________________
12
છે શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર છે
ઋષભદેવ અને અષ્ટાપદ
પ્રસ્તાવના :
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર''ના પહેલા પર્વમાંથી શ્રી ઋષભદેવના અષ્ટાપદ પર નિર્વાણ તથા અષ્ટાપદ સાથે સંકળાયેલ વિવિધ ઘટનાઓનું સંકલન કરવામાં આવ્યું છે.
વિશ્વોપકારી ભગવાન શ્રી ઋષભદેવજી ગ્રામ, ખાણ, નગર, દ્રોણમુખ, કર્બટ, પત્તન, મંડબ, આશ્રમ અને ખેડાઓથી પરિપૂર્ણ પૃથ્વીમાં વિચરતા હતા. વિહાર સમયમાં પોતાની ચારે દિશાએ સવાસો યોજન સુધી લોકોની વ્યાધિનું નિવારણ કરવાથી વર્ષાઋતુના મેઘની જેમ જગતજંતુઓને શાંતિ પમાડતા હતા; રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ મુષક, શુક વગેરે ઉપદ્રવ કરનારા જીવોની અપ્રવૃત્તિથી સર્વનું રક્ષણ કરતા હતા, અંધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણીઓનાં નૈમિત્તિક અને શાશ્વત વૈર શાંત કરવાથી સર્વને પ્રસન્ન કરતા હતા, પ્રથમ સર્વ રીતે સ્વસ્થ કરનારી વ્યવહાર પ્રવૃત્તિથી જેમ લોકસમૂહને આનંદ પમાડ્યો હતો, તેમ હાલ વિહારની પ્રવૃત્તિથી સર્વને આનંદ પમાડતા હતા, ઔષધથી અજીર્ણ અને અતિ સુધાની જેમ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના ઉપદ્રવનો નાશ કરતા હતા, અંતઃશલ્યની જેમ સ્વચક્ર અને પરચક્રનો ભય દૂર થવાથી તત્કાળ પ્રસન્ન થયેલા લોકો તેમનો આગમન ઉત્સવ કરતા હતા, અને માંત્રિક પુરુષ જેમ ભૂત રાક્ષસથી રક્ષા કરે, તેમ સંહારકારક ઘોર દુર્ભિક્ષથી સર્વની રક્ષા કરતા હતા. આવા ઉપકારથી એ મહાત્માની સર્વ લોકો સ્તુતિ કરતા હતા. જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનંત જ્યોતિ હોય તેવું અને સૂર્યમંડળને જીતનારું ભામંડળ તેઓએ ધારણ કર્યું હતું. આગળ ચાલતા ચક્રથી જેમ ચક્રવર્તી શોભે તેમ આકાશમાં આગળ ચાલતા અસાધારણ તેજવાળા ધર્મચક્રથી તેઓ શોભતા હતા; સર્વ કર્મનો જય કરવાથી ઊંચા જયસ્તંભ જેવો નાની નાની હજારો ધ્વજાઓ યુક્ત એક ધર્મધ્વજ તેઓની આગળ ચાલતો હતો; જાણે તેમનું પ્રયાણોચિત કલ્યાણ મંગળ કરતો હોય તેવો પોતાની મેળે જ નિર્ભર શબ્દ કરતો દિવ્યદુંદુભિ તેમની આગળ વાગતો હતો; જાણે પોતાનો યશ હોય તેવા આકાશમાં રહેલા પાદપીઠ સહિત સ્ફટિક રત્નના સિંહાસનથી તેઓ શોભતા હતા; દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણ કમલ ઉપર રાજહંસની જેમ લીલા સહિત તેઓ ચરણન્યાસ કરતા હતા; જાણે તેમના ભયથી રસાતલમાં પેસી જવાને ઇચ્છતા હોય તેમ નીચા મુખવાળા થયેલા તીક્ષ્ણ દંડ રૂપ કંટકથી તેમનો
અહીંથી તીર્થંકરના અતિશય સંબંધીનું વર્ણન છે. તીર્થકર વગેરે તેની ચોતરફ સવાસો યોજન સુધી ઉપદ્રવકારથી રોગની શાંતિ થાય, પરસ્પરના વેરનો નાશ થાય. ધાન્યાદિને ઉપદ્રવકારી જંતુઓ ન થાય. મરકી વિ. ન થાય. અતિવૃષ્ટિ ન થાય. દુર્ભિક્ષ, દુષ્કાળ ન પડે. સ્વચક્ર પરચક્રનો ક્ષય ન થાય. એ તથા પ્રભુના મસ્તકની પાછળ ભામંડળ રહે એ કેવળજ્ઞાનના પ્રગટ થવાથી થતા અગિયાર અતિશય મહાન અતિશય છે.
Ashtapad Maha Tirth
Vol. I Ch. 1-A,
Pg. 16-46
Trishashti Shalaka Purush
-
48 રે