Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 96
________________ સૂરપનતિ-૨-૧૯૭-૨૦૭ તીયો છે પહેલો તીર્થિક પ્રતિપાદન કરે છે. ચંદ્ર સૂર્ય જીવરૂપ નથી પરંતુ અજીવ એટલેકે મનુષ્યાદિ પ્રાણિથી ભિન્ન સ્વરૂપવાળા છે. તથા ઘન-કઠણ નથી પરંતુ સુષિર જાળના. જેવા સ્વરૂપવાળા છે. તથા શ્રેષ્ઠ શરીરધારી હોતા નથી પરંતુ કેવળ ફ્લેવર માત્રવાળા. હોય છે, એ ચંદ્ર સૂર્યનું ઉર્ધ્વગમન થતું નથી. તથા એ ચંદ્ર સૂયમાં ક્રિયા કરવાનો સ્વભાવ હોતો નથી. પુરૂષકાર પરાક્રમથી તેઓ રહિત હોય છે. વિજળીના જેવો ચમક ધર પદાર્થ પ્રવર્તાવતા નથી ચંદ્ર સૂર્યમાં મેઘધ્વનિનું પ્રવર્તન હોતું નથી. પરંતુ એ ચંદ્ર સૂર્યની નીચેના ભાગમાં બાદર નામનો કોઈ પદાર્થ વાયુરૂપે સમૂચ્છિત થાય છે. એજ નીચેનો વાયુકાયિક બાદર વાયુની સાથે સંમૂર્ષિત થઈને વિજળીને પ્રવર્તિત કરે છે. વજપાત પણ કરે છે. મેઘધ્વનિ પણ કરે છે. હવે બીજા મતનું કથન કરે છે. ચંદ્ર સૂર્ય સજીવ અથતું. પ્રાણિ સ્વરૂપ છે. અજીવ નથી, જડ એટલે કે પ્રાણરહિત છે. ઘનરૂપ છે, પણ સુષિર નથી. શ્રેષ્ઠ શરીરવાળા હોય સામાન્ય શરીરના આકારવાળા નથી હોતા. તેઓ ઉર્ધ્વગમન શીલ હોય છે. તેઓ ઉલ્લેષણાવક્ષેપણાદિ કર્મ કરી શકે છે. પ્રાણ પણ હોય છે. આંતરિક ઉત્સાહરૂપ વીર્ય પણ હોય છે. પુરૂષકાર પરાક્રમ પણ હોય છે. ચંદ્ર સૂર્ય સ્વયં વિજળી પ્રવર્તિત કરે છે. વજને પણ પાડે છે. ગર્જના પણ કરે છે. શ્રી ભગવાનું કહે છે.સકલશાસ્ત્ર તત્વજ્ઞ કેવળજ્ઞાન દ્રષ્ટિથી અવલોકન કરીને આ પ્રમાણે કહું છું. ચંદ્ર-સૂર્ય દેવ સ્વરૂપ છે. મહર્ફિક મહાસમૃદ્ધિશાળી, મહાનુભાવ મહાદ્યુતિવાળા, મહાબળશાળી મહાયશવાળા છે. દ્રવ્યાસ્તિક મતથી ઐશ્વર્ય પૂર્ણ એ દેવો પહેલા ઉત્પન્ન થયેલા અને પોતાના આયુષ્યનો ક્ષય થતાં ચવિત થાય છે. આ રીતે ભ્રમણ પરાયણ તે દેવો એક સ્થાનમાં ક્ષણમાત્ર પણ રહી શકતા નથી. એ સૂર્ય-ચંદ્ર-ગ્રહ નક્ષત્ર અને તારારૂપ વિગેરે બધા દેવો બધાજ ઐશ્વર્યથી પૂર્ણ હોય છે. બધાજ પ્રકારથી સ્વતંત્ર હોય છે, તથા કતી અકતું અન્યથા કતું બધું જ કરવામાં સમર્થ હોય છે. બીજા વાયુકાયિકાદિના સંઘર્ષથી વિદુદાદિને પ્રવર્તિત કરતા નથી પોતેજ વિજળીને પણ પ્રવર્તિત કરે છે. મેઘગર્જના પણ. વર્ષે ઉત્પન્ન કરે છે. અશનિપાત પણ કરે છે. એઓ સર્વથા સ્વાતંત્ર્ય પણાથી ક્ષણક્ષ. ણમાં જગતને નવીન કરતા રહે છે, હે ભગવન! આપે રાહુની ક્રિયા કેવી રીતેની પ્રતિપાદિત કરી છે? શ્રી ભગવાન કહે છે. રાહુની પ્રવૃત્તિની વિષયે વિચારણામાં આ બે પ્રતિપત્તિયો છે. પહેલો પરતીર્થિક આ પ્રમાણે કહે છે. રાહુ નામનો કોઈ દેવ વિશેષ છે જે સમયે ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. બીજે તીર્થોત્તરીય પોતાનો મત પ્રદર્શિત કરે છે કે એ પ્રમાણેનો રાહુ નામનો કોઈ દેવ વિશેષ છે જ નહીં કે જે સમયે સમયે પર્વના દિવસે ચંદ્રને કે સૂર્યને પ્રસિત કરે છે. ભગવાનું કહે છે, રાહુના ભાવાભાવ વિષયના વિચારમાં જે વાદી એમ કહે છે કે-રાહુ નામનો કોઈ દેવ વિશેષ છે, તે ચંદ્ર કે સૂર્યનો ગ્રાસ કરે છે. તેનો કહેવાનો ભાવ એમ છે કે-પોતાના વિમાનમાં ભ્રમણ કરતો રાહુ નામનો દેવ વિશેષ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. ગ્રસિત. કરીને કોઈવાર અધોભાગથી ગ્રહણ કરીને અધોભાગથી જ ચંદ્ર કે સૂર્યને છોડી દે છે કોઈવાર અધોભાગથી ગ્રસિત કરીને ઉપરના ભાગથી છોડી દે છે. કોઈવાર ઉપરના ભાગથી ગ્રસીત કરીને નીચેના ભાગથી છોડી દે છે. અથવા કોઈ સમય ઉપરના ભાગથી ગ્રહણ કરીને ઉપરના ભાગથી છોડે છે. હવે બીજા પ્રકારથી કહે છે- કોઈવાર એજ રાહુ નામનો દેવ ચંદ્રને અગર સૂર્યને બિમ્બના વામ ભાગથી ગ્રહણ કરીને ડાબા ભાગથીજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102