________________ પાહુડ-૧૯ ભ્રમણ કરે છે. તે મંડળની બહાર નીકળીને કદાપિ ભ્રમણ કરતા નથી. સાભ્યન્તર બાહ્ય સંક્રમણ થાય છે. ચંદ્ર સૂર્યના તથા નક્ષત્ર અને મહાગ્રહોના ચાર વિશેષથી મનુષ્યોના સુખદુઃખ પ્રકાર થાય છે. પ્રાયઃ શુભ કર્મના શુભદ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રી વિપાક નું કારણ હોય છે, અને અશુભવેદ્ય કર્મના અશુભ દ્રવ્યક્ષેત્ર વિગેરે સામગ્રી હોય છે. સૂર્ય ચંદ્રના સર્વબાહ્ય મંડળથી અત્યંતર મંડળમાં પ્રવેશના સમયે તાપક્ષેત્ર દરરોજ ધીરે ધીરે નિયમથી આયામથી વધે છે. તથા જે પ્રકારના ક્રમથી વધે છે, એજ ક્રથી સૂર્ય ચંદ્રના સભ્યતર મંડળથી બહાર નીકળવાને સમયે એજ સૂર્ય ચંદ્રનું તાપક્ષેત્ર જૂન થાય છે. ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રનો વધઘટનો ક્રમમાર્ગ આ રીતે હોય છે. કસંબુના પુષ્પના આકારનો એટલેકે નાલિકાના પુષ્પ સરખા આકારની હોય છે.અંદર સંકુચિત મેરૂની દિશામાં કળીના આકાર જેવો તથા બહાર લવણ સમુદ્રની દિશામાં પુષ્પના આકાર જેવો એજ પ્રમાણે ચોથા પ્રાભૃતમાં કહેલા વિશેષણોવાળા સંસ્થાનની. સ્થિતિ સમજી લેવી. શુકલ પક્ષમાં ચંદ્ર કેવી રીતે વધે છે? તથા કયા કારણથી ચંદ્રનો કૃષ્ણપક્ષમાં ક્ષય થાય છે? તથા કયા કારણથી ચંદ્રનો એક પક્ષ કૃષ્ણ અને એક પક્ષ શુકલ હોય છે ? આ બધા પ્રશ્નોના ઉત્તર આ જ શાસ્ત્રમાં પૂર્વે કહેવાય છે. મનુષ્યક્ષેત્રમાં પાંચ પ્રકારના જ્યોતિષ્ક હોય છે, જે આ પ્રમાણે છે. ચંદ્ર-સૂર્ય-ગ્રહ નક્ષત્ર અને તારાઓ આ. પાંચે સંચરણશીલ હોય છે. આ મનુષ્ય ક્ષેત્રથી પર એટલે કે બહાર જે બાકીના ચંદ્રો-સૂય-ગ્રહો-નક્ષત્રો અને તારાઓની વિમાનો ની ગતિ થતી નથી, અને તેઓ મંડળ ગતિથી પરિભ્રમણ કરતા નથી. જે દ્વીપ સમુદ્રમાં નક્ષત્ર પરિમાણ, ગ્રહ પરિમાણ, તારા પરિમાણને જાણવા ઈચ્છે તો એ દ્વીપના કે સમુદ્રના ચંદ્રના પરિવારરૂપ નક્ષત્ર પરિમાણ, ગ્રહપરિમાણ અને તારા પરિમાણને તેનાથી ગુણાકાર કરવાથી જેટલા થાય તેટલા પ્રમાણના એ દ્વીપમાં કે સમુદ્રમાં નક્ષત્ર પરિમાણ કે ગ્રહ પરિમાણ અથવા તારા પરિમાણ થઈ જાય છે. જેમકે-લવણ સમુદ્રમાં નક્ષત્રનું પરિમાણ જાણવું હોય તો લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર હોય છે. એક ચંદ્રના પરિવારરૂપ અઠ્યાવીસ નક્ષત્રો હોય છે, તેનો ચારથી ગુણાકાર કરવો તો એકસો બાર થઈ જાય છે. લવણ સમુદ્રમાં એટલાજ નક્ષત્રો હોય છે, તથા એક ચંદ્રનો ગ્રહપરિવાર અક્યાસી હોય છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર હોય છે. તેથી અઠ્યાશીનો ચારથી ગુણાકાર કરવો. આ રીતે ત્રણસોબાવન ચાર ચંદ્રનો ગ્રહ પરિવાર થઈ જાય છે. અર્થાત્ લવણ સમુદ્રમાં આટલા ગ્રહો હોય છે. માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર સૂર્યનો પ્રકાશ અવસ્થિત રહે છે, અથતિ એકરૂપ પ્રતિભાસિત થતો રહે છે. સૂર્ય સદાકાળ અનતિ ઉષ્ણ તેજવાળો હોય છે. મનુષ્યલોકની સમાન કદાપિ તેજની ક્ષય વૃદ્ધિ થતી નથી ચંદ્રમા પણ સર્વ અનતિશીત લેશ્યાવાળો હોય છે મનુષ્યલોકમાં શિશિર કાળની જેમ અત્યંત શીત તેજવાળો હોતો નથી, મનુષ્ય ક્ષેત્રની બહાર બધા ચંદ્ર સર્વધ અભિજીત નક્ષત્રની સાથે યુક્ત રહે છે. તથા સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વર્તમાન રહે છે. મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્રથી સૂર્યનું અંતર તથા સૂર્યથી ચંદ્રનું અંતર પુરેપુરૂ પચાસહજાર યોજન હોય છે. માનુષોત્તર પર્વતની બહાર એક સૂર્યથી બીજા સૂર્યનું પરસ્પરનું અંતર તથા એક ચંદ્રથી બીજા ચંદ્રનું પર સ્પરનું અંતર એક લાખ યોજનાનું હોય છે. ચંદ્ર સૂર્યનું પરસ્પરનું અંતર પચાસહજાર યોજન હોય છે. મનુષ્ય લોકની બહાર પંક્તિમાં રહેલા ચંદ્ર સૂર્ય સૂર્યથી અંતરિત ચંદ્ર હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org