________________
Shri Ashtapad Maha Tirth
કોઈ ઠેકાણે પાકેલાં દ્રાક્ષફળ ખાઈને ઉન્મત્ત થયેલાં શુક પક્ષીઓ શબ્દ કરતાં હતાં, કોઈ ઠેકાણે આમ્રના અંકુર ખાવાથી ઉન્મત્ત થયેલી કોકિલાઓ પંચમ સ્વર કરતી હતી, કોઈ ઠેકાણે કમલતંતુના આસ્વાદથી ઉન્મત્ત થયેલા હંસો મધુર શબ્દ કરતા હતા, કોઈ ઠેકાણે સરિતાના તટમાં મદવાળાં થયેલાં ક્રૌંચ પક્ષીઓના ફ્રેંકાર શબ્દો થતા હતા, કોઈ ઠેકાણે નજીક રહેલા મેઘથી ઉમ્મદ પામેલા મયૂરોનો કેકા શબ્દ થતો હતો અને કોઈ ઠેકાણે સરોવરમાં ફરતાં સારસ પક્ષીઓના શબ્દો સંભળાતા હતા; એથી તે ગિરિ મનોહર લાગતો હતો. કોઈ ઠેકાણે રાતાં અશોકવૃક્ષોનાં પત્રોથી જાણે કસુંબી વસ્ત્રવાળો હોય, કોઈ ઠેકાણે તમાલ, તાલ અને હિતાલનાં વૃક્ષોથી જાણે શ્યામ વસ્ત્રવાળો હોય, કોઈ ઠેકાણે સુંદર પુષ્પવાળા ખાખરાના વૃક્ષોથી જાણે પીળા વસ્ત્રવાળો હોય અને કોઈ ઠેકાણે માલતી અને મલ્લિકાના સમૂહથી જાણે શ્વેત વસ્ત્રવાળો હોય એવો તે પર્વત જણાતો હતો. આઠ યોજન ઊંચો હોવાથી તે આકાશ જેટલો ઊંચો લાગતો હતો. એવા તે અષ્ટાપદ પર્વત ઉપર ગિરિના જેવા ગરિષ્ઠ જગદ્ગુરુ આરૂઢ થયા. પવનથી ખરતાં પુષ્પોથી અને નિર્ઝરણાના જળથી એ પર્વત જગત્પતિ પ્રભુને અન્નપાન આપતો હોય તેવો જણાતો હતો. પ્રભુનાં ચરણથી પવિત્ર થયેલો એ પર્વત, પ્રભુના જન્મ સ્નાત્રથી પવિત્ર થયેલા મેરુથી પોતાને ન્યૂન માનતો નહોતો. હર્ષ પામેલા કોકિલાદિકના શબ્દના મિષથી જાણે તે પર્વત જગત્પતિના ગુણ ગાતો હોય એવો જણાતો હતો.
તે પર્વત ઉપર વાયુકુમાર દેવોએ એક યોજન પ્રદેશમાંથી માર્જન કરનારા સેવકોની જેમ ક્ષણ વારમાં તૃણ કાષ્ઠાદિક દૂર કર્યું અને મેઘકુમારોએ પાણીને વહેનારા પાડાની જેવાં વાદળાં વિકુર્તીને સુગંધી જળથી તે ભૂમિ ઉપર સિંચન કર્યું. પછી ત્યાં દેવતાઓએ વિશાળ એવી સુવર્ણરત્નની શિલાઓથી દર્પણના તળની જેવું સપાટ પૃથ્વીતળ બાંધી લીધું. તેની ઉપર વ્યંતર દેવતાઓએ ઇન્દ્રધનુષનાં ખંડની જેવાં પંચવર્ણી પુષ્પોની જાનુપ્રમાણ વૃષ્ટિ કરી અને જમના નદીના તરંગની શોભાને ગ્રહણ કરનારાં વૃક્ષોના આર્દ્ર પાત્રોનાં ચારે દિશાએ તોરણો બાંધ્યાં. ચારે બાજુ સ્તંભોની ઉપર બાંધેલાં મકરાકૃતિ તોરણો સિંધુના બંને તટમાં રહેલા મગરની શોભાને અનુસરતા શોભતા હતાં. તેના મધ્યમાં જાણે ચાર દિશાઓની દેવીના રૂપાનાં દર્પણો હોય તેવાં ચાર છત્રો તથા આકાશગંગાના ચપળ તરંગોની ભ્રાંતિને આપનારા પવને તરંગિત કરેલા ધ્વજપટો શોભતાં હતાં. તે તોરણોની નીચે રચેલાં મોતીના સ્વસ્તિકો ‘સર્વ જગતનું આ મંગળ છે.' એવી ચિત્રલિપિનાં વિભ્રમને કરાવતા હતા. બાંધેલા ભૂમિતળ ઉપર વૈમાનિક દેવતાઓએ રત્નાકરની શોભાના સર્વસ્વ જેવાં રત્નમય ગઢ કર્યો અને તે ગઢ ઉપર માનુષોત્તર પર્વતની સીમા ઉપર રહેલી ચંદ્ર સૂર્યના કિરણોની માળા જેવી માણેકના કાંગરાની પંક્તિઓ રચી. પછી જ્યોતિષ દેવતાઓએ વલયાકારે કરેલું હેમાદ્રિ પર્વતનું શિખર હોય તેવો નિર્મળ સુવર્ણનો મધ્યમ ગઢ કર્યો અને તેના ઉપર રત્નમય કાંગરા કર્યા; તેમાં પ્રેક્ષકોનાં પ્રતિબિંબો પડવાથી જાણે ચિત્રવાળા હોય તેવા તે કાંગરાઓ જણાતા હતા. તે પછી ભવનપતિઓએ, કુંડલાકારે થયેલા શેષનાગના શરીરના ભ્રમને આપનારો છેલ્લો રૂપાનો ગઢ કર્યો અને તેની ઉપર ક્ષીરસાગરના તટના જળ ઉપર રહેલી ગરુડની શ્રેણી હોય તેવી સુવર્ણના કાંગરાની શ્રેણી કરી. પછી જેમ અયોધ્યા નગરીના ગઢમાં કર્યા હતા તેમ યક્ષોએ તે દરેક ગઢમાં ચાર ચાર દરવાજા કર્યા અને તે દરવાજાને માણેકનાં તોરણો કર્યાં; પોતાનાં પ્રસરતાં કિરણોથી જાણે તે તોરણો શતગુણા હોય તેવા જણાતા હતા. દરેક દ્વારે વ્યંતરોએ નેત્રની રેખામાં રહેલી કાજળની રેખાની પેઠે આચરણ કરતા ધુમાડા રૂપી ઊર્મિઓને ધારણ કરનારા ધૂપિયાઓ રાખ્યાં હતાં. મધ્યગઢની અંદર ઈશાન દિશામાં, ઘરમાં દેવાલયની જેવો પ્રભુને વિશ્રામ લેવા માટે એક દેવછંદ રચ્યો. વહાણની મધ્યમાં જેમ કૂવાસ્થંભ હોય તેવું વ્યંતરોએ તે સમવસરણના મધ્યમાં ત્રણ કોસ ઊંચું ચૈત્યવૃક્ષ રચ્યું. તે ચૈત્યવૃક્ષની નીચે પોતાનાં કિરણોથી જાણે વૃક્ષને મૂળથી જ પલ્લવિત કરતી હોય તેવી એક રત્નમય પીઠ રચી અને તે પીઠ ઉપર ચૈત્યવૃક્ષની શાખાઓના અંત પલ્લવોથી વારંવાર સાફ થતો એક રત્નછંદ રચ્યો, તેની મધ્યમાં પૂર્વ તરફ વિકસિત કમલકોશની મધ્યમાં કર્ણિકાની જેવું, પાદપીઠ સહિત એક રત્નસિંહાસન
Trishashti Shalaka Purush
350 રા
-