________________
Shri Ashtapad Maha Tirth
તે અંકિત હોય એવું લાગતું હતું. ધૂપિત કરીને તિરછી બાંધેલી લટકતી માળાઓથી તે રમણીક લાગતું હતું. પાંચ વર્ણનાં પુષ્પથી તેના તળિયા ઉપર સુંદર પગર ભર્યા હતા; યમુના નદીની જેમ કલિંદ પર્વત પ્લાવિત રહે તેમ કપૂર, અગર અને કસ્તૂરીથી બનાવેલા ધૂપના ધુમાડાથી હંમેશાં તે વ્યાસ રહેતું હતું, આગળ બે બાજુએ અને પછવાડે સુંદર ચૈત્યવૃક્ષો તથા માણિક્યની પીઠિકાઓ રચેલી હતી, તેથી જાણે આભૂષણ ધર્યા હોય તેવું જણાતું હતું, અને અષ્ટાપદ પર્વતના શિખર ઉપર જાણે મસ્તકના મુગટનું માણિક્ય ભૂષણ હોય તથા નંદીશ્વરાદિના ચૈત્યોની જાણે સ્પર્ધા કરતું હોય તેમ અતિ પવિત્રપણે તે શોભતું હતું.
તે ચૈત્યમાં ભરતરાજાએ પોતાના નવાણું ભાઈઓની દિવ્ય રત્નમય પ્રતિમા બેસાડી અને પ્રભુની સેવા કરતી એવી એક પોતાની પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરી, ભક્તિમાં અતૃપ્તિ એ પણ એક ચિહુન છે. ચૈત્યની બહાર ભગવાનનો એક સૂપ (પગલાંની દેરી) કરાવ્યો અને તેની પાસે પોતાના નવાણું ભાઈઓના પણ સ્તૂપ કરાવ્યા. ત્યાં આવનારા પુરૂષો ગમનાગમન વડે એની આશાતના ન કરે એવું ધારીને લોઢાના યંત્રમય આરક્ષક પુરુષો તે ઠેકાણે ઊભા રાખ્યા. એ યંત્રમય લોઢાના પુરુષોથી જાણે મર્યલોકની બહાર તે સ્થાન રહ્યું હોય એમ મનુષ્યોને અગમ્ય થઈ પડ્યું. પછી ચક્રવર્તીએ દંડરત્ન વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા. તેથી સરલ અને ઊંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોથી ન ચડી શકાય તેવો થઈ ગયો. પછી મહારાજાએ એ પર્વતની ફરતા મેખલા જેવા અને મનુષ્યોથી ઉલ્લંઘન થઈ શકે નહીં એવા એક એક યોજનને અંતરે આઠ પગથિયાં બનાવ્યાં. ત્યારથી એ પર્વતનું નામ પડ્યું અને લોકોમાં તે હરાદ્રિ, કૈલાસ અને સ્ફટિકાદ્રિ એવા નામથી પણ ઓળખાવા લાગ્યો.
એવી રીતે ચૈત્ય નિર્માણ કરી, તેમાં પ્રતિષ્ઠા કરી, ચંદ્ર જેમ વાદળમાં પ્રવેશ કરે તેમ શ્વેત વસ્ત્ર ધારણ કરી ચક્રવર્તીએ તેમાં પ્રવેશ કર્યો. પરિવાર સહિત પ્રદક્ષિણા કરી મહારાજાએ પ્રતિમાઓને સુગંધી જળથી સ્નાન કરાવ્યું. પછી માર્જન કર્યું, એટલે તે પ્રતિમાઓ રત્નના આદર્શની પેઠે અધિક ઉજ્જવલ થઈ. પછી ચંદ્રિકાના સમૂહ જેવા નિર્મળ, ગાઢ અને સુગંધી ગોરૂચંદનના રસથી વિલેપન કર્યું તથા વિચિત્ર રત્નોના આભૂષણ, ઉદ્દામ દિવ્યમાળાઓ અને દેવદુષ્ય વસ્ત્રોથી અર્ચન કર્યું. ઘંટા વગાડતા મહારાજાએ તેઓની પાસે ધૂપ કર્યો, જેના ધુમાડાની શ્રેણીઓથી એ ચૈત્યનો અંતભંગ જાણે નીલવલ્લીથી અંકિત હોય તેવો જણાવા લાગ્યો. ત્યાર પછી જાણે સંસારરૂપી શીતથી ભય પામેલાને માટે જ્વલંતો અગ્નિકુંડ હોય તેવી કપૂરની આરતી ઉતારી.
એવી રીતે પૂજન કરી, ઋષભ સ્વામીને નમસ્કાર કરી, શોક અને ભયથી આક્રાંત થઈ ચક્રવર્તીએ આ પ્રમાણે સ્તુતિ કરીઅષ્ટાપદના જિનપ્રાસાદની અંતર્ગત ચોવીશ જિનેશ્વરોની સ્તુતિઃ
कल्लाणपंचएहिं, नेरइयाणं पि दुक्खतवियाणं।
दिण्णसुहस्स सुहागर ! नमो तुमं तिजगदीसस्स ॥ હે જગસુખાકર ! હે ત્રિજગત્પતિ ! પાંચ કલ્યાણકથી નારકીઓને પણ સુખ આપનાર એવા આપને હું નમસ્કાર કરું છું.
सामिय ! जगहियकारग ! विहरतेणं तए इमं विस्सं ।
दिणवइणा विव निहिलं, अणुग्गहियमेत्थ तमगसियं ।। હે સ્વામિન્ ! સૂર્યની પેઠે વિશ્વનું હિત કરનારા તમે હંમેશાં વિહાર કરીને આ ચરાચર જગત ઉપર અનુગ્રહ કર્યો છે.
अज्जाणज्जजणाणं, विहरतो तुं सया समसुहाय। Trishashti Shalaka Purush
- 60 a