Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 10
________________ WANNAS gિ સ્થાપ્નાદમંજરી | જીવનઝરમર કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજનું વિશાળ જીવન ચરિત્ર આજ સુધીમાં અનેક સ્થાનેથી છે પ્રગટ થયું છે. અહીં તો તેમના જીવનની મુખ્ય મુખ્ય વિગતોને જ લેવામાં આવી છે. આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજનો જન્મ ગુજરાતમાં ધંધુકામાં, વિ. સં. ૧૧૪૫ માં કાર્તિક સુદ પૂનમે શનિવારે રાત્રિના સમયે થયો હતો. તેમના પિતાનું નામ ચાચિગ હતું. તેમની માતાનું નામ પાહિનીદેવી હતું. હું તેમના વંશજો મોઢેરા ગામમાંથી નીકળ્યા હોવાથી તેમના માતા/પિતા મોઢવંશીય વૈશ્ય ગણાતા. તેમની કુળ દેવી ચામુંડ હતી. તેમના કુલયશ ગોનસ નામના હતા. માતા પિતાએ આ બે દેવતાના આદ્ય અક્ષરોને લઈને છે તેમનું નામ ચાંગદેવ રાખ્યું. ચાંગદેવના પિતા શૈવધર્મી હતા. જયારે તેમની માતા અને મામા નેમિનાગ જૈનધર્મી હતા. એક વખત આચાર્યશ્રી દેવચંદ્રસૂરિ મહારાજ ધંધુકામાં આવ્યા. ત્યાં તેમણે ઉપાશ્રયમાં આવેલા ચાંગદેવને જોયો. તેના શુભ લક્ષણોથી પ્રભાવિત થયેલા આચાર્યશ્રીએ પાહિની પાસે ચાંગદેવની માંગણી કરી. ૬ જૈનશાસનની ભાવનાને નજર સામે રાખીને પાહિનીએ ચાંગદેવ આચાર્યશ્રીને સમર્પિત કર્યો. આ આચાર્ય ભગવંત સાથે વિહાર કરતો ચાંગદેવ ખંભાત આવ્યો. ચાંગદેવની યોગ્યતા જોઈને આચાર્યશ્રીએ વિ. સં. ૧૧૫૦ માં તેને પ્રવજયા આપી અને તેનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું. પોતાની પ્રચંડ/ સ્વાભાવિક પ્રજ્ઞાને લીધે થોડા જ વર્ષોમાં સોમચંદ્ર મુનિ વિદ્યાના દરેક ક્ષેત્રમાં પારંગત ડો બન્યા. બાળપણથી જ સુંદર સંયમ/ ઉંડો વિદ્યાભ્યાસ/ સ્વાભાવિક તેજસ્વિતા આદિ ગુણોને લીધે આચાર્ય શ્રી દેવચંદ્રસૂરિએ સંઘ સમક્ષ વિ. સં. ૧૧૯ર માં આચાર્યપદ ઉપર સ્થાપિત કર્યા. તે વખતે મુનિ સોમચંદ્ર આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ થયા. આચાર્ય થયા બાદ પોતાની માતાનો ઉપકારનો બદલો વાળવા માતાને ૬ ભાગવતી દીક્ષા આપી. સ્વગુરુદેવના હાથે પવર્તિની પદ અપાવ્યું. તેમ જ અંતિમ સમયે સુંદર આરાધના કરાવવા દ્વારા અદ્ભુત સમાધિ આપી. | સાધુ સામાચારીનું સંપૂર્ણ પાલન, દેશદેશાંતરમાં વિહર, નવ્ય સાહિત્યનું સર્જન, લહિયાઓ પાસે ગ્રંથો લખાવવા, શિષ્યોને અધ્યાપન, રાજાઓને પ્રતિબોધ કરવા, શ્રાવકોને દેશના આપવી ઇત્યાદિ અનેકવિધ પ્રવૃત્તિ જોતા લાગે છે કે તેઓશ્રીનું જીવન સાધનામય હતું, પ્રમાદાદિ દોષોનો તેમના જીવનમાં અંશત: પણ પ્રવેશ નહિ ! હોય. સંપૂર્ણ જીવન સાધનામય જીવીને અંતે સકળસંઘ સમક્ષ મિશ્રાદુક્ત આપીને ત્રણ દિવસનું અનસણ શું કરીને વિ. સં. ૧૨૨૯માં ૮૪ વર્ષની ઉંમરે કાળધર્મ પામીને ચોથા દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ થયા. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજના સમયમાં તેમના સમનામી બીજા બે આચાર્યો થઈ હું ગયા. એક તો મલધારગચ્છીય શ્રી અભયદેવસૂરિના શિષ્ય મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ તથા બીજા શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજ. આચાર્યશ્રી રામચંદ્રસૂરિ મહારાજ, આચાર્યશ્રી મહેન્દ્રસૂરિ મહારાજ, શ્રી ગુણચન્દ્રગણિ, શ્રી વર્ધમાનગણિ, આ ન શ્રી ઉદયસાગરગણિ, શ્રી દેવચન્દ્રમુનિ, શ્રી ઉદયચન્દ્રમુનિ, શ્રી યશશ્ચન્દ્રમુનિ આદિ વિદ્વાન્ શિષ્યવર્ગના તેમજ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ મહારાજા, ઉદાયનમંત્રી, આંબડ, શ્રીપાળકવિ, આદિ પંડિત વર્ગના કલિકાલ છે સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ પરમગુરુ હતા. હું પોતાના જીવન દરમિયાન આચાર્યશ્રીએ વ્યાકરણ/ કોશ/સાહિત્યઅલંધર, છન્દ/ દર્શન/ ઈતિહાસ અવલોકન • wwwwwwwwww venninnnnnn

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 376