________________
Shri Ashtapad Maha Tirth
રચ્યું અને તેની ઉપર જાણે ગંગાના આવૃત્તિ કરેલા ત્રણ પ્રવાહ હોય તેવા ત્રણ છત્રો બનાવ્યાં. એવી રીતે જાણે અગાઉથી જ તૈયાર હોય અને તે કોઈ ઠેકાણેથી લાવીને અહીં મૂકી દીધું હોય તેમ ક્ષણ વારમાં દેવ અને અસુરોએ મળીને ત્યાં સમવસરણ રચ્યું.
જગત્પતિએ ભવ્યજનોના હૃદયની જેમ મોક્ષદ્વાર રૂપ એ સમવસરણમાં પૂર્વદ્વારથી પ્રવેશ કર્યો. તત્કાળ જેની શાખાના પ્રાંત પલ્લવો પોતાના કર્ણના આભૂષણ રૂપ થતા હતા એવા અશોકવૃક્ષને તેમણે પ્રદક્ષિણા કરી. પછી પૂર્વદિશા તરફ આવી ‘નમસ્તીર્ઘાય’ એમ બોલી રાજહંસ જેમ કમલ ઉપર બેસે તેમ તેઓ સિંહાસન ઉપર બિરાજમાન થયા. તરત જ બાકીની ત્રણ દિશાના સિંહાસન ઉપર વ્યંતર દેવોએ ભગવંતના ત્રણ રૂપ વિકુર્યા. પછી સાધુ, સાધ્વી અને વૈમાનિક દેવતાની સ્ત્રીઓએ પૂર્વ દ્વારથી પેસી, પ્રદક્ષિણા કરી, ભક્તિપૂર્વક જિનેશ્વર અને તીર્થને નમસ્કાર કર્યો અને પ્રથમ ગઢમાં પ્રથમ ધર્મરૂપી ઉદ્યાનના વૃક્ષરૂપ સાધુઓ પૂર્વ અને દક્ષિણ દિશાના મધ્યમાં બેઠા, તેમના પૃષ્ઠ ભાગમાં વૈમાનિક દેવતાઓની સ્ત્રીઓ ઊભી રહી અને તેની પાછળ તેવી જ રીતે સાધ્વીઓનો સમૂહ ઊભો રહ્યો. ભુવનપતિ, જ્યોતિષી અને વ્યંતરોની સ્ત્રીઓ દક્ષિણદ્વારથી પ્રવેશ કરી પૂર્વ વિધિવત્ પ્રદક્ષિણા નમસ્કાર કરીને નૈઋત્ય દિશામાં બેઠી અને તે ત્રણે નિકાયના દેવો પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી તેવી જ રીતે નમી અનુક્રમે વાયવ્ય દિશામાં બેઠા. આવી રીતે પ્રભુને સમોસર્યા જાણી, પોતાનાં વિમાનોના સમૂહથી ગગનને આચ્છાદિત કરતો ઇન્દ્ર ત્યાં સત્વર આવ્યો. ઉત્તરદ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી, સ્વામીને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી ભક્તિવાન્ ઇન્દ્ર આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.
“હે ભગવાન્ ! જોકે ઉત્તમ યોગીઓથી પણ આપના ગુણો સર્વ પ્રકારે જાણવા અશક્ય છે, તો સ્તુતિ કરવાને યોગ્ય એવા તે આપના ગુણો ક્યાં અને નિત્ય પ્રમાદી એવો હું સ્તોતા ક્યાં ? તથાપિ હે નાથ ! હું યથાશક્તિ તમારા ગુણોને સ્તવીશ. હે નાથ ! પ્રમાદરૂપ નિદ્રામાં મગ્ન થયેલા મારા જેવા પુરુષોના કાર્યને માટે આપ સૂર્યની જેમ વારંવાર ગમનાગમન કરો છો. જેમ કાળે કરી પથ્થર જેવું થયેલું (ઠરી ગયેલું) ઘૃત અગ્નિથી ઓગળે છે, તેમ લાખો જન્મ વડે કરી ઉપાર્જન કરેલાં કર્મ તમારા દર્શનથી નાશ પામે છે. હે પ્રભુ ! એકાંત સુષમ કાળ (બીજા આરા)થી સુષમ દુઃખમ કાળ (ત્રીજો આરો) સારો છે કે જે સમયમાં કલ્પવૃક્ષથી પણ વિશેષ ફળને આપનારા તમે ઉત્પન્ન થયા છો. હે સર્વ ભુવનના પતિ ! જેમ રાજા ગામડા અને ભુવનોથી પોતાની નગરીને ઉત્કૃષ્ટ કરે છે, તેમ તમે આ ભુવનને ભૂષિત કરેલું છે. જે હિત પિતા, માતા, ગુરુ અને સ્વામી એ સર્વે કરી શકતાં નથી, તે હિત તમે એક છતાં પણ અનેકની જેવા થઈને કરો છો. ચંદ્રથી જેમ રાત્રી શોભે, હંસથી જેમ સરોવર શોભે અને તિલકથી જેમ મુખ શોભે તેમ તમારાથી આ ભુવન શોભે છે.' આવી રીતે યથાવિધિ ભગવાનની સ્તુતિ કરીને વિનયી ભરતરાજા પોતાને યોગ્ય સ્થાને બેઠા.
પછી ભગવાને યોજન સુધી પ્રસરતી અને સર્વ ભાષામાં સમજાય તેવી ભારતીથી વિશ્વના ઉપકારને માટે દેશના આપી. દેશના વિરામ પામ્યા પછી ભરતરાજાએ પ્રભુને નમી રોમાંચિત શરીરવાળા થઈ અંજલિ જોડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી, ‘હે નાથ ! આ ભરતખંડમાં જેમ આપ વિશ્વના હિતકારી છો તેમ બીજા કેટલા ધર્મચક્રીઓ થશે ? અને કેટલા ચક્રવર્તીઓ થશે ? હે પ્રભુ ! તેમનાં નગર, ગોત્ર, માતા-પિતાનાં નામ, આયુષ, વર્ણ, શરીરનું માન, પરસ્પર અંતર, દીક્ષાપર્યાય અને ગતિ-એ સર્વ આપ કહો.'
ભગવાને કહ્યું- ‘હે ચક્રી ! આ ભરતખંડમાં મારી પછી બીજા ત્રેવીસ અર્હતો થશે અને તારા સિવાય બીજા અગિયાર ચક્રવર્તી થશે. તેમાં વીસમા અને બાવીસમા તીર્થંકરો ગૌતમગોત્રી થશે અને બીજા કાશ્યપગોત્રી થશે તથા તે સર્વે મોક્ષગામી થશે. અયોધ્યામાં જિત્રુ રાજા અને વિજયારાણીના
.′51 સ
Trishashti Shalaka Purush