ રત્નમય પાષાણથી વાદ્ધકીરત્ન પાસે કરાવ્યો, તેવી ગાથા સાંપડે છે. આમાં જ ઉલ્લેખ મળે છે કે- “ચૈત્યની ભીંતોમાં વિચિત્ર મણિમય ગવાક્ષ (ગોખલા) રચ્યા હતા.'
વળી, અહીં એક ઉલ્લેખ એવો છે કે “ચૈત્યના નિતંબભાગ ઉપર વિચિત્ર ચેષ્ટાથી મનોહર લાગતી માણેકની પૂતળીઓ ગોઠવેલી હતી, તેથી અપ્સરાઓથી અધિષ્ઠિત મેરુ પર્વતની જેવું તે શોભતું
હતું.”
એ પછી એક વિસ્તૃત, અતિ મહત્ત્વનો ઉલ્લેખ આ પ્રમાણે છે
“ત્યાં (અષ્ટાપદ) આવનારા પુરુષો ગમનાગમન વડે એની આશાતના ન કરે એવું ધારીને લોઢાના યંત્રમય આરક્ષક પુરુષો તે ઠેકાણે ઊભા રાખ્યા. એ યંત્રમય લોઢાના પુરુષોથી જાણે મર્યલોકની બહાર તે સ્થાન રહ્યું હોય એમ મનુષ્યોને અગમ્ય થઈ પડ્યું. પછી ચક્રવર્તીએ દંડરત્ન વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા, તેથી સરળ અને ઊંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોને ન ચડી શકાય તેવો થઈ ગયો. પછી મહારાજાએ એ પર્વતની ફરતા મેખલા જેવા અને મનુષ્યોથી ઉલ્લંઘન થઈ શકે નહીં એવા એક એક યોજનને અંતરે આઠ પગથિયાં બનાવ્યાં. ત્યારથી એ પર્વતનું નામ અષ્ટાપદ પડ્યું અને લોકોમાં તે હરાઢિ “રજતાદ્રિ'. કેલાસ” અને “સ્ફટિકાચલ’ એવાં નામથી પણ ઓળખાવા લાગ્યો.” * જૈન ગ્રંથોમાં અષ્ટાપદ તીર્થ : ૧. અષ્ટાપદ તીર્થનો સર્વપ્રથમ ઉલ્લેખ “આચારાંગ નિર્યુક્તિના ૩૩રમાં શ્લોકમાં મળે છે,
જ્યારે અત્યંત પ્રાચીન જૈન ગ્રંથ “એકાદશ અંગાદિ આગમ'માં અષ્ટાપદનો મહાતીર્થ રૂપે ઉલ્લેખ મળે છે. ૨. જૈન આગમ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ની નિયુક્તિ અનુસાર કોઈ પણ ચરમ-શરીરી (આ
જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરનારા જીવ) અષ્ટાપદ તીર્થની યાત્રા કરશે, તો તે મોક્ષ પ્રાપ્ત કરશે. (અધ્યાય ૧૦, સૂત્ર ૨૯૦) અને કૈલાસનું વર્ણન સોના-ચાંદીના પર્વત તરીકે કર્યું
૩. “આવશ્યક નિર્યુક્તિમાં પણ અષ્ટાપદ તીર્થનું વર્ણન પ્રાપ્ત થાય છે. ૪. “કલ્પસૂત્ર'માં અષ્ટાપદને ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ તરીકે દર્શાવવામાં આવી છે. પ. “નિશીથ ચૂર્ણિમાં અષ્ટાપદ પર્વત પર તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનના મોક્ષગમનનું વર્ણન
છે.
૬. આચાર્ય જિનપ્રભસૂરિ કૃત “વિવિધ તીર્થકલ્પ'માં અષ્ટાપદ તીર્થના કલ્પ વિશે એક અધ્યાય
પ્રાપ્ત થાય છે. તેમાં લખ્યું છે કે ગુરુ ગૌતમસ્વામી દક્ષિણ બાજુથી સિંહનિષદ્યા પ્રાસાદમાં
પ્રવેશ્યા હતા. ૭. આચાર્ય ધર્મઘોષસૂરિ રચિત “શ્રી અષ્ટાપદ મહાતીર્થકલ્પ'માં આ તીર્થ વિશે વર્ણન મળે
છે અને તેમાં લખ્યું છે કે, સિંહનિષદ્યા પ્રાસાદને ચાર બાજુ હતી. ૮. “જ્ઞાનપ્રકાશ દીપાર્ણવે’ ગ્રંથમાં અષ્ટાપદ ગિરિની રચના વિશે સવિસ્તર નોંધ મળે છે. ૯. ભગવાન મહાવીર સ્વામીએ સ્વયં એક વાર પોતાના ઉપદેશમાં કહ્યું હતું કે જે વ્યક્તિ
અષ્ટાપદ પર્વતની યાત્રા કરીને ત્યાં આરાધના કરશે, તે આ જન્મમાં મુક્તિ પામશે. આશરે
–
107 રે
-Shri Ashtapad Maha Tirth