________________
Shri Ashtapad Maha Tirth
અષ્ટાપદ પર્વતની ઉપર મસ્તકના મુકુટ મણિ જેવા તથા નંદીશ્વરાદિના ચૈત્યની સ્પર્ધા કરે તેવું પવિત્ર એવું તે ચૈત્ય ભરત મહારાજની આજ્ઞા થતાં તત્કાળ સર્વ કળાના જ્ઞાતા એવા વાર્ધકી રત્ને (સ્થપતિ શિલ્પીએ) વિધિ પ્રમાણે બનાવી આપ્યું.
अष्टापदस्य शिखरे मणिमाणिक्यभूषणम् । नंदीश्वरस्य चैत्यानां प्रतिस्पर्द्धिनं पावनम् ॥८ ॥ चैत्यं भरतचत्रिमात् आज्ञानुसारं कारितम् । तेन वार्द्धकी रत्नेन यथाविधि प्रमाणतः ।। ९ ।।
श्री विश्वकर्मा उवाच
ભરત ચક્રવર્તીએ દંડરત્ન વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા. તેથી સરળ અને ઊંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોને ન ચડી શકાય તેવો થઈ ગયો પછી મહારાજા એ પર્વતની ફરતી મેખલાઓ જેવા અને મનુષ્યોથી ઉલ્લંઘન થઈ શકે નહિ એવા એકેક યોજનને અંતરે આઠ પગથિયાં બનાવ્યા ત્યારથી તે પર્વતનું નામ “અષ્ટાપદ' પડ્યું.
ઉપરોક્ત અષ્ટાપદ વિષયક વર્ણન ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રના આધારે કરવામાં આવ્યું છે.
“ત્રિર્દિશતાજા પુરૂષ પર્વ” (?) સર્ગ ૬ શ્લોક ૫૬૬ થી ૬૩૬
अष्टापद स्वरूप (चालु)
चक्रिणा दंडरत्नेन शृंगाणि च छेदितानि । ऋजुस्तंभवत्स्थितत्वात् मनुजानैवारोहन्ति ।। १० ।। पर्वतमेखला इव सोपानान्यष्टौ च कृतः । योजनमेकमुच्चानि तेनाष्टापदः प्रसिद्धः ।। ११ ।। ततः प्रभृति शैलोऽसौ नाम्नाष्टापद इत्यभूत् ।
Gyanprakashdiparnav
-
अध्याय २६
-
-
चतुर्विंशतिर्जिनचैत्यं शतार्द्धं च द्वयाधिकम् । द्वयधिकसप्ततिस्तथा कार्या शतमष्टोत्तरम् ॥१ ॥
जगत्यां च तथा प्रोक्तां मंडपं च तथैव च । समोसरणमष्टापदं मया प्रोक्तं सुविस्तरैः ॥२॥
શ્રી વિશ્વકર્મા કહે છેઃ ચોવીસ જિનાયતન; બાવન જિનાયતન, બહોતેર જિનાયતન અને એકસો આઠ જિનાયતન અને તેની જગતી અને મંડપોનું પણ મેં કહ્યું છે; હવે સમવસરણ અને અષ્ટાપદનાં સ્વરૂપો વિસ્તારથી કહું છું.
नारदोवाच
विश्वकर्मा स्वयं देवो विश्वकर्मा जगत्पतिः । जिनालयं कथंदेव ! अष्टापदस्य लक्षणम् ||३||
तन्मध्ये देवतास्थान चतुर्दिक्षु जिनास्तथा ।
तद् भ्रमैर्देवतामानं पदमानं कथं प्रभो ! ॥४॥
નારદજી કહે છે હે વિશ્વકર્મા ! આપ સ્વયં વિશ્વના કર્તા જગત્પતિ દેવ છો. જિનાયતનો અને અષ્ટાપદનાં લક્ષણો મને કહો. તેની ચારે દિશામાં જિન દેવોનાં સ્થાન અને ફરતા દેવસ્થાનનાં પદના માન મને હે પ્રભો, કહો.
B5 44 ...