________________
Shri Ashtapad Maha Tirth
આ ચૈત્યવંદન તેના પ્રથમ શબ્દ પરથી જગચિંતામણિ તરીકે ઓળખાય છે. વળી પ્રાતઃકાળની આવશ્યક ક્રિયામાં તેને ખાસ સ્થાન મળેલું હોવાથી તે પ્રબોધ-ચૈત્યવંદન કે પ્રભાત-ચૈત્યવંદન તરીકે પણ ઓળખાય છે. - આ ચૈત્યવંદનનો પ્રારંભ ચોવીસે તીર્થકરોની સામાન્ય સ્તુતિ વડે કરવામાં આવ્યો છે, જેમાં અષ્ટાપદ અને તેના પર બંધાયેલા મંદિરો તથા તેની અંદર રહેલી મૂર્તિઓનો ઉલ્લેખ ખાસ ધ્યાન ખેંચે છે. સમસ્ત જૈન-તીર્થોમાં આ તીર્થની મહત્તા ઘણી જ છે. તેનું સ્થાન સહુથી પહેલું આવે છે, કારણ કે ત્યાં યુગાદિદેવ શ્રી ઋષભદેવ ભગવાનનું નિર્વાણ થયેલું અને ત્યાં જ ભરતખંડના પ્રથમ-ચક્રવર્તી ભરત મહારાજાએ એક માસનું અનશન કરીને સિદ્ધિ-ગતિને સાધેલી છે.*
(૬) પ્રકીર્ણક :
શ્રી તરુણપ્રભસૂરિએ વિ.સં. ૧૪૧૧ માં રચેલી પડાવશ્યક-બાલાવબોધમાં આ સૂત્રનો ઉલ્લેખ પ્રભાતમાં માંગલિક તરીકે બોલવાના નમસ્કાર તરીકે મળે છે– તંત્ર ત્રિપ્રતિમ દુગs | તડ પાછડું મ્મમૂનિહિં,
-સંપબિ-ઈત્યાદિ નમસ્કાર, શ્રીષભ-વર્ધમાનક ઇત્યાદિ સ્તવન, પ્રતિલેખનાદિક-કુલક (અઠ્ઠાવયંમિ ઉસહો ઇત્યાદિ પ્રભાત-માંગલિક ભાવના- કુલક પૃષ્ઠ ૪૮). આ નમસ્કાર, પોથી ૨, ૫ અને ૬ માં Íભૂમિદં મ્પભૂમિટિં, ન-ચિંતામળિ નહિ નહિ અને નં વિવિ નાતિત્થ એ ત્રણ ગાથાઓવાળો આપેલો છે. વિ. સં. ૧૬૭૮માં લખાયેલી પોથી ૧૧ માં આ પાઠ છ ગાથાવાળો નજરે પડે છે. વિ.સં. ૧૭૫૧માં શ્રી જિનવિજયજીએ રચેલા પડાવશ્યક-બાલાવબોધમાં સિદ્ધસ્તવની વારિ સટ્ટ ટ્રસ તોગ ગાથાના વિવરણ-પ્રસંગે જણાવ્યું છે કેઃ શ્રી ગૌતમસ્વામી જ્યારે અષ્ટાપદ-પર્વત પર વંદન કરવા ગયા. ત્યારે તેમણે આ ગાથામાં જણાવેલા ક્રમ પ્રમાણે જિનબિંબને જગચિંતામણિની બે ગાથા વડે ચૈત્યવંદન કર્યું હતું.
ચત્તાર અઠે દશ ગાથાના જુદા જુદા અર્થો : ચત્તારિઅઠદસદોયવંદિયા જિણવરાચઊવી;
પરમનિષ્ઠિઅઠા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૧ ૧) અષ્ટાપદ ઉપર વંદન
અ (દક્ષિણ દિશામાં) ચાર, (પશ્ચિમ દિશામાં) આઠ, (ઉત્તર દિશામાં) દશ, અને (પૂર્વ દિશામાં) છે. એ પ્રકારે અષ્ટાપદ ઉપર વંદન કરાયેલા અને પરમાર્થ સમાપ્ત કરીને મોક્ષમાં ગયેલા ચોવીશ તીર્થકરો મને સિદ્ધિ આપો.
અથવા - (ઉપરની મેખલામાં) ચાર, (વચ્ચેની મેખલામાં) આઠ, (નીચેની મેખલામાં) દશ અને છે. એ પ્રમાણે પણ અષ્ટાપદ ઉપર વંદન થાય છે.
કવિરાજ શ્રી પદ્મવિજયજી મહારાજ, જેઓ વિ. સં.ની ઓગણીસમી સદીના પ્રારંભમાં વિદ્યમાન હતા, તેમણે અષ્ટાપદના સ્તવનમાં જગ-ચિંતામણિ તિહાં કર્યું, મારા વહાલાજી રે એવો નિર્દેશ કરેલો છે.
* જુઓ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર
-
91
–
Prabodh Tika