________________
કહેવા જો મેં .....
પરમ તારક સર્વહિતકર શ્રી વીતરાગ પરમાત્માના શાસન-ગગનના અદ્વિતીય તેજસ્વી સૂર્ય સમા, સમર્થ વાદવિજેતા, આગમોની વાચના આદિ દ્વારા શ્રમણ સંઘમાં આગમિક જ્ઞાનની અપૂર્વ ભરતી લાવનાર આગમ દ્વારકના સાહજિક ઉપનામથી ઓળખાતા સ્વ. નામધન્ય પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતનાં માર્મિક, સચોટ, તાત્ત્વિકવ્યાખ્યાનના સંકલન રૂ૫ આગમોતનું સાતમું પુરતક ચતુર્વિધ શ્રી સંધની સમક્ષ ઉપસ્થિત કરતાં અત્યંત હર્ષ થાય છે.
જગતના ભાવની ઓળખાણ ગુરુગમથી મેળવાતી તાત્વિક દષ્ટિ વિના યથાર્થ રીતે થતી નથી; તેમજ તે વિના સંવેગ–વૈરાગ્યની પ્રાપ્તિ થતી નથી.
તેથી દરેક મુમુક્ષુ આરાધક પુણ્યાત્માએ આરાધનાને સફળ બનાવવા તાત્વિક દૃષ્ટિના ઘડતર માટે સમુચિત પ્રયત્ન કરવો જોઈએ.
ચાર અનુયોગમાં સર્વશ્રેષ્ઠ અને બાકીના ત્રણે અનુયોગના પર્યવસાન રૂ૫ શ્રી ચરણકરણાનુગ પ્રાપ્તિ માટે તત્ત્વદૃષ્ટિને સૌથી વધુ પ્રાધાન્ય જ્ઞાનીઓએ આપ્યું છે.
તેની કેળવણી માટે ગીતાર્થ ભગવંતના ચરણોમાં બેસી તાત્ત્વિક પદાર્થોનું અધ્યયન કરવું જરૂરી છે.
વીસમી સદીના પૂર્વાર્ધમાં કાળબળે આગમિક ગ્રંથના અધ્યયનાદિની વિરલતા થવાથી શ્રમણસંધની પ્રતિભાસિક નિસ્તેજનાને દૂર કરવા જે મહાપુરુષે પ્રભુશાસનની નિષ્ઠા અને સુદઢ આત્મવિશ્વાસભર્યા સતપુરુષાર્થથી આખું જીવન આગમોના ગહન ચિંતનમાં પરોવી આગમોના તાત્વિક વિવેચને અને ઊંડા ચિંતનભય વ્યાખ્યાને હજારની સંખ્યામાં આવ્યા, અને આગમ, તાત્ત્વિકગ્રંથ વગેરેની વ્યવસ્થિત વાચનાદિ દ્વારા આગમિક અધ્યયનાદિને બહોળા પ્રમાણમાં ફેલાવો કર્યો.