Book Title: Agam Jyot 1972 Varsh 07
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ તે પૂજ્ય આદ્ધારકશ્રીને ગુજરાતી વ્યાખ્યાને પુસ્તકાકારે ઘણા પ્રકાશિત થયા છે, છતાં ગચ્છાધિપતિ દ્વારા વિ. સં. ૨૦૨૧ના કપડવંજના ચાતુર્માસમાં મળી આવેલ અપ્રકાશિત ૫૦૦ વ્યાખ્યાનના સંગ્રહને તરવરુચિ પુણ્યવાનના હિતાર્થે ક્રમિક પ્રકાશન કરવાના ઈરાદાથી “આગમોત ત્રિમાસિકની લેજના વિચારાઈ. બે વર્ષ સુધી ત્રિમાસિક રૂપે વર્ષમાં ચાર અંકે પ્રકટ કરવાના પ્રયત્ન પછી અનુભવથી ચારે અંકે સળંગ પુસ્તકાકારે બાંધીને વર્ષમાં એકવાર જ શ્રમણસંધની સેવામાં રજૂ કરવા વધુ ઉચિત લાગવાથી છેલ્લાં ચાર વર્ષથી તે રીતે તત્ત્વોની સેવામાં આગમિક રહસ્યાથી તરબોળ આ પ્રકાશન ઉપસ્થિત થાય છે. આજે પરમવંદનીય સાધુ-સંસ્થામાં પણ કાળબળે શ્રુતજ્ઞાનની પઠન-પાઠનાદિ પ્રવૃત્તિમાં પુનઃ ઓટ આવવા માંડી છે અને કામચલાઉ ઉપલકિયા જ્ઞાન દ્વારા ગાડું ગબડાવવાની લૌકિક નીતિને પ્રવેશ પાછલા દ્વારથી પણ શ્રમણસંસ્થામાં થઈ રહ્યો છે. તે ખૂબ જ અનિચ્છનીય છે. તેવા ટાણે પૂ. આગમોદ્ધારક શ્રી આચાર્ય ભગવંતના ટંકશાલી આગમિક રહસ્યથી ભરપૂર ગુજરાતી વ્યાખ્યાનના આવા પુસ્તકનું પ્રકાશન શ્રમણ-સંસ્થામાં આગમિક વાંચનની અભિરુચિ જગાવનારૂં થાય, પરિણામે શ્રમણ-સંસ્થા આગમિક પદાર્થોના ઉહાપોહના વિશિષ્ટ દિવ્ય તેજથી અંગારા ઉપર વળી ગયેલ ભસ્મના આવરણની જેમ વર્તમાનકાળે કાળબલે આવેલા ઝાંખપને દૂર કરાવવા સફળ થાય એ મંગળ કામનાથી અનેકવિધ મુશ્કેલીઓ વચ્ચે પણ આ સંપાદનનું પુણ્ય કાર્ય ધપાવ્યું છે. સહુ કોઈ જિજ્ઞાસુ યોગ્ય જ્ઞાની ગુરુના ચરણોમાં બેસી અમારા આશયને બર લાવવા “આગામ-જોત” ના સંપાદનને સફળ બનાવે એ શુભકામના અસ્થાને ન ગણાય. આ સંપાદનમાં જેટલું સારું છે, તે બધું અનેક મહાનુભાવોની નિષ્કારણ કરુણાનું ફળ છે. જે કંઈ ખામીઓ છે, તે મારા પ્રયત્નની ખામી, અસાવધાની જેને દૂર કરવા સતત પ્રયત્ન છતાં છાસ્થતાના કારણે થવા પામી છે, તેને આભારી છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 260