________________
મારી સઘળી પ્રવૃત્તિઓના પ્રાણભૂત હેઈ સાથે સાથે હેઈએ ત્યારે દિવસમાં અનેકવાર મીઠા-મધુરા શબ્દોથી... દૂર હેઇએ ત્યારે દર અઠવાડિયે બેથી ત્રણ ટપાલથી હાર્દિક નિખાલસ સૂચનો કરી મારા જીવનમાં વ્યવસ્થા, કાર્યપદ્ધતિની સુંદરતા, વ્યવહારદક્ષતા આદિની પ્રતિષ્ઠા કરનાર)
પરમ પૂજ્ય ગુણગરિષ્ઠ સેવાભાવી સહૃદયી ધર્મસનેહી મુનિરાજ શ્રી ગુણસાગરજી મ.
જેઓએ ખુબ જ મમતાભરી હુંફ આપી પૂ. આગમ દ્વારકશ્રીના અનેક મહત્ત્વના લખાણે એકલી સામગ્રીની સમૃદ્ધતા કરવામાં અમૂલ્ય ફાળો આપે છે. તેમજ સંપાદન-સંશોધનના નાના-મોટા કાર્યોમાં સગી થનાર –
ધર્મરનેહી મુનિશ્રી અશોકસાગરજી મ., મુનિશ્રી નિરૂપમસાગરજી ભ, મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ., બાલમુનિશ્રી હેમચંદ્રસાગરજી મ. –
જેઓએ ગુરૂઆશા મુજબ વિવિધ કાર્યો (પ્રેસ કોપી કરવી, નકલ કરવી, આદિ કાર્યો) માં ખૂબ મનેયોગપૂર્વક સહયોગ આપે છે.
આદિ-આદિ અનેક મહાનુભાવોના પવિત્ર યોગ ઘનથી આ કાર્ય સુંદર રૂપે રજૂ થયું છે.
છેવટે આ સંપાદનમાં શક્ય જાગૃતિ રાખવા છતાં મતિમંદતા કે ક્ષયોપશમની વિચિત્રતાથી રહી ગયેલ ક્ષતિઓ બદલ ચતુર્વિધ શ્રી સંધ સમક્ષ હાર્દિક મિશ્ચાદુષ્કત માંગુ છું.
આવા અત્યંત ગંભીર તાત્ત્વિક ચિંતનપૂર્ણ આગમિક પદાર્થોની ગંભીર વિચારણાના પદાર્થોવાળા માર્મિક વ્યાખ્યાનનું વાંચન,