Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 9
________________ * સ્થાçદમંજરી (૬) અર્વનામસમુચ્ચય કહેવાય છે કે આ ગ્રન્થ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ રચિત છે. તેમાં અરિહંતના ૧૦૦૦ નામો આપેલ છે. 6 તેથી આ ગ્રન્થ અન્નામસહસ્રસમુચ્ચય પણ કહેવાય છે. જો કે આ ગ્રન્થના આદિ/ અંત ભાગમાં ક્યાંય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ ત ોય તેમ જણાતું નથી. પરંતુ પ્રાચીનકાળથી આ ગ્રન્થની તેમના નામે પ્રસિદ્ધિ છે રહી છે. આના દશ પ્રકાશ છે. દરેક પ્રકાશમાં સો સો નામ છે. કુલ ૧૧૭ અનુષ્ણુભ શ્લોકાત્મક આ ગ્રન્થ છે. પિતા પ્રથમ ત્રણ સ્તોત્રમાં પરમાત્માની સ્તુતિ સાથે દાર્શનિક વિચારણા પણ ભરેલી છે તેથી આ ત્રણ સ્તોત્રો સ્તુતિ અને તર્ક ઉભયવિષયક છે. અન્ય ત્રણ સ્તોત્રમાં પરમાત્માની સ્તવના છે. તર્ક સાહિત્ય (૭) પ્રમાણમીમાંસા-પત્તવૃત્તિ આ મૂળ ગ્રંથ સૂત્રાત્મક છે. આના ઉપર આચાર્યશ્રીએ સ્વપજ્ઞ વૃત્તિ રચી છે. પ્રથમ અધ્યાયના બે આહ્નિક તથા દ્વિતીય અધ્યાયના દોઢ આહ્િનક જેટલું વર્તમાનમાં મળે છે. જે લગભગ ૨૫૦૦ શ્લોક પ્રમાણ હશે. આમાં પ્રમાણાદિનું સુંદર વર્ણન છે. ૮) વેદાંકુશ ૧૦૦૦ શ્લોક પ્રમાણ આ ગ્રંથનું બીજુ નામ દ્વિજવદનચપેટા છે. આ ગ્રંથના નામ પરથી લાગે છે કે આમાં વેદમાં આવતા વિષયોનું ખંડન હશે. (૯) તર્ક વર્તમાનમાં અપ્રાપ્ય આગ્રન્થની રચના આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કરી હતી તેનીચેનાબે પ્રમાણથી જણાય છે. (૧) અભિધાનચિંતામણિ નામમાલા-કાંડ ૬-શ્લોક-૧૩૬૯ની ટીકામાં મન શબ્દના પર્યાયમાંથી મનસ શબ્દની વ્યુત્પત્તિમાં નીચે મુજબ જણાવ્યું છે. मन्यते जानात्यर्थान् मनः, यदवोचामः तर्के 'सर्वार्थग्रहणं मन,' इति 'अस्' (उणा ९५२) इत्यस् । (૨) આચાર્યશ્રી સોમપ્રભસૂરિ મહારાજ પોતાના શતાર્થ કાવ્ય નામના ગ્રન્થમાં હેમચન્દ્રસૂરિ મહારાજની સાહિત્યના ક્ષેત્રમાં સર્વાગીણ પ્રતિભાનું વર્ણન કરતા જણાવે છે. क्लृप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवो द्वयाश्रयालङ्कारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्कः । । संजनितो नवो, जिनवरादीनां चरित्रं नवम्, बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥ . આ સિવાય દ્વાત્રિશદ્ધાત્રિશિકા, આખનિશ્ચયાલંકાર, પ્રમાણમીમાંસા બ્રહવૃત્તિ, સપ્તતત્ત્વવિચારણા, પ્રમાણશાસ્ત્ર આદિ સ્તોત્ર અને તર્ક સાહિત્યના ગ્રંથોની રચના પ્રાય: આચાર્યશ્રીકૃત મનાય છે. વર્તમાનમાં આમાના એકે ગ્રંથો ઉપલબ્ધ નથી. :::::: ::: : YER. આ ગ્રંથ અપર્ણ લેવાથી કેટલાક વિદ્વાનો આ ગ્રંથને આચાર્યશ્રીની અંતિમ કૃતિ માને છે. પરંતુ તે અયુક્ત જણાય છે, કારણ | કે અભિધાનચિંતામણિસ્વોપ વૃત્તિમાં આ ગ્રંથનો ઉલ્લેખ છે. જેસલમેરના જ્ઞાનભંડારમાં આ ગ્રંથ સંપૂર્ણ હતો તેમુ કહેવાય છે. Tલમાં ત્યાં ગંથ નથી. અવલોકન ====ા 6)

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 376