________________ પાહુડ-૧૧ 65 સમાપ્ત થાય છે. પહેલાં કહેલ યુક્તિ અનુસાર આરંભ અને સમાપ્તિનો સમય એકજ હોવાથી બીજા ચાંદ્ર સંવત્સરશ્નો જે સમાપ્તિ સમય છે એજ જૂનાધિકાણા વગરનો સમય ત્રીજા અભિવર્ધિત સંવત્સ રનો પ્રારંભ કાળ હોય છે. અનંતર પુરસ્કૃત ઉત્તરકાળ, રૂપ હોય છે. પ્રારંભ અને સમાપ્તિ સમય એક સાથે જ રહેવાથી ચોથા ચાંદ્ર સંવત્સરનો જે પ્રારંભકાળ હોય છે એજ ત્રીજા અભિવર્તિત સંવત્સરની સમાપ્તિ સમય હોય છે, ત્રીજા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિ સમમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગયુક્ત રહે છે. ત્રીજા અભિવર્તિત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્રથી યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રના તેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સત્યાવીસ ભાગ વીતી જાય અને બાકીના ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. ત્રીજા સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત. હોય છે. સૂર્યના સાથે યોગ યુક્ત પુનર્વસુ નક્ષત્રના બે મુહૂત તથા એક મુહૂર્તના બાસ ઠિયા છપ્પન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને જે લબ્ધ થાય છે, એટલા ચૂર્ણિકા ભાગવીતી ગયા પછી અવશેષ ચૂર્ણિકાભાગ શેષ રહે છે, ત્રીજા અભિવધિત સંવત્સરનો જે સમાપ્તિકાળ એજ ચોથા ચંદ્ર સંવત્સરના આરંભ કાળ હોય છે. અનંતર પુરસ્કૃત સમય છે, આરંભ અને સમાપ્તિકાળ એકજ સાથે થવાથી જે યુગના અંતમાં રહેલ અભિવર્ધિત સંવત્સરનો આદિ કાળ હોય છે, એજ ચોથા ચાંદ્ર સંવત્સરનો સમાપ્તિ કાળ હોય છે. ચાંદ્રસંવત્સરના સમાપ્તિકાળમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે, ચોથી ચંદ્ર સંવત્સરના અત્તના સમયમાં ચંદ્રની સાથે રહેલ ઉત્તરાષાઢા નક્ષત્રના ચુંમાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચુંમાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચોસઠ ભાગ આટલો ભાગ વીતાવીને બાકીનો ભાગ શેષ રહે ત્યારે ચોથા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ થાય છે. એ સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે, પુનર્વસુ નક્ષત્રના ઓગણત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા એકવીસ ભાગ તથા બાઠિયા એક ભાગ ભાગના સડસ ઠિયા સુડતાલીસ ભાગ આટલા ભાગ વીતાવીને બાકીનો ચૂર્ણિકા ભાગ શેષ રહે એજ સમયે ચોથું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે, વૃત્તપરિધિમાં વિભાગ કરવામાં આવેલા ભાગોમાં પ્રારંભ અને સમાપ્તિનો સમય એક સાથે જ હોવાથી ચોથા ચાંદ્ર સંવત્સરનો જે સમાપ્તિ સમય હોય છે, એ જ જૂનાધિકપણા વગર પાંચમાં અભિવર્ધિત સંવત્સરનો પ્રારંભકાળ હોય છે. પૂર્વ પ્રતિપાદિત યુક્તિ પ્રમાણે પ્રારંભ અને સમાપ્તિકાળ એક સાથે જ હોવાથી પહેલા ચાંદ્રસંવત્સરનો જે પ્રારંભકાળ હોય છે, એ જ કાળ જૂનાધિકપણા રહિત પાંચમા અભિવર્ધિત સંવત્સરની સમાપ્તિકાળ હોય છે. પાંચમા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગયુક્ત હોય છે. પાંચમા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિ કાળમાં ચંદ્રયોગ યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રનો અન્તિમ સમય હોય છે, કારણ કે યુગના સમાપ્તિકાળમાં ચંદ્રયુક્ત નક્ષત્રનું વિશેષ હોવું અસંભવિત હોય છે. પાચમા અભિવર્ધિત સંવત્સરના અંતિમસમયમાં સૂર્ય યુક્ત પુષ્ય નક્ષત્રના એકવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસ ઠિયા. તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગો આટલા ભાગ વીત્યા પછી ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે પાંચમાં અભિવર્ધિત સંવત્સરને સમાપ્ત કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org