________________
14
॥ श्री अष्टापदकल्पः ॥
प्रस्तावना :
પૂ. ધર્મઘોષસૂરિ કૃત વિવિધતીર્થકલ્પમાં વિવિધ વિષયક કલ્પ આપવામાં આવ્યા છે જેના અષ્ટાપદકલ્પમાં અષ્ટાપદની સ્તુતિ કરવામાં આવી છે. અત્રે મૂળ શ્લોકો તથા આ. સૂશીલસૂરિ કૃત ભાષાંતર દર્શાવવામાં આવ્યું છે.
वरधर्मकीर्ति ऋषभो विद्यानन्दाश्रिताः पवित्रितवान्।
देवेन्द्रवन्दितो यः, स जयत्यष्टापदगिरीशः ॥१॥ अर्थ - श्रेष्ठ धर्म कीर्ति युक्त, सत् ज्ञान आनंद सहित तथा देवेन्द्रों से वन्दित एवं श्री ऋषभदेव भगवान् से पवित्र हुआ है, ऐसा अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (१)
શ્રેષ્ઠ ધર્મ કીર્તિ યુક્ત, સત્ જ્ઞાન આનંદ સહિત તથા દેવેન્દ્રોથી વંદિત એવા શ્રી આદિનાથ પ્રભુએ જેને પાવન કરેલ છે, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧.
यस्मिन्नष्टापदऽभूदष्टापदमुख्यदोषलक्षहरः।
अष्टापदाभ ऋषभः स जयत्यष्टापदगिरीशः॥२॥ अर्थ - जिस अष्टापद पर्वत पर द्यूत प्रमुख लाख दोषों को हरनेवाले तथा स्वर्ण-सुवर्ण सदृश कान्तिवाले श्री ऋषभदेव भगवान् ने निर्वाण (मोक्ष) प्राप्त किया है, वह श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (२)
જે અષ્ટાપદ પર્વત પર ધૂત (જુગાર) પ્રમુખ લાખો દોષોને હરનાર તથા સુવર્ણ સદશ કાંતિવાળા શ્રી ઋષભદેવ ભગવાન થયા છે, (નિર્વાણ પામ્યા છે) તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૨
ऋषभसुता नवनवतिर्बाहुबलिप्रभृतयः प्रवरयतयः।
यस्मिन्नभजन्नमृतं स जयत्यष्टापदगिरीशः।।३।। अर्थ - मुनियों में श्रेष्ठ ऐसे श्री ऋषभदेव भगवान् के बाहुबली इत्यादि ९९ पुत्रों ने जहाँ पर अक्षय सुख प्राप्त किया है, ऐसा श्री अष्टापद पर्वत जयवन्ता वर्त्तता है। (३)
મુનિઓને વિષે શ્રેષ્ઠ એવા શ્રી ઋષભદેવ પ્રભુના બાહુબલી પ્રમુખ ૯૯ પુત્રો જ્યાં અક્ષય સુખને પામ્યા છે, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૩
Pg. 084-092, 516-522
Ashtapadkalp Vol. II Ch. 10-A, Shri Ashtapadkalp
-3702