Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 98
________________ સૂરપન્નતિ-૨-૧૯૭૨૭૭ ભ્રમણ કરતી વખતે ચંદ્રની કે સૂર્યની વેશ્યા અથતું વિમાનમાં રહેલ શ્વેતતાને પૂર્વભાગથી આચ્છાદિત કરીને પાછળના ભાગથી છોડે છે. ત્યારે પૂર્વભાગથી ચંદ્ર કે સૂર્ય આપણને દેખાય છે. અને પશ્ચિમભાગથી રાહુ દેખાય છે. જ્યારે મોક્ષકાળમાં ચંદ્ર કે સૂર્ય પૂર્વદિશામાં પોતાનું પ્રાગટ્ય પ્રાપ્ત કરે છે ત્યારે નીચેના ભાગમાં પશ્ચિમ દિશામાં રાહુ હોય છે એજ પ્રમાણે અન્ય સ્થિતિને બતાવવા કહે છે.- જ્યારે દેવરૂપ રાહુ કોઈ સ્થાનમાંથી આવીને અગર જતાં અથવા સ્વેચ્છાથી તે તે પ્રકારની વિક્રિયા કરતાં અગર પરિચરણની બુદ્ધિથી આમતેમ ભ્રમણ કરતાં ચંદ્રના કે સૂર્યના વિમાનની ચેતતાને દક્ષિણ દિશાથી આવૃત્ત કરીને એટલેકે ઢાંકી દઈને ઉત્તર દિશાથી વ્યતિકરણ કરે છે. તે સમયે દક્ષિણદિશાથી ચંદ્ર અથવા સૂર્ય પ્રગટ થાય છે. તથા ઉત્તરભાગમાં રાહુ હોય છે. આ પ્રમાણે પૂર્વકથનાનુસારના અભિલાષ પ્રકારથી પશ્ચિમ દિશાથી આવૃત્ત કરીને પૂર્વદિશાથી છોડે છે. અને ઉત્તર દિશાથી આચ્છાદિત કરીને દક્ષિણ દિશાથી છોડે છે. રાહુની ક્રિયાનું નિરૂપણ કરવા માટે કહે છે કે જ્યારે રાહુદેવ કોઈ સ્થાનથી આવતી વખતે કે જતી વખતે સ્વેચ્છાથી કોઈપણ વિક્રિયા કરીને પરિચારણ બુદ્ધિથી આમતેમ જતી વખતે ચંદ્રની કે સૂર્યની વેશ્યાને દક્ષિણ પૂર્વ તરફના ખૂણાથી ઢાંકી દઈને ફરીને ઉત્તર પશ્ચિમ થી મુક્ત કરે છે. ત્યારે અનિખુણામાંથી ચંદ્ર અથવા સૂર્ય પોતાને પ્રગટ કરે છે. તથા રાહુ વાયવ્ય ખૂણામાં સ્થિત રહે છે. અર્થાત્ તેઓ પરસ્પર એકબીજા સન્મુખ થઈ જાય છે. રાહુદેવ જ્યારે દક્ષિણ પશ્ચિમ થી ચંદ્રની અથવા સૂર્યની વેશ્યાને આચ્છા દિત કરે છે, ત્યારે ચંદ્ર કે સૂર્ય નેઋત્ય ખુણામાંથી પોતાને પ્રગટ કરે છે. અને રાહુ ઈશાન ખુણા માંથી ગમન કરે છે. આ પૂર્વકથિત ભાવના પ્રકારથી રાહુ નામનો દેવ જ્યારે ચંદ્રની અથવા સૂર્યની ગ્લેશ્યાને વાયવ્ય ખુણામાંથી આચ્છાદિત કરે છે, અને અગ્નિ ખૂણામાંથી દોડે છે, તો આ પરિસ્થિતિમાં વાયવ્ય ખૂણામાં ચંદ્ર, સૂર્ય પ્રગટ થયેલ દેખાય છે. અને અગ્નિ ખૂણામાં લેશ્યાને છોડતો રાહૂ સ્થિત રહે છે. આ પ્રમાણે જ રાહુ જ્યારે ચંદ્ર સૂર્યની એક તરફની વેશ્યાને ઈશાન ખુણામાં ઢાંકી દે છે, અને નૈઋત્ય ખુણામાંથી છોડે છે, ત્યારે ઈશાન ખૂણામાં ચંદ્ર કે સૂર્ય પ્રગટ થયેલા દેખાય છે. નૈઋત્ય કોણમાં રાહુસ્થિત રહે છે. જ્યારે રાહુ ચંદ્રની કે સૂર્યની વેશ્યાને આચ્છાદિત કરીને સ્થિત રહે છે, ત્યારે લોકમાં આ પ્રમાણે કહેવામાં આવે છે, કે રાહુથી ચંદ્ર કે સૂર્ય ગ્રસિત થયેલ છે. જ્યારે રાહૂ લેશ્યાને આચ્છાદિત કરીને પાર્થભાગથી છોડે છે. ત્યારે મનુષ્યો આ પ્રમાણે કહે છે કે ચંદ્ર કે સૂર્યે રાહુની કુક્ષિને વિદારિત કરેલ છે. જ્યારે રાહૂ ચંદ્ર અને સૂર્યની વેશ્યાને આચ્છા દીપ કરે છે તો લોકો કહે છે કે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરીને મુખમાંથી બહાર કાઢે છે. જ્યારે ચંદ્ર કે સૂર્યની વેશ્યાને મધ્યભાગથી આચ્છાદિત કરીને રાહગમન કરે છે ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો આ પ્રમાણે કહે છે કે-ચંદ્ર કે સૂર્યને રાહુએ મધ્યભાગથી. વિદારિત કરેલ છે. આ કથન કેવળ જલ્પન માત્ર છે. જ્યારે રાહુ ચંદ્ર કે સૂર્યના ગમન કરતી વખતે અથવા આવતી વખતે કે વિતુર્વણા કરતી વખતે અથવા પરિચારણા કરતી વખતે ચંદ્રની કે સૂર્યની વેશ્યાને આચ્છાદિત કરીને નીચે બધા પક્ષમાં અને બધી દિશાઓમાં સ્થિત રહે છે. ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે કે ચંદ્ર કે સૂર્યને રાહુએ બધી રીતે ગ્રસીત કરેલ છે. રાહુએ ચંદ્રને ગ્રસીત કરેલ છે. રાહુ કેટલા પ્રકારના કહ્યા છે? શ્રીભગવાનું કહે છે.- ધ્રુવરાહુ અને પર્વરાહુ આજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102