________________
| શ્રી શત્રુંજય માહાભ્ય છે.
પ્રસ્તાવના :
આ ગ્રંથમાં શત્રુંજયનું અલૌકિક માહાસ્ય દર્શાવવામાં આવ્યું છે. આ ગ્રંથ મૂળરૂપે સવા લાખ શ્લોક પ્રમાણ હતો. ત્યારબાદ મનુષ્યોને અલ્પ આયુષ્યવાળા જાણીને શ્રી સુધર્માસ્વામીએ તેમાંથી સંક્ષેપ કરી ચોવીસ હજાર શ્લોક પ્રમાણ કર્યું. ત્યારબાદ ધનેશ્વરસૂરિએ સરળ શૈલીમાં સમજાય તેવું સંક્ષિપ્ત શ્રી શત્રુંજય માહાભ્ય’ વલ્લભીપુરમાં રચ્યું, જેમાંથી અષ્ટાપદ વિષયક વિગતો અત્રે સંપાદિત કરવામાં આવી છે.
જે અનંત, અવ્યક્ત મૂર્તિવાળા, જગતના સર્વ ભૂત, ભવિષ્ય અને વર્તમાન, અર્થથી મુક્ત, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વ જનોથી નમસ્કાર કરાયેલા, સાધુસમૂહે સ્તુતિ કરેલા, ક્ષય નહિ પામનારા, સર્વ કર્મનો ક્ષય કર્યો છે જેમણે અને વાણીમાર્ગથી જેનું સ્વરૂપ દૂર છે, તથા જેઓ પ્રબળ પુણ્યથી પ્રાપ્ત થાય છે; એવા શ્રીમાનું આદિનાથ પ્રભુ તમારું સદા મંગલ કરો.”
હે ઇન્દ્રા હવે ભરત ચક્રવર્તી જે રીતે નિર્વાણ પદને પામે છે તે પ્રસંગનું સુંદર ચરિત્ર જે કર્ણને માટે અમૃત સમાન છે, તેને તું સાંભળ!
ત્યારબાદ તે અવસરે સોમયશા વગેરેને પૃથક્ પૃથક્ દેશની સોંપણી કરીને આશ્રિતોને વિશે સારું વાત્સલ્ય ધારણ કરનાર ભરતેશ્વરે સ્નેહથી સત્કારપૂર્વક તે બધાયને વિદાય કર્યા. અને ભોજનવસ્ત્રાદિકથી સર્વ સંઘનું સન્માન કરી ભરત રાજાએ પૃથ્વીનો ભાર પોતાની ભુજા પર ધારણ કર્યો. તે અરસામાં ભગવાન શ્રી આદિનાથ પ્રભુ વિહાર કરતાં કરતાં અષ્ટાપદ ગિરિ ઉપર સમવસર્યા. એ શુભ સમાચાર ઉદ્યાનપતિ પાસેથી સાંભળીને ભરતચક્રવર્તી પ્રભુને વંદન કરવાની ઈચ્છાથી ત્યાં અષ્ટાપદ ઉપર આવ્યા. શ્રી સર્વજ્ઞપ્રભુના મુખકમલથી દાનધર્મનો મહિમા અને તેનું મહાન ફળ સાંભળીને ચક્રવર્તીએ પ્રભુનાં ચરણોમાં વિજ્ઞપ્તિ કરી કે, “આ સંયમી મુનિઓ મારા દાનને ગ્રહણ કરે તેમ આપ ફરમાવો.” ભરતનાં તે વચનોને સાંભળીને પ્રભુ બોલ્યા કે; “નિર્દોષ રાજપિંડ પણ મુનિઓને કલ્પતો નથી! માટે તેની પ્રાર્થના કરવાથી સર્યું આ સાંભળીને ભરતે કહ્યું, “સ્વામી! આ જગતમાં મહાપાત્રરૂપ તો સંયમી મુનિવરો છે. જ્યારે તેમને મારું દાન કર્ભે નહિ, તો મારે શું કરવું?” તે અવસરે ઇન્દ્ર ભરતેશ્વરને કહ્યું, “હે રાજા! જો તમારે દાન આપવું હોય તો ગુણોથી ઉપર સાધુ ભગવંતો પછી પાત્ર તરીકે ગણાતા સાધર્મિક શ્રાવકોને તમે દાન આપો.” પ્રભુએ નહિ નિષેધ કરેલું ઈન્દ્રનું તે કથન સાંભળીને ભરત અયોધ્યામાં આવી નિત્ય સાધર્મિક શ્રાવકોને ભક્તિથી ભોજન કરાવવા લાગ્યા.
૧. પ્રભુશ્રી મહાવીર ભગવંત ઈન્દ્રને ઉદ્દેશીને પ્રથમ સર્ગથી શત્રુંજયનો મહિમા વર્ણવી રહ્યા છે, તેના અનુસંધાનમાં વર્ણન આગળ વધે છે.
Rushbhadev & Ashtapad Parvat Vol. Vi Ch. 36-G, Pg. 2447-2450
- 65 -
Shri Shatrunjay Mahatmya