Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 95
________________ પાહુડી વલયાકાર સંસ્થાનવાળો અને સર્વતઃ વ્યાપ્ત થઈને રહે છે. પુષ્કરવરોદ સમુદ્રનો ચક્રવાલ વિખંભ કેટલો છે ? અધિકાધિક સંખ્યાવાળા હજાર યોજનના આયામ વિખંભવાળો દીર્ઘ વ્યાસવાળો પ્રજ્ઞપ્ત કરેલ છે. એ જ પ્રમાણે અધિકાધિક સંખ્યાવાળા હજારો યોજન પ્રમાણવાળા વ્યાસ પ્રમાણવાળા પરિક્ષેપથી કહેલ છે. પુષ્કરોદ સમુદ્રમાં સંખ્યય ચંદ્રો. પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે, અને પ્રભાસિત થશે ! યાવતુ સંખ્યય તારાગણ કોટિ કોટિ શોભા કરતા હતા, શોભા કરે છે, અને શોભા કરશે, એજ પ્રમાણે વરૂણવરાદિ દ્વીપમાં અને વરૂણોદાદિ સમુદ્રનાઅભિલાપો કહી લેવા, હવે કુંડલવરાવભાસ સમુદ્રની સ્થિતિનું વર્ણન કરતાં શ્રીભગવાનું કહે છે- કુંડલવરાવભાસ સમુદ્રને રૂચકદ્વીપ કે જે વૃત્ત વલયાકાર સંસ્થાનથી રહેલ છે. તે ચારે બાજુથી વાત કરીને રહે છે. આ પ્રમાણે કહીને ફરીથી કહે છે. રૂચક નામનો દ્વીપ સમચક્રવાલના આકારથી યુક્ત છે. વિષમચક્રવાલ સંસ્થાનથી યુક્ત નથી. રૂચક દ્વીપ વ્યાસમાન અસંખ્યય યોજન પરિમિત તથા ત્રણ ગણી વ્યાસની સમીપની પરિધીપણ અસંખ્યય યોજન પરિમિત કહેલ છે. રૂચકદ્વીપમાં સંખ્યા તીત ચંદ્રો પ્રકાશિત થતા હતા. પ્રકાશિત થાય છે. અને પ્રકાશિત થશે. એજ પ્રમાણે સંખ્યાતીત તારાગણો કોટિ કોટિ શોભા કરતા હતા, શોભા કરે છે. અને શોભા કરશે. હવે પાંચ દેવતાવાળાદ્વીપ સમુદ્રોનું પ્રતિપાદન કરવામાં આવે છે. સૂર્યવરાવ ભાસોદ સમુદ્રમાં દેવ નામનો દ્વિપ વૃત્ત વલયના જેવા આકારવાળો ચારે તરફથી ઘેરીને રહેલ છે. યાવતું તે વિષમ ચક્રવા લથી સંસ્થિત નથી. દેવનામના વ્યાસમાન અસંખ્યય યોજન સહસ્ત્ર પરિમિત કહેલ છે. તથા તેની પરિધિ પણ અસંખ્યય યોજન પરિમિત હોય છે. દેવ નામના દ્વીપમાં અસં ખેય ચંદ્રો પ્રકાશિત થતા હતા, પ્રકાશિત થાય છે, અને પ્રકાશિત થશે, યાવતુ અસંખ્યાત તારાગણ કોટિ કોટિએ શોભા કરી હતી શોભા કરે છે, અને શોભા કરશે. દેવદ્વિીપના પ્રતિપાદનના પ્રકારથી જ દેવીદ સમુદ્રમાં પણ અસંખ્યય ચંદ્ર પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે. અને પ્રભાસિત થશે, તથા અસંખેય સૂર્યો તાપિત થતા હતા, તાપિત થાય છે અને તાપિત થશે. આ પ્રમાણેના ક્રમથી નાગ નામનો દ્વિીપ દેવીદ સમુદ્રના કથન પ્રમાણે નાગોદ સમુદ્રના સંબંધમાં પણ પ્રતિપાદન કરી લેવું, નાગદ્વીપની સરખો યક્ષ દ્વીપ તથા નાગોદ સમુદ્ર પ્રમાણે યક્ષોદ સમુદ્રનું કથન કહી લેવું, યક્ષ દ્વીપની સમાન ભૂતો સમુદ્ર તથા ભૂતદ્વીપ તથા યક્ષોદ સમુદ્રની સમાન ભૂતોદ સમુદ્ર તથા ભૂતદ્વીપની સમાન સ્વયંભૂરમણદ્વીપ તથા ભૂતોદ સમુદ્રની જેમ સ્વયંભૂર મણ સમુદ્ર અથત આ દેવાદિ પાંચ દ્વીપો તથા દેવોદાદિ પાંચ સમકો એક સરખા છે. તેમાં ત્રિપ્રત્યવતારતા હોતી નથી. જમબૂદ્વીપ કેટલા કહ્યા છે? હે ગૌતમ! અસંખ્યય જંબૂ દ્વીપ કહ્યા છે. દેવદ્વીપો કેટલા કહ્યા છે? હે ગૌતમ ! દેવદ્વીપ એકજ હોય છે. તથા દેવ દ્વીપ, દેવસમુદ્ર નાગદ્વીપ, નાગોદસમુદ્ર, યક્ષદ્વીપ યક્ષોદસમુદ્ર, ભૂતદ્વીપ ભૂતોદ સમુદ્ર અને સ્વયંભૂરમણ દીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર આ દસે એક આકારવાળા આદિ છે. | પાહુડ-૧૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પાહુડ-૨૦) [197-207] હે ભગવન્! કયા પ્રકારથી અને કયા આધારથી આપે ચંદ્રાદિનો અનુભાવ કહેલ છે ? શ્રીભગવાનું કહે છે. ચંદ્રાદિના અનુભાવના સંબંધની બે પ્રતિપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102