________________ 12 સૂરપન્નત્તિ-૧૧૨૧ થાય છે. અને જઘન્ય બારમુહૂર્તનો દિવસ થાય છે. સર્વબાહ્યમંડળથી અત્યંતર મંડળ માં પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત થતો બીજા છ માસના પહેલા અહોરાત્રમાં સર્વબાહ્ય મંડળથી પછીના બીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. તેમાં જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળમાંથી બીજા મંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક સઠિયા બે ભાગ મુહૂર્ત અધિક બાર મુહૂર્ત પ્રમાણવાળી દિવસ થાય છે. તે પછી તેનાથી પણ બીજા મંડળથી અભ્યતર મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસના બીજા અહો રાત્રમાં સર્વબાહ્ય મંડળથી પહેલાના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. તત્પશ્ચાતુ જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળથી ત્રીજા મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે અઢાર મુહૂર્તની રાત એકસઠિયા ચાર ભાગ ન્યૂન હોય છે, તથા એકસઠિયા ચાર મુહૂર્ત ભાગ વધારે ભાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. એ રીતે આ પૂર્વોક્ત પ્રતિપાદન કરેલ ઉપાયથી દરેક મંડળમાં દિવસ રાત સંબંધી મુહૂર્તના એકસઠિયા બે ભાગ અથતિ ચન્નાધિક રૂપે પ્રવેશ કરીને મંડળની પરિભ્રમણ ગતિથી ધીરે ધીરે ઉત્તર દિશા તરફ જતાં જતાં એ વિવક્ષિત બીજા મંડળમાં ગમન કરતાં કરતાં એક એક મંડળમાં મુહૂર્તમાં બન્ને એકસઠિયા ભાગ વધતા વધતા એકસો વ્યાશીમાં અહોરાત્રમાં કે જે બીજા છ માસનો છેલ્લો દિવસ છે. એ કાળમાં સવભ્યિત્તર મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે. તે પછી જે સમયે સૂર્ય સર્વબાહ્ય મંડળથી પરિભ્રમણ ગતિથી ધીરે ધીરે અભ્યત્તર મંડળમાં પ્રવેશ કરીને સવભ્યિન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ત્યારે સર્વ બાહ્ય મંડળને મયદા કરીને એકસોચ્યાશી રાત્રિ દિવસથી ત્રણસો છાઠિયા એકસઠ ભાગ મુહૂર્ત રાત્રિ ક્ષેત્રના કમ કરીને તથા દિવસ ક્ષેત્રમાં વધારીને ગતિ કરે છે.ત્યારે ઉત્કૃષ્ટ વધારેમાં વધારે અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા જઘન્ય નાનામાં નાની બાર મુહૂર્તની રાત્રી હોય છે. આ રીતે બીજા છ માસ કહેલ છે. આ પ્રમાણે આદિત્ય સંવત્સર એટલે કે સૌરવર્ષ થાય છે. આજ ત્રણસો છાસઠમો અહોરાત્ર બીજા માસના અન્ત રૂપ છે. આ પ્રમાણે આ આદિત્ય સંવત્સરમાં એક જ વાર અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તયા એક જ વાર બાર મુહૂર્તની રાત હોય છે, પહેલા છ માસમાં અઢાર મુહૂર્તની રાત હોય છે. બાર મુહૂર્તનો દિવસ હોય છે. તે રાત દિવસના વૃદ્ધી ક્ષય કેવી રીતે થાય છે? પંદર મુહૂર્તની વધઘટથી વૈરાશિક ગણિતના પ્રમાણાનુસાર ગતિથી પંદર મુહૂર્તનો દિવસ અને પંદર મુહૂર્તની રાત હોતા નથી. પરંતુ અનુપાત ગતિથી તો એ થાય જ છે. એકસો વ્યાર્થીમાં મંડળમાં વૃદ્ધિ કે હાનીમાં છ મુહૂર્ત લભ્ય હોય તો તેનાથી પહેલાં તેની અર્ધગતિમાં ત્રણ મુહૂર્ત થાય છે. એ એકાણું મંડળ પુરા થાય અને બાણુનું મંડળ અધું થાય ત્યારે પંદર મુહૂર્ત થાય છે. તે પછી રાત્રીની કલ્પના કરવાથી પંદર મુહૂર્તનો દિવસ હોય છે અને પંદર મુહૂર્તની રાત હોય છે. [ પહુડ-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] - (પાહડપાહુડ-૨) [22] એક એક સર્ષની દરેક અહોરાત્રિમાં એક એક અધમંડળમાં પરિભ્રમણની વ્યવસ્થા કઈ રીતે થાય છે? આ અર્ધમંડળની વ્યવસ્થાના સંબંધમાં નિશ્ચયથી આ બે અદ્ધમંડળ સંસ્થિતિ-વ્યવસ્થા મેં કહી છે. તે આ પ્રમાણે છે. એક દક્ષિણદિભાવી સૂર્ય - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org